અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુમન શાહ/વિમાન કાગળનાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વિમાન કાગળનાં|સુમન શાહ}} <poem> વહેલી સ્હવારનો રોજ ઉડાડું છું...")
 
No edit summary
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 15: Line 15:
મૂકાવું વધારાનો સામાન માથે —
મૂકાવું વધારાનો સામાન માથે —
ને પછી ઊડે મારાં પૅસેન્જર્સ ગગનમાં
ને પછી ઊડે મારાં પૅસેન્જર્સ ગગનમાં
:::: ગગનોના ય ગગનમાં
::: ગગનોના ય ગગનમાં
ક્યારેક મને થાયઃ
ક્યારેક મને થાયઃ
માળું કેમ પાછું નથી ફરતું મારું એકેય વિમાન...?

Line 22: Line 22:
અથવા અન્તરિક્ષમાં પેસી ખોવાઈ જતું હશે—
અથવા અન્તરિક્ષમાં પેસી ખોવાઈ જતું હશે—
કે પછી ભાંગીને ભૂકો થઈ જતું હશે
કે પછી ભાંગીને ભૂકો થઈ જતું હશે
:::: અધવચાળે ક્યાંકઃ
::: અધવચાળે ક્યાંકઃ
વાદળી ભૂરાં પડોઃ પડોનાં પડો પડળો
વાદળી ભૂરાં પડોઃ પડોનાં પડો પડળો
નીચે ટ્રાફિકઃ રોડ રોડ પર લાલપીળીલીલી કારો

Line 33: Line 33:
ડચકાતું ડચકતું ધીમું કશું સપનું
ડચકાતું ડચકતું ધીમું કશું સપનું
સપનામાં સાપ સ્લેટિયા કલરનો લાંબો
સપનામાં સાપ સ્લેટિયા કલરનો લાંબો
:::: દોરી જેવું વળતો
::: દોરી જેવું વળતો
છોડોઃ
છોડોઃ
બપોરા થઈ ગયા ને ઊતરી આવી સાંજ
બપોરા થઈ ગયા ને ઊતરી આવી સાંજ
Line 44: Line 44:
મિસ્ટર હાન્સઃ જરા આંગણામાં ડોકું કાઢો તો—

