અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત પાઠક/છાપ્યા અક્ષર વાંચતાં…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|છાપ્યા અક્ષર વાંચતાં…|ભરત પાઠક}} <poem> છાપ્યા અક્ષર વાંચતાં...")
 
No edit summary
 
Line 16: Line 16:
{{Right|(ભગતની ચ્હા, ૧૯૯૫, પૃ. ૭૪)}}
{{Right|(ભગતની ચ્હા, ૧૯૯૫, પૃ. ૭૪)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મેઘનાદ હ. ભટ્ટ /‘થૅન્કિન્ગ યુ, યૉર્સ ફેઇથફુલી’  | ‘થૅન્કિન્ગ યુ, યૉર્સ ફેઇથફુલી’ ]]  | અંધેરીથી ચર્ચગેટ સુધી જીવવાનો પાસ  ]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘રાઝ’ નવસારવી/થઈ છે ચમનની એવી દશા | થઈ છે ચમનની એવી દશા]]  | થઈ છે ચમનની એવી દશા ઇન્કિલાબમાં,]]
}}

Latest revision as of 12:54, 22 October 2021


છાપ્યા અક્ષર વાંચતાં…

ભરત પાઠક

છાપ્યા અક્ષર વાંચતાં સુણું તારો સાદ,
કબીરા, તારા સંગની જાગે જૂની યાદ.
દોહે દોહે ઓળખ્યો તાણેતાણાનો ઝોક
વાણે વાણે પ્રાણમાં (તારી) ધબકે મીઠી ઠોક.
હર ચદ્દરમાં તેં વણ્યાં ઢાઈ અક્ષરી ફૂલ.
ફોરમ હજી ફરૂકતી ઔર ચદ્દર હો ગઈ ડૂલ.
દૂરથી ભાળી દીવડો અમે લીધી સીધી વાટ,
સાંઈ સંગત પામિયા, કબીરા, તારે ઘાટ.
આ જન્મે પણ તું મળ્યો, પૂરણ કીધી આશ,
તારી સાખીમાં સખા, હોજો આખર સાસ.
(ભગતની ચ્હા, ૧૯૯૫, પૃ. ૭૪)