ભજનરસ/હે રામસભામાં: Difference between revisions

No edit summary
(Rechecking Formatting Done)
 
(3 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|  નીરખને ગગનમાં |  }}
{{Heading|  હે રામસભામાં |  }}


{{Block center|<poem>
{{Block center|<poem>
'''નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો,'''
'''રામસભામાં અમે રમવાને ગ્યા'તાં,'''  
'''તે જ હું તે જ હું શબ્દ બોલે,'''  
{{right|'''પસલી ભરીને રસ પીધો,}}
'''શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે,'''
{{right|'''હરિનો રસ પૂરણ પીધો.'''}}
'''અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે.'''  
'''પહેલો પિયાલો મારા, સદ્ગુરુએ પાયો,.'''
'''શ્યામ શોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી,'''  
{{right|'''બીજે પિયાલે રંગની રેલી,'''}}
'''અનંત ઓચ્છવમાં પંથ ભૂલી,'''  
'''ત્રીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો,'''
'''જડ ને ચૈતન્ય રસ કરી જાણવો,'''  
{{right|'''ચોથે પિયાલે થઈ છું ઘેલી.'''}}
'''પકડી પ્રેમ સંજીવન મૂળી.-'''  
'''રસબસ એકરૂપ થઈ રસિયા સાથે'''
'''ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં,'''  
{{right|'''વાત ન સૂઝે બીજી વાટે''' }}
'''હેમની કોરી જ્યાં નીસરે તોલે,'''  
'''મોટા જોગેશ્વર જેને સ્વપ્ન ન આવે,'''
'''સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે'''  
{{right|'''તે મારા મંદિરિયામાં મહાલે.''' }}
'''સોનાના પારણામાંહી ઝૂલે.-'''  
'''જે અખંડ દેવાતણ મારા સદ્ગુરુએ દીધાં,'''
'''બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી'''  
{{right|'''એક અખંડ સૌભાગી અમને કીધાં,'''}}
'''અચળ ઝળકે સદા અનળ દીવો,'''  
'''ભલે મળ્યાં મહેતા નરસિંહના સ્વામી,'''  
'''નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો,'''  
{{right|'''દાસી પરમ સુખ પામી.'''}}
'''વણ જિાએ રસ સરસ પીવો.-'''  
{{right|'''હરિનો રસ પૂરણ : પીધો.'''}}
'''અકળ અવિનાશી એ, નવ જ જાયે ક્લ્યો,'''
'''અરધ ઉરધની માંહે મહાલે,'''
'''નરસૈયાંનો સ્વામી સકળ વ્યાપી રહ્યો,'''
'''પ્રેમના તંતમાં સંત ઝાલે.'''
</poem>}}
</poem>}}
{{center|'''નીરખને ગગનમાં'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નરસિંહનું કહેવું માનીને આપણે માથું ઊંચું કરી નીરખીએ તો ગગનમાં કોઈ ‘તે જ હું, તે જ હું' શબ્દ બોલતું નજરે નથી ચડતું. ત્યારે શું આ ખાલી શબ્દોના ગબારા? પણ કદાચ નરસિંહ જે ગગનની વાત કરે છે તે ગગન જુદું હશે. વિજ્ઞાનીઓ તો કહે છે કે એક એક અણુની અંદર સૂર્યમાળાની જેમ પરમાણુઓ ઘૂમે છે અને એના પ્રમાણમાં અણુનું આકાશ બહારના આકાશ જેટલું જ વિશાળ છે. આપણી અંદર પણ આવું કોઈ આકાશ રહ્યું હોય તો? એને નીરખવા આપણે કોઈ વાર પ્રયત્ન કર્યો છે?
આપણે સહુ રમીએ તો છીએ -પણ તે રામસભામાં નહીં, કામસભામાં, કામનાઓના કૂંડાળામાં આપણી રમત શરૂ થાય છે ને પછી એ બંધન બની જાય છે, બોજો બની જાય છે, ત્રાસ બની જાય છે. એને બદલે ઘટઘટ વસતા રામ રમૈયા’ સંગે જે રમે છે તેની વાત ન્યારી છે. તેને માટે ખેલનો આનંદ અને આનંદનું મેદાન વિસ્તરતાં જાય છે. ઘડામોઢે કામનાના ઘૂંટડા ભરવા છતાં તૃપ્તિ થતી નથી પણ હિરનો રસ તો માત્ર પસલી ભરીને અંજલિ ભરીને પીવામાં આવે ત્યાં કોઠે દીવા થઈ જાય છે.  
અને આપણે પ્રયત્ન કરીએ તોપણ ખુલ્લું વિશાળ આકાશ દેખી ન શકાય. કારણ કે આપણે ઘણે ભાગે અહંના ભંડકિયામાં રહીએ છીએ અને સ્વાર્થની અંધારી, સાંકડી ગલીઓમાં જ આંટાફેરા મારીએ છીએ. ખુલ્લા મેદાનમાં આવ્યા વિના ખુલ્લું આકાશ પણ જોઈ ન શકાય. આજના માનવીને બહારનું આકાશ પણ પૂરું જોવા મળતું નથી, ત્યાં અંદરના આકાશની વાત શી કરવી? પણ મુક્તિનો શ્વાસ લેવો હોય, વિશ્વજ્યોતિનાં દર્શન કરવાં હોય, વિશ્વસંગીતના સૂર સાંભળવા હોય તો આ ગગનમાં નીરખ્યા વિના છૂટકો નથી.
