કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૪. છાલક વાગી રે: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 21: | Line 21: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૮૬૦)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૮૬૦)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૩. કવિની કેફિયત|૪૩. કવિની કેફિયત]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી - ઉશનસ્/૪૫. વેદના એ તો વેદ|૪૫. વેદના એ તો વેદ]] | |||
}} |
Latest revision as of 08:40, 7 September 2021
૪૪. છાલક વાગી રે
ઉશનસ્
છાલક વાગી રે છોગાળા, તાર છંદની રે,
છોળ જે ઊઠેલી સામે છોર;
છોળ જે ઊઠેલી જળબંબોળ;
માળા થૈ તૂટી રે આ તટ બુંદની રે.
ઢોલક ઢમક્યું રે છોગાળા, તારા રાસનું રે,
હાં રે, એ તો ઢમક્યું આખીયે રાત,
હાં રે, એ તો ઢમક્યું ને ચમકી જાત,
તોરણ લટક્યું રે છોગાળા, મારા શ્વાસનું રે.
ઝાંઝર ઝણક્યું રે છોગાળા, તારા તાલમાં રે,
ઝણક્યું એ તો સો સો ઘૂઘરીઓને બોલ,
ઝણક્યું એ તો સો સો ઘુમ્મરીઓએ ગોળ,
ઝણકું હુંયે છોગાળા મુંને ઝાલ મા રે.
૧૯૯૨
(સમસ્ત કવિતા, પૃ. ૮૬૦)