પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/ઉદાત્તતાના મૂલસ્રોત : ૧. વિચાર: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading| ઉદાત્તતાના મૂલસ્રોત : | }} {{Block center|<poem>'''૧. વિચાર ''' </poem>}} {{Poem2Open}} જેના વડે વાગભિવ્યક્તિમાં ઉદાત્તતા આવે છે તેવાં પાંચ તત્ત્વો લૉંજાઇનસ ગણાવે છે તેમાં સૌથી અગ્રિમ અને મહત્ત્વને સ્થા..."
 
Reference Corrections
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 14: Line 14:
{{Poem2Open}}
{{Poem2Open}}
ભાવાવેગ (પૅશન/ઇમોશન) એટલે ચિત્ત ગતિશીલ થવું, ક્ષુભિત થવું તે. ઉત્કટ અને સહજપ્રેરિત ભાવાવેગ એ ઉદાત્તતાસાધક એક બીજું મહત્ત્વનું તત્ત્વ છે. લૉંજાઇનસ કહે છે કે સાચા અને યથાસ્થાને યોજાયેલા, અને પ્રબલતાથી ઊછળી આવીને વક્તાના શબ્દોને જાણે કે ઉન્મત્તતાથી અને અલૌકિકતાથી ભરી દેતા ભાવાવેગ સમો ઉદાત્ત સૂર બીજો એકેય નથી. ભાવાવેગ વિચારનું પણ આવશ્યક સહકારી તત્ત્વ છે. ગરિમાયુક્ત વિચારો ઘણી વાર ભાવાવેગયુક્ત વાણીમાં વ્યક્ત થાય છે અને એનાથી અભિવ્યક્તિની ઉદાત્તતા નિશ્ચિતપણે સિદ્ધ થાય છે. અલંકાર વગેરેની સાર્થકતા પણ લૉંજાઇનસ વારંવાર ભાવાવેગને અનુલક્ષીને કરે છે એ પરથી સમજાય છે કે ભાવાવેગ એમને મન કાવ્યત્વની કેવી મોટી કસોટી છે. મોટી વાત તો એ છે કે લૉંજાઇનસને પ્લેટોની જેમ ભાવાવેગનો કોઈ ભય કે સંકોચ નથી, કે નથી એમને ભાવાવેગના વિરેચન કે રૂપાન્તર(કેથાર્સિસ)નો કોઈ સિદ્ધાંત આગળ કરવાની જરૂર પડતી. ભાવાવેગ ભાવાવેગ તરીકે જ એમને ઇષ્ટ છે.

