અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/એવું કાંઈ નહીં!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 10: Line 10:
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,

સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો

તો ઝળઝળિયાં!
::::::::::::: તો ઝળઝળિયાં!
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ, પછી ફરફરતી યાદ;

એવું કાંઈ નહીં!
::::::::::::: એવું કાંઈ નહીં!
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ

કાળુંભમ્મર આકાશ અને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;

મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.

આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઈને આવે ઉન્માદ.

કોઈ ઝૂકી ઝરૂખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;

કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.

કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમરોમે સંવાદ,

{{Right|(છંદો છે પાંદડાં જેનાં, ૧૯૮૭, પૃ. ૯૬)}}

</poem>
</poem>
{{HeaderNav2
|previous =સૉનેટદ્વય : ૨. ફરીથી
|next = ચાલ્યા
}}

Latest revision as of 12:03, 22 October 2021

એવું કાંઈ નહીં!

ભગવતીકુમાર શર્મા

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં!
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં!
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં!
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ, પછી ફરફરતી યાદ;
એવું કાંઈ નહીં!
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં!
કાળુંભમ્મર આકાશ અને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઈને આવે ઉન્માદ.
એવું કાંઈ નહીં!
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં!
કોઈ ઝૂકી ઝરૂખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમરોમે સંવાદ,
એવું કાંઈ નહીં!
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં!
(છંદો છે પાંદડાં જેનાં, ૧૯૮૭, પૃ. ૯૬)