અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/નભ ખોલીને જોયું…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
{{Right|(ગગન ખોલતી બારી, પૃ. ૨૫)}}
{{Right|(ગગન ખોલતી બારી, પૃ. ૨૫)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = બે સંવેદનચિત્રો, ૧. પતંગિયું, ૨. ઊંટ
|next = કોના માટે?
}}

Latest revision as of 09:52, 23 October 2021


નભ ખોલીને જોયું…

ચંદ્રકાન્ત શેઠ

નભ ખોલીને જોયું, પંખી નથી નથી;
જળ ખોલીને જોયું, મોતી નથી નથી. —

સતત છેડીએ તાર,
છતાં કંઈ રણકે નહીં;
આ કેવો ચમકાર?
કશુંયે ચમકે નહીં!

ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી. —

લાંબી લાંબી વાટ,
પ્હોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય?
મને સમજાય નહીં;
આ તે કેવા દેશ?! — દિશા જ્યાં નથી નથી!
આ મારો પરિવેશ! — હું જ ત્યાં નથી નથી! —
(ગગન ખોલતી બારી, પૃ. ૨૫)