કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૮. અશ્વત્થભાવ: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|૨૮. અશ્વત્થભાવ| ઉશનસ્}} <poem> અહો, આ આશ્ચર્યે મુજથી ગયું કોઈ બી...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 22: Line 22:
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, ‘અનહદની સરહદે’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૩૪૧)}}
{{Right| (સમસ્ત કવિતા, ‘અનહદની સરહદે’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૩૪૧)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૭. આ રસ્તાઓ|૨૭. આ રસ્તાઓ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૯. પહાડોની પેલેપાર|૨૯. પહાડોની પેલેપાર]]
}}

Latest revision as of 08:33, 7 September 2021

૨૮. અશ્વત્થભાવ

ઉશનસ્

અહો, આ આશ્ચર્યે મુજથી ગયું કોઈ બીજ ગરી!
કુંવારી ભૂમિમાં ગહન પડ નીચે જઈ ઠર્યું;
અને રોમાંચોનું તતડી નીકળ્યું જંગલ નર્યું
ગઈ ભીની ભીની અડકી શીળી જ્યાં વાયુલહરી!

થતું જ્યાં ચૈતન્ય સ્થગિત ક્ષણ કે ઉર્વર ધરા,
વિશે હું રોપાતો તરુ સમ — પગે કૈં ગલીગલી,
ઊગું — મૂળો ઊંડાં પૃથિવીગ્રહની પાર નીકળી
રહે કંપી શૂન્યે જીવનરસવેગે તરવર્યાં;

મને ચારે બાજુ શિરથી, કરથી, સ્કંધથી ફૂટે
ભૂરાં આકાશોની જટિલ વિટપો શૂન્ય વીંઝતી
જતી ઊંચી ઊંચી વિહગ રવથી આકુલ થતી
ખચી તારાઓની બણબણથી જ્યોતિર્મધુપુટે!

અનાદિથી જાણે સમયપટ ઘેઘૂર પીંપળો
ઊભો છું રાતોડી — કીડી ઊભરતી — પોપડીભર્યો.

(સમસ્ત કવિતા, ‘અનહદની સરહદે’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૩૪૧)