અલ્પમાં, ક્ષુદ્રમાં, સ્વાર્થના ખાબોચિયામાં તો કાદવથી ખરડાવાનું ને સડી મરવાનું જ ભાગે આવે છે. મહમાં ડૂબકી મારવાથી જ જીવનનાં રત્નો હાથ આવે છે. શાહ અબ્દુલ લતીફનો ત્રણ ચરણનો દુહો છે :
કેવું છે આ ગગન?
એક જ પરમ ચૈતન્યનો ઉદ્ઘોષ ત્યાં થતો રહે છે. અત્યંત ક્ષુદ્ર અણુ ત્યાં પુકારી ઊઠે છે – તે જ હું. અત્યંત વિશાળ બ્રહ્માંડ ત્યાં બોલી ઊઠે છે તે જ હું. ત્યાં સદાય એકત્વ છે ને સદાય અસ્તિત્વ છે. વિનાશનો તો કોઈ સવાલ જે નથી. પણ અહંના નાશ વિના આ નિત્ય જીવનમાં પ્રવેશ મળતો નથી. એટલે નરસિંહ કહે છે ઃ 'શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે.' અહીં મરણ તો સામેથી માગવા જેવી વસ્તુ છે. અને મરજીવા સંતો જાણે છે કે જેનો આ મારસ ચાલી રહ્યો છે તે રસના અને રાસના અધિપતિ જેવું આ જગતમાં કોઈ પણ નથી. કણેકણમાંથી જે તત્ત્વ પુકારી ઊઠે છે ‘તે જ હું' એ જ તો છે કૃષ્ણ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''શ્યામીભૂત બ્રહ્મ મેં સંનિધત્તામ્'''}}
{{Block center|<poem>
'''સેવા કર સમુંડ જી, જિત જર વહેથો જાલ,'''
'''સએં વહન સીરમેં, માણક મોતી લાલ,'''
'''જે માસો જુડેઈ માલ, ત પૂજારા પૂર થિંઈ.'''
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પામી રહું શ્યામ બનેલ બ્રહ્મને.’
:‘સમુદ્રની સેવા કર, જેમાં અથોક પાણી વહે છે. સો સો ધારાઓમાં માણેક, મોતી, લાલ જેવાં રત્નો તણાતાં જાય છે. એક માસો જેટલી પણ રત્નકણી હાથ લાગી જાયને, તો પૂજારી, તું પૂર્ણ બની જઈશ.'
આ શ્યામ કેવા છે?
ચૈતન્યના રત્નાકારની એકાદ કણી પણ માણસને બસ થઈ પડે. હિરના રસનું એક ચાંગળું પણ જીવનને લીલુંછમ, હર્યુંભર્યું કરી દે. કબીરે કહ્યું :  
શ્યામ શોભા ઘણી
તેમની શોભાનો પાર નથી. તેમના મહિમાનો પાર પામવા જતાં બુદ્ધિ બિચારી હારી જાય છે. કોઈ રાજેશ્વરના મહલયમાં પ્રવેશ કરીએ તો દરવાજાથી માંડી દીવાનખાના સુધી એવી તો અપરંપાર સુંદર વસ્તુઓ જોવા મળે કે આપણે એને જ મુગ્ધ બની જોયા કરીએ; પછી મહારાજ સાથે મુલાકાત કરવાનું તો રહી જ જાય. અહીં આવીને જે કામ પહેલું કરવાનું તેને આપણે વિસારે પાડી દઈએ છીએ. અને ત્યાં તો વિદાય લેવાનો સમય થઈ જાય છે. અનંત આંગણ, અનંત ઓચ્છવ - તેમાં બુદ્ધિ માર્ગ ન ભૂલે. તો જ એની બલિહારી.
તે પણ આવો અનંત વૈભવ જોઈ નરસિંહ ભૂલ ખાય એમ નથી. શ્યામનો પરિચય કરવાનો એક રસ્તો તેણે બતાવ્યો શ્યામના ચરણમાં મરણ.' પણ એટલું પૂરતું નથી. મરીને જીવતા થવાની સંજીવની એ આપણા હાથમાં આપે છે :
'''પકડી પ્રેમ સજીવન મૂળી.'''
પ્રેમનું મૂળ મળી જાય તો જડ અને ચેતનને તે પોતાના અમૃત રસથી રસી દે. વૃક્ષ જેમ ઊંડાં મૂળ નાખીને પૃથ્વીની માટીને ચેતનથી ફોરમતા ફૂલમાં ને રસથી ઊભરતા ફલમાં પલટાવી નાખે છે એમ જ માણસના હૃદયમાં ઊંડો, સાચો પ્રેમ જાગે તો તે રાંજીવનીનું કાર્ય કરે. પ્રકૃતિ જડને રસમય તો કરે છે, પણ એ રસ સાથે પરમ ચૈતન્યના વિશુદ્ધ રસને મેળવવાનું કાર્ય આપણું છે. ઉપનિષદ એને મધુવિઘા કહે છે. ફૂલોના કાચા રસને મધમાખી પોતાની આંતરક્રિયાથી મધમાં પલટાવી નાખે છે. આપણે પણ એ રીતે સૃષ્ટિના વિવિધ રસને એક પરિપક્વ મધુરતામાં પલટી નાખીએ ત્યારે જીવનનું કાર્ય પૂરું થાય. વૈદિક ઋષિ સૂર્યને કહે છે દેવમધુ. આ દેવમધુને આત્માના અમૃતથી સીંચી દેવાનું કાર્ય કરે છે ઋષિની વાણી. નરસિંહની વાણી આ પદમાં એવું જ મધુકાર્ય કરે છે અને સૂર્યપ્રકાશને આનંદરસથી સભર કરી દે છે. કોઈ અદ્ભુત પ્રેરણાના સ્પર્શથી નરિસંહ ગાઈ ઊઠે છે :
'''ઝળહળ જ્યોત ઉદ્યોત... પારણામાંહી ઝૂલે.'''
જે બીજ પૃથ્વીમાં ઊંડે દટાઈ જાય છે, જે મૂળ ઊંડે ને ઊંડે અંધકારમાં જીવન જળની, 'આબે હયાત'ની તલાશ કરે છે તેને ઉપરથી સૂર્યનું આમંત્રણ આવે જ છે. અને ધરતીમાંથી પ્રગટતી અંકુરની લીલી ધ્વજા એ સૂર્યલોકમાં ચેતનનું પહેલું પગલું છે. આકાશવ્યાપી ‘તે જ હું' શબ્દનો એક તરણામાંથી સંભળાતો પહેલો ઉદ્ગાર છે. જેવું બહારના જગતમાં, એવું જ આત્મિક ભૂમિકામાં. સૂર્યોદય વેળા ક્ષિતિજના પારણામાંથી સૂર્યનું મુખ બહાર આવે ને બધું સોનાના રસથી રસાઈ જાય. સોનું એટલે તો પૃથ્વીની અત્યંત તેજસ્વી ને મૂલ્યવાન ધાતુ. માણસનું હૃદય એવું ઉજ્વળ, નિર્મળ બની જાય તો એ સોનાના પારણામાંથી સચ્ચિદાનંદનો મીઠો કિલકાર સંભળાય. અને પછી તો હ્રદય હૃદયમાંથી પણ એનો જ સૂર ઉછાળા મારતો આવે.  