તમારું એક વિમાન પાછું આવ્યું છે
તમારું એક વિમાન પાછું આવ્યું છે
:::: અધવચ્ચેથી
::: અધવચ્ચેથી
કંઈક ગરબડ છે કૉકપિટમાં—
કંઈક ગરબડ છે કૉકપિટમાં—
હું લચકતો-લચકાતો વળું એ ભણી
હું લચકતો-લચકાતો વળું એ ભણી
Line 55: Line 55:
મારું માથું મારા ખોબામાં...
મારું માથું મારા ખોબામાં...
</poem>
</poem>
<br>
<center>&#9724;
<br>
<div class="toccolours mw-collapsible" style="width:400px; overflow:auto;">
<div style="font-weight:bold;line-height:1.6;">આસ્વાદ: નિરુત્તર પ્રાપ્ત દશાની કલ્પનમય અભિવ્યક્તિ – રાધેશ્યામ શર્મા</div>
<div class="mw-collapsible-content">
{{Poem2Open}}
કાવ્યમાં, સવાર તો વહી ચાલી છે પણ એ પૂર્વે વહેલી સવારે કાવ્યનાયક રોજેરોજ કાગળનાં વિમાન ઉડાડે છે. પેપર પ્લેન્સ? આ વળી નવતર ચેષ્ટા. કાગળનાં વિમાનમાં, એર હૉસ્ટેસની રીતે–ભાતે પૅસેન્જર્સને બેસાડે છે. અહીં પૅસેન્જર્સ અગાઉ મૅસેન્જર્સ’ જેવો શબ્દ ભૂલથી ખોટો બોલાયો એમ નાયક ભલે કબૂલે; હકીકતે કાગળ પર તો પ્રેષકના મૅસેજ જ ઊડે. અંગ્રેજીની ટેવ નથી એ તો એક બહાનું.
મૅસેન્જર્સ કે પૅસેન્જર્સ તે પત્રપ્રેષકના સ્વાક્ષરો છે – મકોડા વાંકોડિયા, કીડીઓ કાળી ને વળી ભમરાય ખરા–જેવા. હસ્તાક્ષર-ભ્રમરની તાદૃશ્ય શ્રુતિઃ ‘ભ્રૂં ભ્રૂં થાય ભૂરું આ આકાશ’ પંક્તિમાં ઝિલાઈ છે. આવાં બધાંને બેલ્ટ બંધાવી ઉડાડે છે નાયક ભૂરું ગગનોના ય ગગનમાં.
આવાં ગગનો ક્યાં? ભાવક પામી જાય કે આ લેખકે આલેખેલા પત્રો, વિમાનની ગતિએ અનન્ત અવકાશના નભમાં ઊડ્યા છે. કાગળ જાતે કમ્યુનિકેશનની તીવ્ર અપેક્ષા અને પ્રતીક્ષાનું પ્રતીક છે.
એટલે જોઈ શકાય અછાંદસ્, ગદ્યરચનાના અનુવર્તી પદોમાં કે અપેક્ષાપૂર્વક જેની પ્રતીક્ષા કરી હતી તે પ્રત્યુત્તરનું પ્રતિ–આગમન થતું નથી. એટલે વિમાસણ જાગી: માળું કેમ પાછું નથી ફરતું મારું એકેય વિમાન…? કાગળનું છે એટલે વિમાન ફસ્કી પડ્યું હોય વિષમ હવામાનમાં, અંતરિક્ષમાં ખોવાઈ ગયું હોય કે ભાંગીને ભૂકો થયું હોય અધવચાળે ક્યાંક…
કર્તા, નાયક નિરુત્તરતાના વૈષમ્યનો અનુભવ દ્રુતગતિએ પણ નિરૂપી શક્યા
અ–પ્રતિભાવભરી દશા–નૉનરિસ્પોન્સ સ્થિતિ–માં દીર્ઘ સમય અટકી પડવું ને ટકી રહેવું દુષ્કર છે. કોઈ ‘સેફટી વાલ્વ’, કોઈ બાકોરામાંથી પલાયન સ્વાભાવિક ને અનિવાર્ય. ઑબ્જેક્ટિવ કોરિલેટિવ – વસ્તુલક્ષી સહસંબંધક કવિને વિવિધ દૃશ્યોમાં, નાયકની ભાવસંગતિમાં જડ્યો છે. કૃતિનું ચોથું સ્તબક આનું ઉત્તમ પ્રમાણ અને આ ભાવકને પ્રિય કલ્પનોનું વૃંદ:
{{Poem2Close}}
<poem>
મનમાં જાંબુનું વૃક્ષ જૂનું હજી ઊભું ભૂંડું
ભૂખરી ચડ્ડી પ્હેરેલો કથ્થાઈ ટી–શર્ટવાળો છોકરો
એના હાથમાં ફૂટબૉલ
ગરીબોનાં ઝૂપડાંને ગોટવતો ચૂલાઓનો કડુચો ધુમાડો’
</poem>
{{Poem2Open}}
વિમાન પરથી ઝીલેલા ટૉપશૉટ્સ પહેલી નજરે લાગે, પણ વસ્તુતઃ નાયકના મનમાં ઊગેલી ગતિયંતી કલ્પન શ્રેણીઓ છે. ધુમાડો ‘કડુચો’ વર્ણવ્યો એમાં સ્વાદેન્દ્રિયબોધ અનુસ્યૂત છે. ગરીબોની ઝૂંપડપટ્ટી દલિત સાહિત્યનું દૃષ્ટાન્ત નથી, તેમ સિનેમાના દૃશ્યશ્રુતિનું કેવળ કોલાજ નથી. ઘેટાં અહીં વહે છે નિરન્તર, પણ ઢોળાવો પર ધોળું ડચકાતું ડચકતું ધીમું કશું સપનું… થોભો, આ સ્લો મોશન ડ્રીમ-વિન્ટેજ સમક્ષ…