સાચા અને પ્રામાણિક ભાવાવેગ વિનાની કવિતા લૉંજાઇનસની દૃષ્ટિએ નિઃસાર બની જાય છે. એમણે ‘ઇલિઅડ’ અને ‘ઑડિસી’ની તુલના કરી છે તે આ સંદર્ભમાં જોવા જેવી છે. લૉંજાઇનસ ‘ઇલિઅડ’ કરતાં ‘ઑડિસી’ને ઊતરતી રચના લેખે છે એનું એક કારણ એ છે કે ‘ઑડિસી’માં ભાવાવેગની અલ્પતા, દુર્બળતા છે; ‘ઇલિઅડ’માં મોજાંની જેમ એક ઉપર એક ઊછળી આવતા ભાવાવેગ છે તેવું ‘ઑડિસી’માં નથી. ‘ઑડિસી’ કેટલેક અંશે માનવચરિત્રને, એના વ્યવહારવર્તનને વર્ણવતી કૉમેડી (કૉમેડી ઑવ્‌ મૅનર્સ) બની જાય છે. અને લોંજાઇનસનો અભિપ્રાય છે કે “જ્યારે ભાવાવેગ હ્રાસ પામે છે ત્યારે મહાન કવિઓની પ્રતિભા ચરિત્રાલેખનની અભિવ્યક્તિમાં સરી પડે છે.” એમને મતે “ચરિત્રચિત્રણને મનોરંજકતા સાથે સંબંધ છે. જ્યારે ભાવાવેગને છેવટે ઉદાત્તતા સાથે જ સંબંધ છે.”6 અહીં એ ખ્યાલમાં રાખવું જોઈએ કે ચરિત્રચિત્રણ (કૅરેક્ટર) એટલે માણસના વ્યવહારવર્તનનું આલેખન એમ સમજવાનું છે. વ્યવહારવર્તનની ને તેથી ચરિત્રની બહિરંગતા છે. ભાવાવેગની અંતરંગતા.
સાચા અને પ્રામાણિક ભાવાવેગ વિનાની કવિતા લૉંજાઇનસની દૃષ્ટિએ નિઃસાર બની જાય છે. એમણે ‘ઇલિઅડ’ અને ‘ઑડિસી’ની તુલના કરી છે તે આ સંદર્ભમાં જોવા જેવી છે. લૉંજાઇનસ ‘ઇલિઅડ’ કરતાં ‘ઑડિસી’ને ઊતરતી રચના લેખે છે એનું એક કારણ એ છે કે ‘ઑડિસી’માં ભાવાવેગની અલ્પતા, દુર્બળતા છે; ‘ઇલિઅડ’માં મોજાંની જેમ એક ઉપર એક ઊછળી આવતા ભાવાવેગ છે તેવું ‘ઑડિસી’માં નથી. ‘ઑડિસી’ કેટલેક અંશે માનવચરિત્રને, એના વ્યવહારવર્તનને વર્ણવતી કૉમેડી (કૉમેડી ઑવ્‌ મૅનર્સ) બની જાય છે. અને લોંજાઇનસનો અભિપ્રાય છે કે “જ્યારે ભાવાવેગ હ્રાસ પામે છે ત્યારે મહાન કવિઓની પ્રતિભા ચરિત્રાલેખનની અભિવ્યક્તિમાં સરી પડે છે.” એમને મતે “ચરિત્રચિત્રણને મનોરંજકતા સાથે સંબંધ છે. જ્યારે ભાવાવેગને છેવટે ઉદાત્તતા સાથે જ સંબંધ છે.”<ref>...passion is ultimately allied with sublimity as sketches of character with entertainment.</ref> અહીં એ ખ્યાલમાં રાખવું જોઈએ કે ચરિત્રચિત્રણ (કૅરેક્ટર) એટલે માણસના વ્યવહારવર્તનનું આલેખન એમ સમજવાનું છે. વ્યવહારવર્તનની ને તેથી ચરિત્રની બહિરંગતા છે. ભાવાવેગની અંતરંગતા.
આમ છતાં, કૅસિલિઅસે ભાવાવેગ અને ઉદાત્તતાને એકરૂપ ને અવિભાજ્ય ગણવા જેવું કરેલું તેની સાથે લૉંજાઇનસ સંમત નથી. ભાવાવેગ, ભલે ઘણો મહત્ત્વનો પણ ઉદાત્તતાનો એક સ્રોત છે. હા, એક સ્રોત. ભાવાવેગ વિના ઉદાત્ત અભિવ્યક્તિ સંભવી ન શકે એવું નથી. લૉંજાઇનસ હોમરમાંથી આના દાખલા આપે છે તે ઉપરાંત વક્તૃત્વ અને કવિતા વચ્ચે પણ આ દૃષ્ટિએ ભેદ કરે છે. એ કહે છે કે વક્તાઓનાં પ્રશસ્તિ-વચનો અને પ્રસંગોચિત ઉદ્‌બોધનોમાં આપણને ઉદાત્તતાનાં દૃષ્ટાંતો અવશ્ય જડે છે, પણ મોટે ભાગે એ ભાવાવેગરહિત હોય છે; એટલું જ નહીં. એવું જોવા મળે છે કે ભાવાવેગભર્યા વક્તાઓ નિકૃષ્ટ પ્રશસ્તિકારો હોય છે ને પ્રશસ્તિકુશલ વક્તાઓ ભાવાવેગ વિનાના.