આ વિશ્વના મૂળમાં એક દૂધમલ બાળક જેવું અદોષ ને આનંદમય તત્ત્વ રમતું રહે છે. માણસ પોતે એ બાળક જેવો બની જાય ત્યારે એ દર્શન સ્પષ્ટ થાય છે. અહીં થયા વિના કશું પામી શકાતું નથી. ગોરખની વાણી છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''બસતી ન સૂયં, સૂયં બસતી,'''  
'''સર્વે રસાયણ મેં કિયા, હંરિસા ઔર કોઈ,'''
{{right|'''અગમ અગોચર ઐસા,'''}}
'''તિલ ઇફ ઘટમેં સંચરે, તો સબ તન ક્ચન હોઈ'''
'''ગગન સિખર મંહી બાલક બોલે'''
{{right|'''તાકા નામ ધરહુગે કૈસા?'''}}
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પરમ તત્ત્વને છે' કહો કે ‘નથી' કહો તેમાં કશો ફેર પડતો નથી. એ બુદ્ધિથી અગમ્ય છે. ગગન શિખરમાં — શૂન્યમાં એક નિત્ય નવું તત્ત્વ આકાર ધરીને પ્રગટતું રહે છે. તેને કયા નામથી ઓળખશો? આ શિશુની સંગાથે યોગી ગોરખ અને ભક્ત નરસિંહ એકસરખા આનંદથી ખેલે છે. આ આનંદ એક વાર જાગ્યો પછી પોઢી જતો નથી. આ આનંદને પછી કોઈ આધારની જરૂર પડતી નથી. આ આનંદનો દીવો તો સ્વયંભૂ છે ને સદાય પ્રકાશે છે.
પસલી ભરીને પીતાં જ પરમ તૃપ્તિ – એવો ઘાટ છે. હિરનો આ પૂરણ રસ કેવી રીતે પામી શકાય?
નરસિંહ આ ભજનમાં કશો ઉપદેશ નથી આપતા, પોતાનો અનુભવ કહે છે. એક કૃષ્ણભક્ત ‘રામસભામાં રમવાની’ વાત કરે તેમાં કશું અજુગતું નથી. એની કૃષ્ણભક્તિની વિશાળતા જ છે. મીરાંએ પણ ‘મેરી મન રામહિ રામ રટે' અને ‘પાયોજી હૈં તો રામ રતનધન પાયો' ગાયું છે. સાંપ્રદાયિકતા ને સંકીર્ણતા તો પાછળથી પ્રવેશ્યાં છે. પહેલાં સદ્ગુરુ પાસેથી હિરનામનો પ્યાલો લઈ હોઠે માંડ્યો. નામસ્મરણ કરતાં કરતાં વિરહ જાગ્યો. મીરા લાગો રંગ હિર.' ત્રીજે પ્યાલે તો રસની ખુમારી રગે રગમાં વ્યાપી ગઈ, અને ચોથે પ્યાલે પોતાનું ભાન જ ન રહ્યું. રસબસ એકરૂપ થઈ રસિયા સાથે' રસના પીનારનું અલગ અસ્તિત્વ જ ન રહ્યું. પ્રેમની ચાર ભૂમિકાઓ છે : દ્વૈત, દ્વૈત-અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત અને અદ્વૈત. ભક્ત જ્યારે પ્રેમરાજ્યમાં, રામસભામાં રમવા આવે છે ત્યારે તે લીલાશ્રવણ, લીલાદર્શન, લીલાપ્રવેશ અને લીલામયતા એમ ચાર અવસ્થાઓમાંથી પસાર થાય છે. હિરનો રસ વધુ ને વધુ ગાઢ બનતો જાય છે ત્યારે તે ભાવરૂપ ધારણ કરે છે. ભક્તનો ભાવદેહ બંધાય છે. ભાવદેહ દ્વારા હિરની અલૌકિક લીલાનો તે સાથી બને છે અને અંતે એ લીલામાં તન્મય બની જાય છે. ૨સ અને ભાવના પણ અનેક પ્રકાર છે. તેમાં દાસ્ય, સખ્ય, વાત્સલ્યને બદલે આપણો નરસિંહ મધુર ભાવનો ઉપાસક છે. શૃંગાર રસનું જે અતીન્દ્રિય દિવ્ય સ્વરૂપ તે ઉજ્વલ રસ. તેને પામવાનાં ચાર પગથિયાં છે :
પહેલાં તો હિરનામ જીભથી લેવામાં આવે છે. પછી કશો ઉચ્ચાર નહીં, માત્ર હોઠ ફફડે એ રીતે ગદ્ગદ કંઠથી જપ ચાલે છે. કંઠમાંથી જપ શબ્દોને સ્થાને ભાવને સાકાર કરતો હ્રદયમાં ઉતારે છે. ત્યાંથી તે નાભિમાં સરે છે ત્યારે સાધકનું વ્યક્તિત્વ જ ભાવમાં ઓગળી જાય છે. દેહભાનની ન્યૂનતા થતી આવે ને ચૈતન્યની જાગૃતિ થતી જાય તેનો અનુભવ શરીરમાં આ સ્થાનોમાં થાય છે. રામસનેહી સંપ્રદાયના સ્થાપક સ્વામી રામચરણજીએ નામ સ્મરણ કરતાં કરતાં કેવી અવસ્થાઓ થાય છે તેનું સવિસ્તર વર્ણન કર્યું છે. તેમાંથી થોડું જોઈએ :
{{Poem2Close}}
{{Block center|'''<poem>(૧){{gap|1em}}પ્રથમ નામ સતગુરુએ પાયા, શ્રવણ સુન કે નેહ ઉપજાયા,
{{gap|2em}}પુનિ રસના કી શ્રદ્ધા જાગી, રામરટન નિસિવાસર લાગી.
(૨){{gap|0.85em}} કઈ દિવસ રસના રસ ગટક્યો, પીછે શબ્દ કંઠમેં અટક્યો,
{{gap|2em}}કંઠસ્થાન બહૂત કઠિનાઈ, મુખ સૂં બચન ન બોલ્યો જાઈ.
(૩) {{gap|0.85em}}એક દિવસ ઐસી બન આઈ, શબ્દ સરક ગયો હિરદય માંઈ,