ધોળું સપનું અહીં ‘ડચકાતું–ડચકતું’ છે તો રચનાના છેડે નાયક પણ ‘લચકતોલચકાતો’ ગયો છે!
ચોથું સ્તબક સર્જકની રંગવિવિધતાનો તરંગાયમાન નમૂનો છે.
જેમ કે, ‘વાદળી ભૂરાં પડો,’ ‘લાલ લીલી પીળી કારો’, ‘જાબુનું વૃક્ષ’, ‘લીલી નાળિયેરીનું ઝુંડ’, ‘ભૂખરી ચડ્ડી પહેરેલો કથ્થાઈ ટી–શર્ટવાળી છોકરો’ ‘સાપ સ્લેટિયા કલરનો’.
પૂર્વોક્ત મંદગતિના સ્વપ્નમાં નાયકની અધઃચેતનાની ઝલક રંગો ભેળી ભળી ગઈ છે એ ભાવસાંકુલ્ય આસ્વાદ્ય છે:
{{Poem2Close}}
<poem>
‘સપનામાં સાપ સ્લેટિયા કલરનો લાંબો
દોરી જેવું વળતો’
</poem>
{{Poem2Open}}
કહેવાયું, લખાયું બધું કાગળ ઉપર – પણ છે મનમાં, સપનામાં, દિવાસ્વપ્નમાં, કહો કે અવચેતનમાં. કાગળ વિમાનના બહાને નાયકની આ આંતરિક યાત્રા છે. બહારથી ભલે વિમાન પાછું નથી ફર્યું તો ભલે, નિજી આત્મ–સંવાદ–દૃશ્યોનું સર્જન કરવું.
‘છોડો:’ ઉક્તિ આગળ રચનાનો વળાંક (જુઓ.) પ્રતીક્ષા ફળી નથી. સાંજ પડી ગઈ. કાગળ નહીં તો ગુડ્ઝ ટ્રેન આવી. ત્યાં ચમકી એક સ્ફટિકવત્ પંક્તિ:
{{Poem2Close}}
<poem>
તમરાં વ્હેંચી ખાય અંધારું દૂધનો વાટકો
મરચું ને રોટલો.
</poem>
{{Poem2Open}}
ટીવી પર ન્યૂઝ પછી તદ્દન સર્‌રિયાલિસ્ટ રીતિથી ઓચિંતા ‘મિસ્ટર ફાન્સ’ નાયકને સમાચાર આપે છે: તમારું એક વિમાન પાછું આવ્યું છે અધવચાળેથી, અને નાયક કૉકપિટ ભણી લચકાતો વળે છે ‘શું –? –?’નો સામનો કરતો. ત્યાં ઇન્દ્રિયવ્યત્યયયુક્ત પંક્તિ મળે છે: ‘મારા કાન આંખોમાં ભળે ને હોઠ થાય હવા / તરે નરી નજર / ને આકાશ’ અને અન્તે:
{{Poem2Close}}
<poem>
જોઉં તો
મારું માથું મારા ખોબામાં…
</poem>
{{Poem2Open}}
પેપર પ્લેન્સ ઉડાડનારની અધ:ગતિ, પોતાનું મસ્તક પોતાના ખોબામાં. સારું છે કે નિરુત્તરતાની ભીંત સાથે માથું અફાળ્યું નથી!
એક ‘ક્રિયેટિવ સર્કિટ’ ગદ્યકાવ્યમાં કવિએ સિદ્ધ કરી છે. કહેના પડે…
*
૨૦૦૮નો નૅશનલ ઍવૉર્ડ, દિલ્હીની સાહિત્ય અકાદમી દ્વારા વાર્તાલેખક સુમન શાહે સંપ્રાપ્ત કર્યો, પણ આ સન્મિત્ર ‘છૂપા રુસ્તમ’ નીકળ્યા. એમના સ્વમુખે આ વિશિષ્ટ કવિતા સાંભળી, પડાવી લીધી દોસ્તીદાવે ને આ લખ્યું. આમ હવે કાવ્યક્ષેત્રે પણ, એમનું સ્વાગત છે. આ અનવરત લેખનપ્રવૃત્ત સાક્ષરને અભિનંદનો ઘટે, એમને ગમે અને કશું જ ના મળે, ઘણું અનુત્તરિત રહે તોય એ લાંબી લેખણે રચના કર્યા વિના નહીં જંપે. કારણ? કારણ કે તેમની ગરજે, ઊ–ઋણ થવા જાણે લખે છે, સર્જે છે. આ સંદર્ભે બ્રિટિશ લેખક ગેરાલ્ડ બ્રેનાનનું નિદાન સ્થિતિસૂચક છે:
{{Poem2Close}}
<poem>
‘To a Writer or painter Creation is the repayment of a debt. He suffers from perpetual bad conscience until he has done this.’
{{Right| (Thoughts in a dry season, 1978)}}<br>
{{Right|(રચનાને રસ્તે)}}
</poem>
</div></div>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દુર્ગેશ ભટ્ટ/— (પથ્થરના મૌનની ગલીમાં...) | — (પથ્થરના મૌનની ગલીમાં...)]]  | પથ્થરના મૌનની ગલીમાં ચાલવું પડે]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/એક બપોરે | એક બપોરે]]  | મારા ખેતરને શેઢેથી ’લ્યા ઊડી ગઈ સારસી!]]
}}

