કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૫. સુક્કી હવામાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 20: | Line 20: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, ‘ધી અસ્મેટિક્સ ઍન્ડ ધી એસ્કૅઇપ’ (દેવલાલી જતાં ડાંગવનમાં સ્ફુરેલી સૉનેટમાળા)માંથી, પૃ. ૪૩૩-૪૩૪)}} | {{Right| (સમસ્ત કવિતા, ‘ધી અસ્મેટિક્સ ઍન્ડ ધી એસ્કૅઇપ’ (દેવલાલી જતાં ડાંગવનમાં સ્ફુરેલી સૉનેટમાળા)માંથી, પૃ. ૪૩૩-૪૩૪)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૪. તડકાને મેળે|૩૪. તડકાને મેળે]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૬. ડુંગરા|૩૬. ડુંગરા]] | |||
}} |
Latest revision as of 08:35, 7 September 2021
૩૫. સુક્કી હવામાં
ઉશનસ્
(એક એક્સ્ટસી)
ગિરિવન તણી ખુલ્લાશોમાં ઊભો રહી હાંફતોઃ
અઢળકપણે લ્હેરે સુક્કી-હવામય સાગરો,
ચહુ તરફ લે ડહેકાં, જ્યાંત્યાં હવા જનરેટરો!
પ્રગટતી હવા પ્હાડો કેરી નીલી નીલી ડોકથી,
પ્રગટતી હવા ઝાડો ઝૂકી લીલી લીલી નોકથી!
પ્રગટતી હવા તડ્કાઓની તીણી તીણી ટૂકથી!
પવન-પગલો આયુ કેરો, ભૂખ્યો-તરસ્યો હું તે
પવન-તડકે આળોટું ને ભરી ભરી પોશને,
પવન ઘૂંટડે ઘૂંટે પીઉં, દૃગે દઉં છાલકો;
પવન નસકોરાં બે પ્હોળાં કરી શ્વસું-ઉચ્છ્વસું;
પવન જીભથી ચાટું, મુઠી ભરી બૂકડા ભરું.
પવન લટિયાંમાં ઝીટું, ને ભરી શ્રવણે લઉં;
ફરી નય મળે; ખુલ્લે મોઢે દશે દિશ હું ધસું,
ઉછીનુંય, અલ્યા! આલોને કો મને બીજું ફેફસું.
(સમસ્ત કવિતા, ‘ધી અસ્મેટિક્સ ઍન્ડ ધી એસ્કૅઇપ’ (દેવલાલી જતાં ડાંગવનમાં સ્ફુરેલી સૉનેટમાળા)માંથી, પૃ. ૪૩૩-૪૩૪)