{{gap|2em}}પરમ સુક્ષ્મ હિરદે પરકાસા, જ્યે રબિ કીન્હોં તમકો નાસા.
{{gap|2em}}જાગ્યો પ્રેમ નેમ રહ્યો નાહીં, પાઈ રામ ઘામ ઘટ માંહી,
{{gap|2em}}ઉર અસ્થાન પાય વિશ્રામા, શબ્દ કિયા જાય નાભિ મુકામા.
(૪){{gap|0.85em}} નાભિ કમલ મેં શબ્દ ગુંજારે, નૌ સો નારી મંગલ ઉચારે,
{{gap|2em}}રોમ રોમ ઝણકાર ઝણુૐ, જૈસે જંતર તાત ઠહ્યુકે,
{{gap|2em}}ત્રિકૂટિ સંગમ કિયા સનાના, જાય ચઢ્યા ચૌથે અસ્થાના,
{{gap|2em}}જહાં નિરંજન તખ્ત બિરાજૈ, જ્યોતિ પ્રકાશ અનંત રવિ રાજે,</poem>'''}}
{{Poem2Open}}
નિર્ગુણ સંતો જ્યાં નિરંજનની જ્યોતિમાં મગ્ન બની જાય છે ત્યાં સગુણ સંતો એ જ્યોતિને જ લીલાવપુ ધારી રમતી નિહાળે છે. નરસિંહે ગાયું : ‘મોટા જોગેશ્વર જેને સ્વપ્ન ન આવે, તે મારા મંદિરિયામાં માલે.' પદમાં જ્યાં રસિયા સાથે રસબસ એકરૂપ થવાની વાત આવે છે ત્યાં પેલા જોગેશ્વરને જ નરસિંહે શા માટે યાદ કર્યા? જોગીની સ્મશાન જેવી વૈરાગ્યભૂમિથી પ્રેમીની ગહેકતી કુંજગલી કેવી જુદી પડી જાય છે, એ તરફ ઇશારો હશેને? ‘ભ્રમર ગીત'માં સૂરદાસે ‘ગોકુલ ગાંવકો પૈડો હી ત્યારો,' બાવતાં ગાયું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી'''  
'''મધુકર, કૌન ગાંવ રીતિ?'''
'''અચળ ઝળકે સદા અનળ દીવો.'''
'''બ્રવતિન કો જોગકથા તુમ કહત સર્વે બિપરીતિ.'''
'''જા સિર ફૂલ ફૂલેલિ મેલિ કે, હરિ કર ગ્રંથૈ મારી,'''
'''તા સિર ભસ્મ મસાન કા સેવન, જટા કરન આધારી?'''
'''જા તન કો મૃગમદ ઘિસિ ચંદન સૂછમ પટ પહિરાએ'''
'''તા તન કો મૃગ અજિન પુરાતન દૈ ધ્વજનાથ પઠાએ?'''
'''વે અબિનાસી જ્ઞાન ઘટેગો, યહિ બિધિ જોગ સિખાએ,'''
'''કરે ભોગ ભરપૂર 'સૂર' તહું જોગ કરન બ્રજ આએ?'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કહે છે કે અગાઉ મંત્રશક્તિથી યજ્ઞની જ્યોત પ્રગટ થતી. નરસિંહની સહજ ને સમર્થ વાણી કોઈના અંતરની યજ્ઞભૂમિમાં અજવાળું કરી દે તો ના નહીં.
:‘કહે તો ભ્રમર, આવી તે કયા ગામની રીત છે? વ્રજની યુવતીઓને તું જે યોગની કથા કહે છે, (આડકતરું ઉદ્ધવને સંબોધી) એ તો સાવ ઊલટી વાત છે.  
:જે માથામાં હરિએ પોતાને હાથે સુગંધિત તેલ સીંચ્યું અને વાળ ઓળી વેણી ગૂંથી તે માથા પર સ્મશાનની રાખ ચોળવાનો, જટા વધારવાનો અને હાથમાં ધ્યાનનું સાધન આધારી રાખવાનો તું ઉપદેશ આપે છે?
:જે શરીરને પોતાને હથે કસ્તૂરી ચંદનનો અંગરાગ લગાડ્યો હતો, ઝીણાં પટ્ટુલ પહેરાવ્યાં હતાં તેને માટે જૂનું પુરાણું મૃગચર્મ લઈને રિએ તને મોક્લ્યો?
:રીતે યોગ શીખવવામાં આવશે તો પેલા અવિનાશી — અમૃતથી સભર જ્ઞાનમાં ખોટ આવશે. જ્યાં હરિએ ભોગથી ભરપૂર લીલા કરી ત્યાં જ, વ્રજમાં જ તું યોગ કરવા આવ્યો, એમ?'
અખંડ જ્યોતિનું ધ્યાન ધરનાર જોગેશ્વરને અંતે પરમ પદ મળે, પરમ બોધ મળે, પણ હિરવરે જેને અખંડ સૌભાગી કીધાં હોય એમને તો નિત ઊઠી હાસવિલાસ, ‘પરમ સુખ’. શુષ્ક જ્ઞાન અને વેરાગી યોગને સ્થાને ૫૨મ તત્ત્વને પામવા માટે ઘણા સાધકોએ પ્રેમયોગ અપનાવ્યો છે એક વેળા આ દેશમાં સહજયાની સિદ્ધોની બોલબાલા હતી ત્યારે શૂન્યને પુરુષ અને કરુણાને સ્ત્રીરૂપે કલ્પી તેમના સંપૂર્ણ મિલનને મહાસુખ' કહેવામાં આવ્યું હતું. હિંદુ ધર્મનું પુનરુત્થાન થયું ત્યારે શૂન્ય-કરુણા તે શિવ-પાર્વતી અને રાધા-કૃષ્ણમાં લય પામી ગયાં લાગે છે. શબર-શબરીના ઉન્મત્ત શૃંગાર દ્વારા જે અતીન્દ્રિય પ્રેમ વર્ણવવામાં આવતો તેણે વૃંદાવનની ભૂમિમાં ઊંડાં મૂળ રોપ્યાં. શબરીનાં આભૂષણ મોર્નિંગ પિચ્છ પરિહિણ શબરી ગીવત ગુજરિ માલી.’‘મોરપિચ્છ પહેર્યું શબરીએ, ગળે ગુંજામાલા.' જોતાં વૃન્દાવનની યાદ તાજી થાય છે. પ્રેમોન્મત્ત યોગનો આ જાદુ એવો તો છવાઈ ગયો લાગે છે કે જૈન મુનિ આનંદઘન પણ ચકચૂર બની ગાઈ ઊઠે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''‘બિન નયનન છબી દેખના,'''  
'''મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગનિ પરજાલિ,'''
'''બિન સ્રવનન ઝનકારી'''  
'''તન ભાઠી અઘટાઈ પીઅ કસ, જાગે અનુભવ લાલી.'''
 
