અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/નભ ખોલીને જોયું…: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નભ ખોલીને જોયું…|ચંદ્રકાન્ત શેઠ}} <poem> નભ ખોલીને જોયું, પંખી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 9: | Line 9: | ||
:::: છતાં કંઈ રણકે નહીં; | :::: છતાં કંઈ રણકે નહીં; | ||
::: આ કેવો ચમકાર? | ::: આ કેવો ચમકાર? | ||
:::: કશુંયે ચમકે નહીં! | |||
ખોલી જોયા સૂર, હલક એ નથી નથી; | ખોલી જોયા સૂર, હલક એ નથી નથી; | ||
Line 22: | Line 22: | ||
{{Right|(ગગન ખોલતી બારી, પૃ. ૨૫)}} | {{Right|(ગગન ખોલતી બારી, પૃ. ૨૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = બે સંવેદનચિત્રો, ૧. પતંગિયું, ૨. ઊંટ | |||
|next = કોના માટે? | |||
}} |
Latest revision as of 09:52, 23 October 2021
નભ ખોલીને જોયું…
ચંદ્રકાન્ત શેઠ
નભ ખોલીને જોયું, પંખી નથી નથી;
જળ ખોલીને જોયું, મોતી નથી નથી. —
સતત છેડીએ તાર,
છતાં કંઈ રણકે નહીં;
આ કેવો ચમકાર?
કશુંયે ચમકે નહીં!
ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી. —
લાંબી લાંબી વાટ,
પ્હોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય?
મને સમજાય નહીં;
આ તે કેવા દેશ?! — દિશા જ્યાં નથી નથી!
આ મારો પરિવેશ! — હું જ ત્યાં નથી નથી! —
(ગગન ખોલતી બારી, પૃ. ૨૫)