અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/સાંધ્યગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 25: | Line 25: | ||
આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર. | આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર. | ||
{{Right|(અવકાશ, પૃ. ૫૭)}} | {{Right|(અવકાશ, પૃ. ૫૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =રેતપંખી | |||
|next =હાથ | |||
}} |
Latest revision as of 10:50, 22 October 2021
સાંધ્યગીત
નલિન રાવળ
પર્ણપોચી વૃક્ષટોચે
ઝૂલતા કો પંખી-શો
આ
સાંજતડકો
ભૂખરા ઢોળાવ પર ઝૂલે,
પવન નાની નદીના કાનમાં કૂજે,
હળુ હલતી અટકતી ડોલતી આકાશમાંથી ઊડે
ફૂલે પથરાયલી એ ઝૂંપડીમાંથી નીકળતી ધૂમ્રસેરો
સાંજતડકો
સ્હેજ ડોલ્યો,
શાંત નાના છંદ જેવી એક બાલા
રમ્ય લયમાં કાય ઝૂલવી; તારકો જેવાં ચળકતાં ડગ
ભરી ગોરાં;
ધીરે ઢોળાવ ઊતરી
દૂર નમતા સૂર્યની સન્મુખ જઈ ઊભી
અહીં
આવી રહેલી આ સુંવાળી રાત્રિનો અંધાર રમતો તૃણ ઉપર
શું જોઉં?
ભીની પાંપણોની ધાર
રમતો સ્નેહપોચો ગાઢમીઠો રવભર્યો અંધાર
કે
આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર.
(અવકાશ, પૃ. ૫૭)