'''અગમ પીઆલા પીઓ મતવાલા, ચીને અધ્યાતમ વાસા,'''
'''આનંદધન ચેતન હૈ ખેલે, દેખે લોક તમાસા,'''  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આવું અરૂપનું દર્શન અને અશ્રુતનું શ્રવણ સંતોએ અનેકવાર ગાયું છે. અનાહત નાદ અને અલૌકિક દર્શનના શબ્દો ઘસાઈને ઘાટ વિનાના અર્થ વિનાના બની ગયા છે. પણ જ્યારે એને કવિતાનો સ્પર્શ થઈ જાય છે ત્યારે એ જીવતા બની જાય છે. નરસિંહની આ સચ્ચિદાનંદ આનંદ ક્રીડા' સાથે કબીરનો આનંદહિંદોલ જરા જોવા જેવો છે :
નરસિંહમાં આ રસબસ કરતો પિયાલો' અને પરમ સુખ' ક્યાંથી આવ્યાં હશે? પહેલો પિયાલો મારા સદ્ગુરુએ પાયો – એવો પ્યાલો પાવાની પરંપરા વૈષ્ણવોમાં તો નથી, પણ સૌરાષ્ટ્રના સાધુઓમાં એક પરંપરા ચાલી આવે છે. શિષ્યને મંત્રદીક્ષા આપતાં ગુરુ પોતાના પગનો અંગૃહો દૂધ અને પાણીથી ધોઈ એની ત્રણ અંજલિ પોતાના હાથમાં લઈ શિષ્યને પાય છે એને ગુરુનો પ્યાલો કહે છે. મધ્યકાલીન સંતો પહેલાં સહજયાની સિદ્ધોએ ગુરુમહિમા ખૂબ ગાયો છે અને ગુરુ-ઉપદેશને અમૃતપાન ગયું છે. સરહપાની વાણી છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''કરત કલ્લોલ દરિયાવ કે બીચ મેં'''
'''ગુરુઉપદેશે અમૃત-રસ ધાઈ ન પીયેઉ જેહિ,'''  
'''બ્રહ્મ કી છૌલ મેં હંસ ઝૂલે,'''
'''બહુ શાસ્ત્રાર્થ મરુસ્થલહિ તૃષિવૈ મરેઉ તેહિ.'''
'''અર્ધ ઔ ઉર્ધ્વ કી ગેંગ બાઢી તહાં'''
'''પલટ મન પવન કો વ્રલ ફૂલે.'''
'''ગગન ગઐ તહાં સદા પાવસ ઝરે'''
'''હોત ઝનકાર નિત બજત તૂરા,'''
'''બેદ-કરેબ કી ગર્મી નાહીં તહાં'''
'''કહૈ બ્બીર કોઈ રમૈ સૂરા.'''
'''ગગન કી ગુફા તહેં ગૈબ કા ચાંદના'''
'''ઉદય ઔર અસ્ત કા નામ નાહીં''',
'''દિવસ ઓ રેન તહુઁ નેક નહિ પાઈએ'''  
'''પ્રેમ-પરકાસ કે સિન્ધુ માંહી.'''
'''સદા આનંદ, દુખદંદ વ્યાપે નહીં,'''
'''પૂરનાનન્દ ભરપૂર દેખા,'''
'''ભર્મ ઔર ભ્રાન્તિ તહુઁ નેક આવે નહીં,'''
'''કહૈ કબીર રસ એક પેખા,'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બ્રહ્મ કી છૌલ' બ્રહ્મના ઝૂલામાં કબીરનો આતમહંસ ઝૂલે છે, તો અહીં નરસિંહના શુદ્ધ હૃદયના પારણામાં બ્રહ્મ પોતે બાળક બનીને ઝૂલી રહે છે. માત્ર સગુણથી તેને સંતોષ નથી. સંગુણને એ સાકાર રૂપે પામે ત્યારે જ એને સુખ વળે. નરસિંહ પર કબીર ને નામદેવની પૂરી અસર લાગે છે. કોઈ નિત્ય-લીલાની ભૂમિમાં એને કબીર અને નામદેવનો ભેટો થઈ જાય તો એ બંનેના હાથ પકંડી મિલાવ્યા વિના રહે.  
જયદેવ-ચંડીદાસ-વિદ્યાપતિએ વૈષ્ણવી પ્રેમસાધનાને જે રૂપ આપ્યું. તેની પાછળ બંગાળના સહજયાની બૌદ્ધોનો ઘણો વારસો છે. તળાજા અને ગિરનારની છાયા પણ પોતાના વારસાને એમ ને એમ તો લુપ્ત થવા દે. નરસિંહના કંઠે ભૂમિનો વારસો નવજીવન પામ્યો લાગે છે. કબીરનો પ્રાણ નિર્ગુણમાં ઠર્યો, નરસિંહને સગુણ-સાકારની લગની લાગી. પણ બંનેનાં ઘાયલ દિલમાં તો આ ભૂમિની વિવિધ સાધનાને ઘોળી ઘોળીને મહાકાળે અમૃતરસ પાયો છે :  
નરસિંહનો આરાધ્ય કોઈ મૂર્તિમાં કે મંદિરમાં વસી રહ્યો હશે એમ માની બેસવાની આપણે ભૂલ ન કરીએ એટલા માટે એ આપણને કહી દે છે : 'નરસૈંયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો.' એ સર્વત્ર-વ્યાપી છે. ઊર્ધ્વ એટલે ૫૨મ શુદ્ધ ચૈતન્યની ભૂમિકા, અધઃ એટલે ત્રિગુણમયી પ્રકૃતિની ભૂમિકા; આમ ઉરધ ને અરધ, બંનેમાં એક જ અગમ્ય અવિનાશી રમી રહ્યો છે. આપણે તરત જ પૂછવાનાઃ ‘ત્યારે દેખાતો કેમ નથી?' આપણે આવો સવાલ પૂછીશું એ સમજીને જ નરસિંહે ફરી પેલા પ્રેમના તંતુ ભણી ઇશારો કર્યો છે : ‘પ્રેમના તંતમાં સંત ઝાલે' સંતો આવું પ્રેમરસાયન પીતાં અને પાતાં આ મૃત્યુલોકને અમૃતથી ભર્યા ભરપૂર રસનું ધામ બનાવી ગયા છે. અને આપણા માટે માત્ર બારણાં ખુલ્લાં મૂકતા જ નથી ગયા, પણ વારંવાર પ્રેમની હાક. મારી આ ઓચ્છવમાં સામેલ થવા બોલાવતા રહ્યા છેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''આપા-પર સબ, દૂરિ કરિ,'''
'''પી લે પ્યાલા, હો મતવાલા,'''
{{right|'''રામનામ રસ લાગ,'''}}
{{gap}}'''પ્યાલા પ્રેમ અમીરસ કા રે.'''
'''દાદૂ ઔસર જાત, હૈ,'''
{{right|'''જાગિ સકે તો જાણ'''}}
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
વધારે નહીં. એક પસલી ભરીને જ આ રસ પી લઈએ તો?
{{Poem2Close}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous = એક તું શ્રીહરિ
|previous = નીરખને ગગનમાં
|next = અનંત જુગ વીત્યા
|next = અનંત જુગ વીત્યા
}}
}}