લૉંજાઇનસ બીજી એક દૃષ્ટિએ પણ ભાવાવેગ તથા ઉદાત્તતાને એકરૂપ માનવા તૈયાર નથી. એમને મતે બધા ભાવો એક કક્ષાના નથી, કેટલાક ઉમદા કે ઉચ્ચ ભાવો છે, કેટલાક નિમ્ન. ઉચ્ચ ભાવો જ ઉદાત્તતાસાધક છે. લૉંજાઇનસ કરુણા (પિટી), શોક (ગ્રીફ) અને ભય(ફિઅર)ને નિમ્ન – ઊતરતી કક્ષાના ભાવો માને છે, જે આપણને જરા મૂંઝવે એવી વાત બને છે. ટ્રૅજેડીમાં તો કરુણા અને ભયના ભાવોના આલેખન દ્વારા જ ટ્રૅજિક અસર સિદ્ધ થાય છે અને લૉંજાઇનસ ઉદાત્તતાને સંબંધે ઘણી ટ્રૅજેડીઓમાંથી દાખલા આપે છે તેમાં કરુણા અને ભયની લાગણીઓ બાકાત થતી નથી. આ દાખલાઓને લક્ષમાં લઈને જ નિર્મલા જૈન એવું પ્રતિપાદન ભારપૂર્વક કરે છે કે ટ્રૅજેડીના કરુણા અને ભયના ભાવોને લૉંજાઇનસ ઉદાત્ત અભિવ્યક્તિની ક્ષમતાવાળા માનતા ન હતા એ ખ્યાલ ખોટો છે. પણ લૉંજાઇનસે ભાવાવેગો વચ્ચે ભેદ કર્યો છે અને કરુણા, શોક અને ભયના ભાવોને નિમ્ન કક્ષાના ગણ્યા છે તેનું શું એનો કોઈ ખુલાસો નિર્મલા જૈન પાસે નથી.

Line 25: Line 25:
અલંકારોના વિસ્તૃત નિરૂપણને અંતે લૉંજાઇનસ એમ કહે છે કે આ તો નમૂના રૂપે કેટલુંક દર્શાવ્યું છે. બાકી અલંકારો તો અનંત હોઈ શકે છે. ભારતીય કાવ્યશાસ્ત્ર પણ આમ જ કહે છે. અલંકાર, અંતે તો, એક પ્રકારનું ઉક્તિવૈશિષ્ટ્ય છે અને કાવ્યમાં જોવા મળતાં ઉક્તિવૈશિષ્ટ્યોનો કંઈ પાર નથી – દરેક કાવ્ય કંઈક નવું ઉક્તિવૈશિષ્ટ્ય લઈને આવે – તેથી અલંકારોનો પણ કોઈ છેડો નથી.

લૉંજાઇનસે ભલે અલંકારોને વધારે જગ્યા આપી અને અમુક પ્રકારના અલંકારની વાત કરી, પણ એમની ચર્ચા જોયા પછી એમનું લક્ષ કાવ્યના બાહ્ય અંગ તરફ હોય એવું જણાતું નથી. લૉંજાઇનસે માત્ર અલંકારોનું સ્વરૂપવર્ણન કર્યું નથી, એની કાવ્યોપકારકતા ચર્ચી છે, અને એ જ વધારે ચર્ચી છે. એમણે અલંકારાકારને મહત્ત્વ આપ્યું નથી અને અલંકારની સાર્થકતા ઉદાત્તતા તેમજ ભાવાવેગને અભિવ્યક્ત કરવામાં જ જોઈ છે. અલંકારચાતુરીને, અલંકારોના ગમ્મતભર્યા વિનિયોગને તેઓ પસંદ કરતા નથી. અલંકારચાતુરી અવિશ્વાસ જન્માવનારી છે, એ ષડ્‌યંત્રનો, છલનાનો, ભ્રાન્તિનો સંકેત કરે છે અને શિષ્ટજનોની સભામાં એને સ્થાન નથી એમ પણ કહે છે. આનો પ્રતીકાર, અલબત્ત, ઉદાત્ત કલ્પના અને ભાવાવેગમાં છે. ઉદાત્ત કલ્પના અને ભાવાવેગ સાથે જોડાય ત્યારે અલંકાર એ ચાતુરી રહેતો નથી, એ અપરિહાર્ય અંગ બની જાય છે.

