કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૭. આ રસ્તાઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭. આ રસ્તાઓ|ઉશનસ્}} <poem> મને આ રસ્તાઓ જરીય ઠરવા દે ન, ઘરમાં ઘૂસ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 22: Line 22:
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૩૭)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૩૭)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૬. અષાઢે|૨૬. અષાઢે]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૮. અશ્વત્થભાવ|૨૮. અશ્વત્થભાવ]]
}}

Latest revision as of 08:33, 7 September 2021

૨૭. આ રસ્તાઓ

ઉશનસ્

મને આ રસ્તાઓ જરીય ઠરવા દે ન, ઘરમાં
ઘૂસી આવે ક્યાંથી ઘર વગરના, ચોર; પકડી
લિયે હૈયું, મારા કર પકડીને જાય ઘસડી,
ન પૂરું સૂવા દે; સ્વપન મહીં આવે નજરમાં.

વીંટાયા છે કેવા પૃથિવી ફરતા લેઈ ભરડા!
નવા અક્ષાંશોની ઉપર નવ રેખાંશ-ગૂંથણી!
અરે, આ કૈં વાંકા ગલ જલધિનીરે જઈ પડ્યા!
હલાવું આ બીજા તરુવિટપ શા, તો મધપૂડા
ઊડે વસ્તી કેરા ટીશી ટીશી રહે શી બણબણી!

મને આ પૃથ્વીની પ્રીત પણ અરે, એવી જ મળી :
રહે ના દીવાલો ભીતર ગૃહિણી શી ઘર કરી;
છતાં, હાવાં તો એ રખડુ-શું હૈયું એવું હળ્યું કે
હું સ્વર્ગેથીયે આ પૃથિવી પર પાછો ફરીશ, હા;
હજી કૈં કૈં રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા.

૧૯૬૫

(સમસ્ત કવિતા, પૃ. ૩૩૭)