Latest revision as of 03:16, 28 May 2025

હે રામસભામાં

રામસભામાં અમે રમવાને ગ્યા’તાં,
પસલી ભરીને રસ પીધો,
હરિનો રસ પૂરણ પીધો.
પહેલો પિયાલો મારા, સદ્ગુરુએ પાયો,.
બીજે પિયાલે રંગની રેલી,
ત્રીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો,
ચોથે પિયાલે થઈ છું ઘેલી.
રસબસ એકરૂપ થઈ રસિયા સાથે
વાત ન સૂઝે બીજી વાટે
મોટા જોગેશ્વર જેને સ્વપ્ન ન આવે,
તે મારા મંદિરિયામાં મહાલે.
જે અખંડ દેવાતણ મારા સદ્ગુરુએ દીધાં,
એક અખંડ સૌભાગી અમને કીધાં,
ભલે મળ્યાં મહેતા નરસિંહના સ્વામી,
દાસી પરમ સુખ પામી.
હરિનો રસ પૂરણ : પીધો.

આપણે સહુ રમીએ તો છીએ -પણ તે રામસભામાં નહીં, કામસભામાં, કામનાઓના કૂંડાળામાં આપણી રમત શરૂ થાય છે ને પછી એ બંધન બની જાય છે, બોજો બની જાય છે, ત્રાસ બની જાય છે. એને બદલે ઘટઘટ વસતા રામ રમૈયા’ સંગે જે રમે છે તેની વાત ન્યારી છે. તેને માટે ખેલનો આનંદ અને આનંદનું મેદાન વિસ્તરતાં જાય છે. ઘડામોઢે કામનાના ઘૂંટડા ભરવા છતાં તૃપ્તિ થતી નથી પણ હિરનો રસ તો માત્ર પસલી ભરીને — અંજલિ ભરીને પીવામાં આવે ત્યાં કોઠે દીવા થઈ જાય છે. અલ્પમાં, ક્ષુદ્રમાં, સ્વાર્થના ખાબોચિયામાં તો કાદવથી ખરડાવાનું ને સડી મરવાનું જ ભાગે આવે છે. મહમાં ડૂબકી મારવાથી જ જીવનનાં રત્નો હાથ આવે છે. શાહ અબ્દુલ લતીફનો ત્રણ ચરણનો દુહો છે :

સેવા કર સમુંડ જી, જિત જર વહેથો જાલ,
સએં વહન સીરમેં, માણક મોતી લાલ,
જે માસો જુડેઈ માલ, ત પૂજારા પૂર થિંઈ.

‘સમુદ્રની સેવા કર, જેમાં અથોક પાણી વહે છે. સો સો ધારાઓમાં માણેક, મોતી, લાલ જેવાં રત્નો તણાતાં જાય છે. એક માસો જેટલી પણ રત્નકણી હાથ લાગી જાયને, તો પૂજારી, તું પૂર્ણ બની જઈશ.’

ચૈતન્યના રત્નાકારની એકાદ કણી પણ માણસને બસ થઈ પડે. હિરના રસનું એક ચાંગળું પણ જીવનને લીલુંછમ, હર્યુંભર્યું કરી દે. કબીરે કહ્યું :