અંતે લૉંજાઇનસને અલંકારની બહિરંગતા નહીં, અંતરંગતા, ઓતપ્રોતપણું જ ઇષ્ટ છે. તેઓ કહે છે કે અલંકારો ઉદાત્તતાના સહાયક છે ને સામે ઉદાત્તતામાંથી એ અદ્‌ભુત બળ મેળવે છે. અલંકાર ઉત્તમ ત્યારે જ કહેવાય કે જ્યારે એ અલંકાર છે એ હકીકત જ વીસરી જવાય;અને આવું બને છે ઉદાત્તતાને કારણે જ. સૂર્યના ઝળહળતા તેજમાં બધી મંદપ્રાણ જ્યોતિઓ વિલીન થઈ જાય છે એમ વાક્‌શાસ્ત્રની સઘળી પ્રયુક્તિઓ ઉદાત્તતાની સર્વવ્યાપક શોભામાં નિમજ્જિત થઈ આપણી દૃષ્ટિથી ઓઝલ થાય છે. ચિત્રકળામાં પણ શું થાય છે? રંગો વડે આલેખાયેલાં તેજ અને છાયા એક જ સપાટી પર બાજુબાજુમાં પથરાયેલાં હોય છે; તેમ છતાં તેજ આપણી નજરે પ્રથમ ચડે છે, એ ઉપર ઊઠી આવે છે અને આપણને નિકટ ભાસે છે. એમ જ કવિતામાં ભાવાવેગ અને કલ્પનાની ઉદાત્તતા હોય છે તે આપણા ચિત્ત સાથેના એના સહજ નાતાને કારણે તેમજ એની પોતાની તેજસ્વિતાથી પણ આપણને સંનિકટ ભાસે છે, અલંકારોની પહેલાં આપણું ધ્યાન ખેંચે છે અને અલંકારો જાણે છાયામાં ધકેલાઈ જઈ ઢંકાઈ જાય છે.
અંતે લૉંજાઇનસને અલંકારની બહિરંગતા નહીં, અંતરંગતા, ઓતપ્રોતપણું જ ઇષ્ટ છે. તેઓ કહે છે કે અલંકારો ઉદાત્તતાના સહાયક છે ને સામે ઉદાત્તતામાંથી એ અદ્‌ભુત બળ મેળવે છે. અલંકાર ઉત્તમ ત્યારે જ કહેવાય કે જ્યારે એ અલંકાર છે એ હકીકત જ વીસરી જવાય;<ref>... a figure is at its best when the very fact that it is a figure escapes attention.</ref>અને આવું બને છે ઉદાત્તતાને કારણે જ. સૂર્યના ઝળહળતા તેજમાં બધી મંદપ્રાણ જ્યોતિઓ વિલીન થઈ જાય છે એમ વાક્‌શાસ્ત્રની સઘળી પ્રયુક્તિઓ ઉદાત્તતાની સર્વવ્યાપક શોભામાં નિમજ્જિત થઈ આપણી દૃષ્ટિથી ઓઝલ થાય છે. ચિત્રકળામાં પણ શું થાય છે? રંગો વડે આલેખાયેલાં તેજ અને છાયા એક જ સપાટી પર બાજુબાજુમાં પથરાયેલાં હોય છે; તેમ છતાં તેજ આપણી નજરે પ્રથમ ચડે છે, એ ઉપર ઊઠી આવે છે અને આપણને નિકટ ભાસે છે. એમ જ કવિતામાં ભાવાવેગ અને કલ્પનાની ઉદાત્તતા હોય છે તે આપણા ચિત્ત સાથેના એના સહજ નાતાને કારણે તેમજ એની પોતાની તેજસ્વિતાથી પણ આપણને સંનિકટ ભાસે છે, અલંકારોની પહેલાં આપણું ધ્યાન ખેંચે છે અને અલંકારો જાણે છાયામાં ધકેલાઈ જઈ ઢંકાઈ જાય છે.
ઉદાત્તતાના સ્રોતો ગણાવતી વખતે લાઁજાઇનસે અલંકારના બે વર્ગો બતાવ્યા છે — વિચારમૂલક અલંકારો (ફિગર્સ ઑવ્‌ થૉટ) અને વાણીમૂલક અલંકારો (ફિગર્સ ઑવ્‌ એક્સ્પ્રેશન), પણ અલંકારોનો વિષય જ્યાં ચર્ચાયો છે ત્યાં અલંકારોને આવા બે વર્ગોમાં વહેંચીને વાત થઈ નથી. એટલે વિચાર અને વાણીના અલંકારો દ્વારા એમને શું અભિપ્રેત હશે એ જાણી શકાતું નથી. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર એવો ભેદ છે તે તો અભિપ્રેત જણાતો નથી, કેમ કે કેવળ શબ્દનિષ્ઠ એવા કોઈ અલંકારનું વર્ણન લૉંજાઇનસમાં મળતું નથી. લૉંજાઇનસ ઉપમા-રૂપક-અત્યુક્તિ વગેરેને વિચારમૂલક અલંકારો અને સંયોજકનો લોપ, વ્યુત્ક્રમ, પ્રશ્ન વગેરેને વાણીમૂલક અલંકારો લેખતા હોય એવો સંભવ વિચારવાનું આપણને મન થાય, પણ રૂપક-ઉપમા-અત્યુક્તિને પદાવલીના પેટામાં મૂકવાનું શું કારણ એનો સંતોષકારક ખુલાસો થઈ શકતો નથી.

