ધ્વનિ/તને જોઈ જોઈ તો ય તું અજાણી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
| Line 21: | Line 21: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = આડે ઊભાં સાગ શાલ્મલી | ||
|next = | |next = સંગમાં રાજી રાજી | ||
}} | }} | ||
Latest revision as of 15:00, 6 May 2025
તને જોઈ જોઈ તો ય તું અજાણી
(જાણે) બીજને ઝરુખડે ઝૂકી’તી પૂર્ણિમા
ઝાઝેરો ઘૂમટો તાણી...
વ્યોમ ને વસુંધરાની કન્યા કોડામણી,
તું તો છે સંધ્યાની શોભા સોહામણી,
લોચને ભરાય તો ય દૂર દૂર ધામની,
વાયુની લ્હેર સમી અંગને અડી છતાં ય
બાહુને બંધ ના સમાણી ...
પોઢેલો મૃગ મારા મનનો મરુવને,
જલની ઝંકોર તારી જગવી ગૈ એહને;
સીમ સીમ રમતી તું ના’વતી જરી કને,
સાબરનાં નીતરેલ નીર તું ભલે હો, આજ
મારે તો ઝાંઝવાંનાં પાણી...
૨૭-૨-૪૭