Latest revision as of 10:47, 23 October 2021

વિમાન કાગળનાં

સુમન શાહ

વહેલી સ્હવારનો રોજ ઉડાડું છું વિમાન કાગળનાં...
મારાં મૅસેન્જર્સ—
સૉરી, મને અંગ્રેજીની ટેવ નહીં તેથી ખોટું બોલાયું—
મારાં પૅસેન્જર્સ...
મકોડા વાંકોડિયા કીડીઓ કાળીને વળી ભમરા ય ખરા
ભ્રૂં ભ્રૂં થાય ભૂરું આ આ કા શ
સૌને બેસાડું બરોબર લાઈનોમાં સીટો પર ચપોચપ
ખભેથી દા દઈ સરખાં કરું સૌને
સૌને બંધાવું બેલ્ટ
મૂકાવું વધારાનો સામાન માથે —
ને પછી ઊડે મારાં પૅસેન્જર્સ ગગનમાં
ગગનોના ય ગગનમાં
ક્યારેક મને થાયઃ
માળું કેમ પાછું નથી ફરતું મારું એકેય વિમાન...?
પછી થાયઃ
કાગળનું તે ફસ્કી પડતું હશે વિષમ હવામાનમાં
અથવા અન્તરિક્ષમાં પેસી ખોવાઈ જતું હશે—
કે પછી ભાંગીને ભૂકો થઈ જતું હશે
અધવચાળે ક્યાંકઃ
વાદળી ભૂરાં પડોઃ પડોનાં પડો પડળો
નીચે ટ્રાફિકઃ રોડ રોડ પર લાલપીળીલીલી કારો
મનમાં જાંબનુંનું વૃક્ષ જૂનું હજી ઊભું ભૂંડું
ભૂરા આકાશમાં લીલી નારિયેળીનું ઝૂંડ
ભૂખરી ચડ્ડી પ્હેરેલો કથ્થાઈ ટી-શર્ટવાળો છોકરો
એના હાથમાં ફૂટબોલ
ગરીબોનાં ઝૂંપડાંને ગોટવતો ચૂલાઓનો કડુચો ધુમાડો
ઘેટાં વ્હેતાં નિરન્તર ઢોળાવો પર ધોળું
ડચકાતું ડચકતું ધીમું કશું સપનું
સપનામાં સાપ સ્લેટિયા કલરનો લાંબો
દોરી જેવું વળતો
છોડોઃ
બપોરા થઈ ગયા ને ઊતરી આવી સાંજ
પશ્ચિમેથી રોજ આવતી ગૂડ્ઝટ્રેન પણ આવી
ને ગઈ... વ્હીસલ...
પ્રસરે લાલિમા, ના કાલિમા
તમરાં વ્હેંચી ખાય અંધારું દૂધનો વાટકો
મરચું ને રોટલો
ટીવી પર ન્યૂઝઃ
મિસ્ટર હાન્સઃ જરા આંગણામાં ડોકું કાઢો તો—
તમારું એક વિમાન પાછું આવ્યું છે
અધવચ્ચેથી
કંઈક ગરબડ છે કૉકપિટમાં—
હું લચકતો-લચકાતો વળું એ ભણી
જે ભણી કૉક ને પિટ
શું—?—?
મારા કાન આંખોમાં ભળે ને હોઠ થાય હવા
તરે નરી નજર
ને આકાશ
જોઉં તો
મારું માથું મારા ખોબામાં...

આસ્વાદ: નિરુત્તર પ્રાપ્ત દશાની કલ્પનમય અભિવ્યક્તિ – રાધેશ્યામ શર્મા

કાવ્યમાં, સવાર તો વહી ચાલી છે પણ એ પૂર્વે વહેલી સવારે કાવ્યનાયક રોજેરોજ કાગળનાં વિમાન ઉડાડે છે. પેપર પ્લેન્સ? આ વળી નવતર ચેષ્ટા. કાગળનાં વિમાનમાં, એર હૉસ્ટેસની રીતે–ભાતે પૅસેન્જર્સને બેસાડે છે. અહીં પૅસેન્જર્સ અગાઉ મૅસેન્જર્સ’ જેવો શબ્દ ભૂલથી ખોટો બોલાયો એમ નાયક ભલે કબૂલે; હકીકતે કાગળ પર તો પ્રેષકના મૅસેજ જ ઊડે. અંગ્રેજીની ટેવ નથી એ તો એક બહાનું.