લૉંજાઇનસની અલંકારચર્ચાની વિશેષતા એ છે કે એમાં દૃષ્ટાંતો ઊભરાય છે. એટલું જ નહીં, એકેએક દૃષ્ટાંતનું, એમાં અલંકારની શી કાર્યસાધકતા છે, એ ભાવ કે વિચારને કેવી રીતે પોષે છે કે પોષતો નથી એ દૃષ્ટિએ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અલબત્ત, વક્તૃત્વમાંથી વધારે દૃષ્ટાંતો લેવામાં આવ્યાં છે. પણ કાવ્યનાંયે દ્યોતક અલંકાર-પ્રયોગોની વાત થઈ જ છે. એટલે સમગ્ર ચર્ચાને કાવ્યના અભિવ્યક્તિકૌશલ તરીકે જોવામાં કશો બાધ આવતો નથી. બલકે, સૂક્ષ્મ ને સતેજ દૃષ્ટિથી થયેલી આ અલંકારચર્ચા સાહિત્યિક શૈલીવિજ્ઞાનની સીમાને સ્પર્શી રહે છે. અલંકારોના વિનિયોગ પરત્વે વક્તાઓ-કવિઓને અવારનવાર આપવામાં આવેલી શીખમાં વ્યક્ત થતું લૉંજાઇનસનું શાણપણ પણ આપણું ધ્યાન ખેંચે છે.

Line 47: Line 47:
શિષ્ટ કે અભિજાત પદાવલી (નોબલ ડિક્શન) એ ઉદાત્તતાનો ચોથો સ્રોત છે. ને એ કલાકૌશલને અધીન છે. પણ એક મહત્ત્વની વાત લૉંજાઇનસ એ કહે છે કે વિચાર અને પદાવલી એકબીજાને આશ્રયે વિકાસ પામે છે. એટલે કે બન્ને એકબીજાને પોષક છે, એકબીજાના અંગરૂપ બને છે. વિચાર પદાવલીમાં જ વ્યક્ત થાય છે અને પદાવલી વિચારનું વહન કરે છે. પદાવલી, આ રીતે બહિરંગ તત્ત્વ રહેતી નથી.

પદાવલીમાં લૉંજાઇનસ ત્રણ બાબતોનો સમાવેશ કરે છે : ૧ શબ્દપસંદગી, ૨. રૂપકોનો વિનિયોગ અને ૩. ભાષાનું વિસ્તરણ કે નવઘડતર.

