કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૫. ગ્રીષ્મ-ગાય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 16: | Line 16: | ||
:: ને કંઈ તડકા વાગોળાય, | :: ને કંઈ તડકા વાગોળાય, | ||
કે ખડની ગંજી ઓછી થાય. | કે ખડની ગંજી ઓછી થાય. | ||
કંઈ ચમકી ઊઠે ચામડી | કંઈ ચમકી ઊઠે ચામડી | ||
:: ને કંઈ થરકી ઊઠે કાય, | :: ને કંઈ થરકી ઊઠે કાય, | ||
Line 27: | Line 28: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૨૨-૩૨૩)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૨૨-૩૨૩)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૪. ગૃહપ્રવેશે|૨૪. ગૃહપ્રવેશે]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૬. અષાઢે|૨૬. અષાઢે]] | |||
}} |
Latest revision as of 08:33, 7 September 2021
૨૫. ગ્રીષ્મ-ગાય
ઉશનસ્
કંઈ તડકે તપતી ઝૂંપડી,
ને કંઈ ઝૂંપડે લીંપી છાંય,
કે છાંયમાં ઊંઘ્યા કરે એક ગાય.
કંઈ અરધી ઊઘડી આંખડી
ને કંઈ ઝંઝા ઘૂમરી ખાય,
કે એની ઊની ઊની લૂ વાય.
એને અધમીંચેલે પોપચે
તે કંઈ મૃગજળ મલકી જાય,
કે વગડો તરવર તરવર થાય.
કંઈ જડબું આછું હાલતું
ને કંઈ તડકા વાગોળાય,
કે ખડની ગંજી ઓછી થાય.
કંઈ ચમકી ઊઠે ચામડી
ને કંઈ થરકી ઊઠે કાય,
કે મનમાં મેહુલિયો ઘેરાય...
કંઈ તડકે તપતી ઝૂંપડી
ને કંઈ ઝૂંપડે લીંપી છાંય.
કે છાંયમાં ઊંઘ્યા કરે એક ગાય.
૨૧-૪-૬૭
(સમસ્ત કવિતા, પૃ. ૩૨૨-૩૨૩)