હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/છે ઉમર લંબી: Difference between revisions

No edit summary
No edit summary
Tag: Manual revert
 
(One intermediate revision by the same user not shown)
(No difference)

Latest revision as of 02:47, 19 July 2025


છે ઉમર લંબી

છે ઉમર લંબી છતાં વર્ષો નિયત ક, ખ, કે ગ,
માંડ એમાં થઈ સરસ ક્ષણ હસ્તગત ક, ખ, કે, ગ.

દોસ્ત હો, કે રેસ્ટોરાં હો, કે જળાશય જાદુઈ,
પેશ કરવાની તરસની સૌ વિગત ક, ખ, કે ગ.

ધડ્ દઈને બંધ પુસ્તક થાય, બત્તી ઓલવાય,
ચૂં કે ચાં પણ ક્યાં કરી શકશે તરત ક, ખ, કે ગ.

લોહકણને એક ચુંબકક્ષેત્ર છે, મારા ઉપર
એક સાથે કંઈ પરિબળ કાર્યરત ક, ખ, કે ગ.

આ ખરા ખોટા વિકલ્પો કંઠ રૂંધી નાખશે,
બસ કરી દો બંધ આ મેલી રમત : ‘ક, ખ, કે ગ?’
દોસ્ત, ૧