અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિકૃષ્ણ પાઠક/ઢાળ મળે તો ધોડું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઢાળ મળે તો ધોડું|હરિકૃષ્ણ પાઠક}} <poem> હરિવર, ઢાળ મળે તો ધોડું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
{{Right|(નવનીત સમર્પણ, જુલાઈ)}} | {{Right|(નવનીત સમર્પણ, જુલાઈ)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =ઠીબનાં પાણી | |||
|next =નેજવાંની છાંય તળે | |||
}} |
Latest revision as of 10:10, 23 October 2021
ઢાળ મળે તો ધોડું
હરિકૃષ્ણ પાઠક
હરિવર, ઢાળ મળે તો ધોડું
બેઠાં બેઠાં થાક ચડે છે.
હાલ્યાના નહિ હોશ;
મંછા એવી મોટી—
મારે જાવાં સો સો કોશ,
એક વખત જો દીવો પુગાડી
ખૂંટો મારો ખોડું!
હરિવર, ઢાળ મળે તો ધોડું.
પડકારા આવી પડશે
તો ઢાંકી દેશું કાન,
થવું હોય તે થયા કરે છે
શીદને લઈને સાન?
હુંયે ડગલાં બે’ક ભરું—
જો દીવો હટાવી રોડું
હરિવર, ઢાળ મળે તો ધોડું.
ભવરણની આંટી-ઘૂંટીમાં
ઊભાં જુદ્ધ અપાર,
સહેજ જાત સંકોરી ચાલો,
સમજો, ઊતર્યા પાર.
તેજી ઘોડી કોણ પલાણે;
ભલું ટાયડું ઘોડું,
હરિવર, ઢાળ મળે તો ધોડું.
(નવનીત સમર્પણ, જુલાઈ)