મૅસેન્જર્સ કે પૅસેન્જર્સ તે પત્રપ્રેષકના સ્વાક્ષરો છે – મકોડા વાંકોડિયા, કીડીઓ કાળી ને વળી ભમરાય ખરા–જેવા. હસ્તાક્ષર-ભ્રમરની તાદૃશ્ય શ્રુતિઃ ‘ભ્રૂં ભ્રૂં થાય ભૂરું આ આકાશ’ પંક્તિમાં ઝિલાઈ છે. આવાં બધાંને બેલ્ટ બંધાવી ઉડાડે છે નાયક ભૂરું ગગનોના ય ગગનમાં.

આવાં ગગનો ક્યાં? ભાવક પામી જાય કે આ લેખકે આલેખેલા પત્રો, વિમાનની ગતિએ અનન્ત અવકાશના નભમાં ઊડ્યા છે. કાગળ જાતે કમ્યુનિકેશનની તીવ્ર અપેક્ષા અને પ્રતીક્ષાનું પ્રતીક છે.

એટલે જોઈ શકાય અછાંદસ્, ગદ્યરચનાના અનુવર્તી પદોમાં કે અપેક્ષાપૂર્વક જેની પ્રતીક્ષા કરી હતી તે પ્રત્યુત્તરનું પ્રતિ–આગમન થતું નથી. એટલે વિમાસણ જાગી: માળું કેમ પાછું નથી ફરતું મારું એકેય વિમાન…? કાગળનું છે એટલે વિમાન ફસ્કી પડ્યું હોય વિષમ હવામાનમાં, અંતરિક્ષમાં ખોવાઈ ગયું હોય કે ભાંગીને ભૂકો થયું હોય અધવચાળે ક્યાંક…

કર્તા, નાયક નિરુત્તરતાના વૈષમ્યનો અનુભવ દ્રુતગતિએ પણ નિરૂપી શક્યા

અ–પ્રતિભાવભરી દશા–નૉનરિસ્પોન્સ સ્થિતિ–માં દીર્ઘ સમય અટકી પડવું ને ટકી રહેવું દુષ્કર છે. કોઈ ‘સેફટી વાલ્વ’, કોઈ બાકોરામાંથી પલાયન સ્વાભાવિક ને અનિવાર્ય. ઑબ્જેક્ટિવ કોરિલેટિવ – વસ્તુલક્ષી સહસંબંધક કવિને વિવિધ દૃશ્યોમાં, નાયકની ભાવસંગતિમાં જડ્યો છે. કૃતિનું ચોથું સ્તબક આનું ઉત્તમ પ્રમાણ અને આ ભાવકને પ્રિય કલ્પનોનું વૃંદ:

મનમાં જાંબુનું વૃક્ષ જૂનું હજી ઊભું ભૂંડું
ભૂખરી ચડ્ડી પ્હેરેલો કથ્થાઈ ટી–શર્ટવાળો છોકરો
એના હાથમાં ફૂટબૉલ
ગરીબોનાં ઝૂપડાંને ગોટવતો ચૂલાઓનો કડુચો ધુમાડો’

વિમાન પરથી ઝીલેલા ટૉપશૉટ્સ પહેલી નજરે લાગે, પણ વસ્તુતઃ નાયકના મનમાં ઊગેલી ગતિયંતી કલ્પન શ્રેણીઓ છે. ધુમાડો ‘કડુચો’ વર્ણવ્યો એમાં સ્વાદેન્દ્રિયબોધ અનુસ્યૂત છે. ગરીબોની ઝૂંપડપટ્ટી દલિત સાહિત્યનું દૃષ્ટાન્ત નથી, તેમ સિનેમાના દૃશ્યશ્રુતિનું કેવળ કોલાજ નથી. ઘેટાં અહીં વહે છે નિરન્તર, પણ ઢોળાવો પર ધોળું ડચકાતું ડચકતું ધીમું કશું સપનું… થોભો, આ સ્લો મોશન ડ્રીમ-વિન્ટેજ સમક્ષ…

ધોળું સપનું અહીં ‘ડચકાતું–ડચકતું’ છે તો રચનાના છેડે નાયક પણ ‘લચકતોલચકાતો’ ગયો છે!

