અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/છપ્પા : અક્ષર અંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
આખર તો એવું થૈ રહે, ડૂબે અક્ષર કલમો વ્હે.
આખર તો એવું થૈ રહે, ડૂબે અક્ષર કલમો વ્હે.
</poem>
</poem>
{{HeaderNav2
|previous =અધ્યાપક અંગ
|next =જળને તે શા…
}}

Latest revision as of 10:58, 22 October 2021

છપ્પા : અક્ષર અંગ

ધીરુ પરીખ

એક હસ્તનું એવું ચેન, કાગળ દેખી પકડે પેન;
પેન મહીંથી દદડે શાહી, એને અક્ષર ગણતો ચાહી;
ટીપાં એમ સૌ ટોળે વળે, પછી હસ્તને આખો ગળે.
એમ ગળાતો પહોંચે તળ, માને ના અક્ષરિયું જળ;
જળમાં ઝોકાં ખાતો હસ્ત, કાગળ ના બોલે જે ત્રસ્ત;
લેખણ લાંબી વધતી જાય, રહે શાહી અક્ષર ઢોળાય.
ઢોળાયા અક્ષર ક્યાં જાય? આકળવિકળ બહુયે થાય;
હારબંધ ઊભા એ સહુ, કહે હસ્ત હું પંક્તિ લહું;
પંક્તિમાં ખોવાયો હાથ, કાગળ ક્યાં છે કોઈનો નાથ?
અક્ષરનો ત્યાં ઢગલો થયો, હસ્ત પછી માતેલો ભયો;
એમ વધુ એ લખતો જાય, લખતો લખતો લેખક થાય;
લેખક થાતાં લબકે પેન, અક્ષરટીપે ચઢતું ઘેન.
ઘેન થકી જાગે તો સમ, કલમ ન જાણે અક્ષર-ગમ;
તોય વધુ એ લખતો ફરે, અક્ષર એનો ચારો ચરે;
આખર તો એવું થૈ રહે, ડૂબે અક્ષર કલમો વ્હે.