સર્વે રસાયણ મેં કિયા, હંરિસા ઔર ન કોઈ,
તિલ ઇફ ઘટમેં સંચરે, તો સબ તન ક્ચન હોઈ

પસલી ભરીને પીતાં જ પરમ તૃપ્તિ – એવો ઘાટ છે. હિરનો આ પૂરણ રસ કેવી રીતે પામી શકાય? નરસિંહ આ ભજનમાં કશો ઉપદેશ નથી આપતા, પોતાનો અનુભવ કહે છે. એક કૃષ્ણભક્ત ‘રામસભામાં રમવાની’ વાત કરે તેમાં કશું અજુગતું નથી. એની કૃષ્ણભક્તિની એ વિશાળતા જ છે. મીરાંએ પણ ‘મેરી મન રામહિ રામ રટે’ અને ‘પાયોજી હૈં તો રામ રતનધન પાયો’ ગાયું છે. સાંપ્રદાયિકતા ને સંકીર્ણતા તો પાછળથી પ્રવેશ્યાં છે. પહેલાં સદ્ગુરુ પાસેથી હિરનામનો પ્યાલો લઈ હોઠે માંડ્યો. નામસ્મરણ કરતાં કરતાં વિરહ જાગ્યો. મીરા લાગો રંગ હિર.’ ત્રીજે પ્યાલે તો રસની ખુમારી રગે રગમાં વ્યાપી ગઈ, અને ચોથે પ્યાલે પોતાનું ભાન જ ન રહ્યું. રસબસ એકરૂપ થઈ રસિયા સાથે’ રસના પીનારનું અલગ અસ્તિત્વ જ ન રહ્યું. પ્રેમની ચાર ભૂમિકાઓ છે : દ્વૈત, દ્વૈત-અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત અને અદ્વૈત. ભક્ત જ્યારે પ્રેમરાજ્યમાં, રામસભામાં રમવા આવે છે ત્યારે તે લીલાશ્રવણ, લીલાદર્શન, લીલાપ્રવેશ અને લીલામયતા એમ ચાર અવસ્થાઓમાંથી પસાર થાય છે. હિરનો રસ વધુ ને વધુ ગાઢ બનતો જાય છે ત્યારે તે ભાવરૂપ ધારણ કરે છે. ભક્તનો ભાવદેહ બંધાય છે. ભાવદેહ દ્વારા હિરની અલૌકિક લીલાનો તે સાથી બને છે અને અંતે એ લીલામાં તન્મય બની જાય છે. ૨સ અને ભાવના પણ અનેક પ્રકાર છે. તેમાં દાસ્ય, સખ્ય, વાત્સલ્યને બદલે આપણો નરસિંહ મધુર ભાવનો ઉપાસક છે. શૃંગાર રસનું જે અતીન્દ્રિય દિવ્ય સ્વરૂપ તે આ ઉજ્વલ રસ. તેને પામવાનાં ચાર પગથિયાં છે : પહેલાં તો હિરનામ જીભથી લેવામાં આવે છે. પછી કશો ઉચ્ચાર નહીં, માત્ર હોઠ ફફડે એ રીતે ગદ્ગદ કંઠથી જપ ચાલે છે. કંઠમાંથી જપ શબ્દોને સ્થાને ભાવને સાકાર કરતો હ્રદયમાં ઉતારે છે. ત્યાંથી તે નાભિમાં સરે છે ત્યારે સાધકનું વ્યક્તિત્વ જ ભાવમાં ઓગળી જાય છે. દેહભાનની ન્યૂનતા થતી આવે ને ચૈતન્યની જાગૃતિ થતી જાય તેનો અનુભવ શરીરમાં આ સ્થાનોમાં થાય છે. રામસનેહી સંપ્રદાયના સ્થાપક સ્વામી રામચરણજીએ નામ સ્મરણ કરતાં કરતાં કેવી અવસ્થાઓ થાય છે તેનું સવિસ્તર વર્ણન કર્યું છે. તેમાંથી થોડું જોઈએ :

(૧)પ્રથમ નામ સતગુરુએ પાયા, શ્રવણ સુન કે નેહ ઉપજાયા,
પુનિ રસના કી શ્રદ્ધા જાગી, રામરટન નિસિવાસર લાગી.
(૨) કઈ દિવસ રસના રસ ગટક્યો, પીછે શબ્દ કંઠમેં અટક્યો,
કંઠસ્થાન બહૂત કઠિનાઈ, મુખ સૂં બચન ન બોલ્યો જાઈ.
(૩) એક દિવસ ઐસી બન આઈ, શબ્દ સરક ગયો હિરદય માંઈ,
પરમ સુક્ષ્મ હિરદે પરકાસા, જ્યે રબિ કીન્હોં તમકો નાસા.
જાગ્યો પ્રેમ નેમ રહ્યો નાહીં, પાઈ રામ ઘામ ઘટ માંહી,
ઉર અસ્થાન પાય વિશ્રામા, શબ્દ કિયા જાય નાભિ મુકામા.
(૪) નાભિ કમલ મેં શબ્દ ગુંજારે, નૌ સો નારી મંગલ ઉચારે,
રોમ રોમ ઝણકાર ઝણુૐ, જૈસે જંતર તાત ઠહ્યુકે,
ત્રિકૂટિ સંગમ કિયા સનાના, જાય ચઢ્યા ચૌથે અસ્થાના,
જહાં નિરંજન તખ્ત બિરાજૈ, જ્યોતિ પ્રકાશ અનંત રવિ રાજે,

નિર્ગુણ સંતો જ્યાં નિરંજનની જ્યોતિમાં મગ્ન બની જાય છે ત્યાં સગુણ સંતો એ જ્યોતિને જ લીલાવપુ ધારી રમતી નિહાળે છે. નરસિંહે ગાયું : ‘મોટા જોગેશ્વર જેને સ્વપ્ન ન આવે, તે મારા મંદિરિયામાં માલે.’ આ પદમાં જ્યાં રસિયા સાથે રસબસ એકરૂપ થવાની વાત આવે છે ત્યાં પેલા જોગેશ્વરને જ નરસિંહે શા માટે યાદ કર્યા? જોગીની સ્મશાન જેવી વૈરાગ્યભૂમિથી પ્રેમીની ગહેકતી કુંજગલી કેવી જુદી પડી જાય છે, એ તરફ ઇશારો હશેને? ‘ભ્રમર ગીત’માં સૂરદાસે ‘ગોકુલ ગાંવકો પૈડો હી ત્યારો,’ બાવતાં ગાયું છે :

મધુકર, કૌન ગાંવ રીતિ?
બ્રવતિન કો જોગકથા તુમ કહત સર્વે બિપરીતિ.
જા સિર ફૂલ ફૂલેલિ મેલિ કે, હરિ કર ગ્રંથૈ મારી,
તા સિર ભસ્મ મસાન કા સેવન, જટા કરન આધારી?
જા તન કો મૃગમદ ઘિસિ ચંદન સૂછમ પટ પહિરાએ
તા તન કો મૃગ અજિન પુરાતન દૈ ધ્વજનાથ પઠાએ?
વે અબિનાસી જ્ઞાન ઘટેગો, યહિ બિધિ જોગ સિખાએ,
કરે ભોગ ભરપૂર ‘સૂર’ તહું જોગ કરન બ્રજ આએ?

