અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/ભીંતે ચઢી છે: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|ભીંતે ચઢી છે|ભગવતીકુમાર શર્મા}} <poem> ઉદાસી આ સૂરજની આંખે ચઢી...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 14: Line 14:
{{Right|(છંદો છે પાંદડાં જેનાં, ૨૬-૯-૧૯૮૨)}}
{{Right|(છંદો છે પાંદડાં જેનાં, ૨૬-૯-૧૯૮૨)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = વગેરે
|next = સૉનેટદ્વય : ૧. પિતૃકંઠે
}}

Latest revision as of 12:02, 22 October 2021


ભીંતે ચઢી છે

ભગવતીકુમાર શર્મા

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચઢી છે.
તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.
જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચડી છે.
(છંદો છે પાંદડાં જેનાં, ૨૬-૯-૧૯૮૨)