ચોથું સ્તબક સર્જકની રંગવિવિધતાનો તરંગાયમાન નમૂનો છે.

જેમ કે, ‘વાદળી ભૂરાં પડો,’ ‘લાલ લીલી પીળી કારો’, ‘જાબુનું વૃક્ષ’, ‘લીલી નાળિયેરીનું ઝુંડ’, ‘ભૂખરી ચડ્ડી પહેરેલો કથ્થાઈ ટી–શર્ટવાળી છોકરો’ ‘સાપ સ્લેટિયા કલરનો’.

પૂર્વોક્ત મંદગતિના સ્વપ્નમાં નાયકની અધઃચેતનાની ઝલક રંગો ભેળી ભળી ગઈ છે એ ભાવસાંકુલ્ય આસ્વાદ્ય છે:

‘સપનામાં સાપ સ્લેટિયા કલરનો લાંબો
દોરી જેવું વળતો’

કહેવાયું, લખાયું બધું કાગળ ઉપર – પણ છે મનમાં, સપનામાં, દિવાસ્વપ્નમાં, કહો કે અવચેતનમાં. કાગળ વિમાનના બહાને નાયકની આ આંતરિક યાત્રા છે. બહારથી ભલે વિમાન પાછું નથી ફર્યું તો ભલે, નિજી આત્મ–સંવાદ–દૃશ્યોનું સર્જન કરવું.

‘છોડો:’ ઉક્તિ આગળ રચનાનો વળાંક (જુઓ.) પ્રતીક્ષા ફળી નથી. સાંજ પડી ગઈ. કાગળ નહીં તો ગુડ્ઝ ટ્રેન આવી. ત્યાં ચમકી એક સ્ફટિકવત્ પંક્તિ:

તમરાં વ્હેંચી ખાય અંધારું દૂધનો વાટકો
મરચું ને રોટલો.

ટીવી પર ન્યૂઝ પછી તદ્દન સર્‌રિયાલિસ્ટ રીતિથી ઓચિંતા ‘મિસ્ટર ફાન્સ’ નાયકને સમાચાર આપે છે: તમારું એક વિમાન પાછું આવ્યું છે અધવચાળેથી, અને નાયક કૉકપિટ ભણી લચકાતો વળે છે ‘શું –? –?’નો સામનો કરતો. ત્યાં ઇન્દ્રિયવ્યત્યયયુક્ત પંક્તિ મળે છે: ‘મારા કાન આંખોમાં ભળે ને હોઠ થાય હવા / તરે નરી નજર / ને આકાશ’ અને અન્તે:

જોઉં તો
મારું માથું મારા ખોબામાં…

પેપર પ્લેન્સ ઉડાડનારની અધ:ગતિ, પોતાનું મસ્તક પોતાના ખોબામાં. સારું છે કે નિરુત્તરતાની ભીંત સાથે માથું અફાળ્યું નથી!

એક ‘ક્રિયેટિવ સર્કિટ’ ગદ્યકાવ્યમાં કવિએ સિદ્ધ કરી છે. કહેના પડે…

૨૦૦૮નો નૅશનલ ઍવૉર્ડ, દિલ્હીની સાહિત્ય અકાદમી દ્વારા વાર્તાલેખક સુમન શાહે સંપ્રાપ્ત કર્યો, પણ આ સન્મિત્ર ‘છૂપા રુસ્તમ’ નીકળ્યા. એમના સ્વમુખે આ વિશિષ્ટ કવિતા સાંભળી, પડાવી લીધી દોસ્તીદાવે ને આ લખ્યું. આમ હવે કાવ્યક્ષેત્રે પણ, એમનું સ્વાગત છે. આ અનવરત લેખનપ્રવૃત્ત સાક્ષરને અભિનંદનો ઘટે, એમને ગમે અને કશું જ ના મળે, ઘણું અનુત્તરિત રહે તોય એ લાંબી લેખણે રચના કર્યા વિના નહીં જંપે. કારણ? કારણ કે તેમની ગરજે, ઊ–ઋણ થવા જાણે લખે છે, સર્જે છે. આ સંદર્ભે બ્રિટિશ લેખક ગેરાલ્ડ બ્રેનાનનું નિદાન સ્થિતિસૂચક છે:

‘To a Writer or painter Creation is the repayment of a debt. He suffers from perpetual bad conscience until he has done this.’

(Thoughts in a dry season, 1978)

(રચનાને રસ્તે)