કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૯. દહાડિયાની ઉક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૯. દહાડિયાની ઉક્તિ|ઉશનસ્}} <poem> ચાડિયાનું ફાટેલું ખમીસ હું...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 22: Line 22:
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૫૬૧)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૫૬૧)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૮. વતન એટલે|૩૮. વતન એટલે]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૦. બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...|૪૦. બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...]]
}}

Latest revision as of 08:36, 7 September 2021

૩૯. દહાડિયાની ઉક્તિ

ઉશનસ્

ચાડિયાનું ફાટેલું ખમીસ હું જ પહેરી લઉં તોય ચાલે,
મને જ પહેરવા આલોને,
મને તો ટાઢેય વાય છે, ભાઈશાબ!
જે સખ્ત સુક્કા કાષ્ઠ પર ખમીસ ઓઢાડ્યું છે
તે મારા માંસ વગરનાં સખ્ત સુક્કાં હાડકાંના માળખાને જ
વધુ તો બંધબેસતું આવશે,
ખાસ કોઈ ફેર નથી, ભાઈશાબ!
ને જે અનાજનાં ડૂંડાં આ ચાડિયો સાચવે છે
તેનો એક્કે કણ આ ચાડિયાની જેમ
મનેય ચાખવા મળવાનો નથી;
અને હાડિયાનાં ટોળાં તો
હુંય ઉડાડી શકું છું, માબાપ! કદાચ વધુ સારી રીતે;
મને જ ચાડિયાની જગ્યાએ રોપી દો ને, ભાઈશાબ!
આ ચાડિયાની જેમ હુંય કંઈ ઊગી જવાનો નથી;
હું તો દ્હાડિયો છું, અસલ આ ચાડિયાના જેવો જ.
ભાઈશાબ!

૧-૧-૭૪

(સમસ્ત કવિતા, પૃ. ૫૬૧)