સમુચિત અને ચિત્તાકર્ષક શબ્દોની પસંદગીનો લૉંજાઇનસ ખૂબ મહિમા કરે છે – સર્વ વક્તાઓ એને જ ઝંખે છે, શ્રોતાઓ એનો અદ્‌ભુત ચમત્કાર અનુભવે છે અને અભિવ્યક્તિમાં ભવ્યતા, સૌંદર્ય, પરિપક્વતા, ગૌરવ, વેગ, બળ જેવા ઉચ્ચ ગુણોનો અનુભવ કરાવનાર તથા મૃતપ્રાયઃ પદાર્થોમાં પ્રાણ ફૂંકનાર એ જ મુખ્ય તત્ત્વ છે. ખરે જ. સુંદર શબ્દપસંદગી અસામાન્ય પ્રકારનો વિચારપ્રકાશ છે.8
સમુચિત અને ચિત્તાકર્ષક શબ્દોની પસંદગીનો લૉંજાઇનસ ખૂબ મહિમા કરે છે – સર્વ વક્તાઓ એને જ ઝંખે છે, શ્રોતાઓ એનો અદ્‌ભુત ચમત્કાર અનુભવે છે અને અભિવ્યક્તિમાં ભવ્યતા, સૌંદર્ય, પરિપક્વતા, ગૌરવ, વેગ, બળ જેવા ઉચ્ચ ગુણોનો અનુભવ કરાવનાર તથા મૃતપ્રાયઃ પદાર્થોમાં પ્રાણ ફૂંકનાર એ જ મુખ્ય તત્ત્વ છે. ખરે જ. સુંદર શબ્દપસંદગી અસામાન્ય પ્રકારનો વિચારપ્રકાશ છે.<ref>...beautiful words are in very truth the peculiar light of thought.</ref>
સામે પક્ષે. વિષયના ગૌરવને ન છાજતા શબ્દોથી અભિવ્યક્તિમાં તુચ્છતા આવે છે અને તેથી ઉદાત્તતાને હાનિ થાય છે એમ લૉંજાઇનસ દર્શાવે છે. થિઓપૉમ્પસે કરેલા એક ગૌરવભર્યા વર્ણનમાં દાખલ થઈ ગયેલા સામાન્ય, તુચ્છ શબ્દોને કારણે એ રસોઈઘર કે કરિયાણાની દુકાનનો ભાસ કરાવે છે એવું લૉંજાઇનસ કહે છે!

આમ છતાં, છેવટે ઔચિત્ય અને વિવેક જ પદાવલીના વિષયમાં નિયામક છે. લૉંજાઇનસ સ્વીકારે છે કે બધે સ્થાને કંઈ પ્રૌઢ ને પ્રશિષ્ટ ભાષા ન ચાલે. સામાન્ય કે તુચ્છ વસ્તુને મસમોટા ને આડંબરી શબ્દોથી સજાવો એ તો નાના બાળકને માથે મોટું ટ્રૅજિક મહોરું પહેરાવવા જેવું થાય. ઘરેલુ અભિવ્યક્તિને પણ સાહિત્યમાં સ્થાન છે. કેટલીક વાર તો એ પ્રૌઢ અભિવ્યક્તિ કરતાંયે વધારે કારગત નીવડતી હોય છે. રોજિંદા જીવનમાંથી આવતી હોઈ એ તરત સમજાય છે અને પરિચિત હોવાને લીધે એ સર્વાધિક પ્રતીતિકર બને છે. લૉંજાઇનસ ગ્રામ્યતાની સીમાને સ્પર્શતા ઉદ્‌ગારોને પણ નિષિદ્ધ ગણતા નથી – એ કહે છે કે એની અભિવ્યક્તિક્ષમતા એને ગ્રામ્યતામાંથી ઉગારી લે છે.

Line 71: Line 71:
લૉંજાઇનસની સંઘટનાની આ વિભાવનાને નવ્ય વિવેચનની સંરચના સાથે ઘણી વાર મૂકવામાં આવે છે, પણ કહેવું જોઈએ કે, એ માટે કોઈ સધ્ધર ભૂમિકા પ્રાપ્ત થતી નથી. લૉંજાઇનસે પોતાની સંઘટનાની વિભાવના એવી સ્પષ્ટતાથી અને વ્યવસ્થિત રીતે મૂકી નથી. અહીં એમની સંઘટનાની વિભાવનાને જે રીતે સ્ફુટ કરવામાં આવી છે એ વેરવિખેર નિર્દેશોને સંકલિત કરવાથી જ થઈ શક્યું છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
'''પાદટીપ'''
{{reflist}}
{{HeaderNav2
|previous = નૈસર્ગિકતા અને કલાકૌશલ
|next = ઉદાત્તતાના અન્ય સ્રોત : ૧. વિસ્તરણ
}}