‘કહે તો ભ્રમર, આવી તે કયા ગામની રીત છે? વ્રજની યુવતીઓને તું જે યોગની કથા કહે છે, (આડકતરું ઉદ્ધવને સંબોધી) એ તો સાવ ઊલટી વાત છે.
જે માથામાં હરિએ પોતાને હાથે સુગંધિત તેલ સીંચ્યું અને વાળ ઓળી વેણી ગૂંથી તે માથા પર સ્મશાનની રાખ ચોળવાનો, જટા વધારવાનો અને હાથમાં ધ્યાનનું સાધન આધારી રાખવાનો તું ઉપદેશ આપે છે?
જે શરીરને પોતાને હથે કસ્તૂરી ચંદનનો અંગરાગ લગાડ્યો હતો, ઝીણાં પટ્ટુલ પહેરાવ્યાં હતાં તેને માટે જૂનું પુરાણું મૃગચર્મ લઈને રિએ તને મોક્લ્યો?
આ રીતે યોગ શીખવવામાં આવશે તો પેલા અવિનાશી — અમૃતથી સભર જ્ઞાનમાં ખોટ આવશે. જ્યાં હરિએ ભોગથી ભરપૂર લીલા કરી ત્યાં જ, વ્રજમાં જ તું યોગ કરવા આવ્યો, એમ?’

અખંડ જ્યોતિનું ધ્યાન ધરનાર જોગેશ્વરને અંતે પરમ પદ મળે, પરમ બોધ મળે, પણ હિરવરે જેને અખંડ સૌભાગી કીધાં હોય એમને તો નિત ઊઠી હાસવિલાસ, ‘પરમ સુખ’. શુષ્ક જ્ઞાન અને વેરાગી યોગને સ્થાને ૫૨મ તત્ત્વને પામવા માટે ઘણા સાધકોએ પ્રેમયોગ અપનાવ્યો છે એક વેળા આ દેશમાં સહજયાની સિદ્ધોની બોલબાલા હતી ત્યારે શૂન્યને પુરુષ અને કરુણાને સ્ત્રીરૂપે કલ્પી તેમના સંપૂર્ણ મિલનને મહાસુખ’ કહેવામાં આવ્યું હતું. હિંદુ ધર્મનું પુનરુત્થાન થયું ત્યારે શૂન્ય-કરુણા તે શિવ-પાર્વતી અને રાધા-કૃષ્ણમાં લય પામી ગયાં લાગે છે. શબર-શબરીના ઉન્મત્ત શૃંગાર દ્વારા જે અતીન્દ્રિય પ્રેમ વર્ણવવામાં આવતો તેણે વૃંદાવનની ભૂમિમાં ઊંડાં મૂળ રોપ્યાં. શબરીનાં આભૂષણ મોર્નિંગ પિચ્છ પરિહિણ શબરી ગીવત ગુજરિ માલી.’‘મોરપિચ્છ પહેર્યું શબરીએ, ગળે ગુંજામાલા.’ જોતાં વૃન્દાવનની યાદ તાજી થાય છે. પ્રેમોન્મત્ત યોગનો આ જાદુ એવો તો છવાઈ ગયો લાગે છે કે જૈન મુનિ આનંદઘન પણ ચકચૂર બની ગાઈ ઊઠે છે :

મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગનિ પરજાલિ,
તન ભાઠી અઘટાઈ પીઅ કસ, જાગે અનુભવ લાલી.

અગમ પીઆલા પીઓ મતવાલા, ચીને અધ્યાતમ વાસા,
આનંદધન ચેતન હૈ ખેલે, દેખે લોક તમાસા,

નરસિંહમાં આ રસબસ કરતો પિયાલો’ અને પરમ સુખ’ ક્યાંથી આવ્યાં હશે? પહેલો પિયાલો મારા સદ્ગુરુએ પાયો – એવો પ્યાલો પાવાની પરંપરા વૈષ્ણવોમાં તો નથી, પણ સૌરાષ્ટ્રના સાધુઓમાં એક પરંપરા ચાલી આવે છે. શિષ્યને મંત્રદીક્ષા આપતાં ગુરુ પોતાના પગનો અંગૃહો દૂધ અને પાણીથી ધોઈ એની ત્રણ અંજલિ પોતાના હાથમાં લઈ શિષ્યને પાય છે એને ગુરુનો પ્યાલો કહે છે. મધ્યકાલીન સંતો પહેલાં સહજયાની સિદ્ધોએ ગુરુમહિમા ખૂબ ગાયો છે અને ગુરુ-ઉપદેશને અમૃતપાન ગયું છે. સરહપાની વાણી છે :

ગુરુઉપદેશે અમૃત-રસ ધાઈ ન પીયેઉ જેહિ,
બહુ શાસ્ત્રાર્થ મરુસ્થલહિ તૃષિવૈ મરેઉ તેહિ.

જયદેવ-ચંડીદાસ-વિદ્યાપતિએ વૈષ્ણવી પ્રેમસાધનાને જે રૂપ આપ્યું. તેની પાછળ બંગાળના સહજયાની બૌદ્ધોનો ઘણો વારસો છે. તળાજા અને ગિરનારની છાયા પણ પોતાના વારસાને એમ ને એમ તો લુપ્ત થવા ન દે. નરસિંહના કંઠે આ ભૂમિનો વારસો નવજીવન પામ્યો લાગે છે. કબીરનો પ્રાણ નિર્ગુણમાં ઠર્યો, નરસિંહને સગુણ-સાકારની લગની લાગી. પણ બંનેનાં ઘાયલ દિલમાં તો આ ભૂમિની વિવિધ સાધનાને ઘોળી ઘોળીને મહાકાળે અમૃતરસ પાયો છે :

પી લે પ્યાલા, હો મતવાલા,
પ્યાલા પ્રેમ અમીરસ કા રે.

વધારે નહીં. એક પસલી ભરીને જ આ રસ પી લઈએ તો?