વિવેચનની પ્રક્રિયા/વિવેચનની પ્રક્રિયા: Difference between revisions

+1
 
No edit summary
 
(8 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|વિવેચનની પ્રક્રિયા }}
{{Heading|વિવેચનની પ્રક્રિયા<ref>ગુજરાતી સાહિત્ય પરિષદના કલ્યાણ (મુંબઈ) ખાતે મળેલા ૨૯મા અધિવેશનના સાહિત્ય-વિવેચન વિભાગના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન, તા. ૩૦-૩૧ ડિસે., ૧૯૭૭ અને ૧ જાન્યુ., ૧૯૭૮</ref>}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
આપ સૌના સદ્ભાવના પ્રતીક તરીકે આ સ્થાને મારી વરણી થયાની જાણ કરવામાં આવી એ ક્ષણે મારા મનમાં કેવો પ્રતિભાવ જન્મ્યો એનું વિશ્લેષણ કરું છું ત્યારે આ સ્થાન યશસ્વી રીતે શોભાવનાર મારા સમર્થ પુરોગામીઓનું સ્મરણ મનને વિનમ્રતાથી ભરી દે છે અને મને એક મૌનની સ્થિતિમાં મૂકી આપે છે. પણ એ સ્થિતિમાં હું વધુ સમય રહી શકું એમ નથી, મારે ચારપાંચ હજાર શબ્દોમાં વક્તવ્ય પણ રજૂ કરવાનું છે. તો હું શાને વિશે બોલું?

Line 14: Line 14:

વિવેચનશક્તિ એ આમ તો આદિમ (primitive) અને મૂળભૂત (fundamental) શક્તિ છે. આપણે દરેક પ્રસંગે કાંઈનું કાંઈ વિવેચન કરતા જ હોઈએ છીએ. પણ એમાં એકવાક્યતા, વૈજ્ઞાનિકતા, તાર્કિકતા હમેશાં હોતી નથી, વિવેચક પાસે પ્રથમ અપેક્ષા એવી રહે કે સૌન્દર્ય પ્રત્યે એક સ્વાભાવિક ખુલ્લાપણું તે ધરાવે, સૌન્દર્ય પ્રત્યેની એક સાહજિક સંવેદનશીલતા એનામાં હોય, શ્લીલ-અશ્લીલ કે પ્રકૃતિ-વિકૃતિનો પણ સમાવેશ કરી લેતી સૌન્દર્યગ્રાહક દૃષ્ટિ વિવેચકને વરેલી હોય. વિવેચક પણ સર્જક છે એવા મારા કોઈ ખ્યાલ કે અભિનિવેશથી નહિ, પણ આ દૃષ્ટિએ પોપનું એક કથન – સર્જક અને વિવેચક ઉભયને પ્રાપ્ત પ્રકાશ દૈવી છે – જોવા જેવું છે :

Both must alike from heaven derive their light those born to judge, as well as those write.
{{Poem2Close}}
{{Block center|'''<poem>Both must alike from heaven derive their light  
Those born to judge, as well as those write.</poem>'''}}
{{Poem2Open}}
આ પછી વ્યુત્પત્તિ, પ્રશિષ્ટ ગ્રંથનું પરિશીલન, રસરુચિનું ઘડતર વગેરે આવે. વર્ષોથી એમ માનવું મને ગમ્યું છે કે વિવેચકમાં કવચિત્ ઝીણી વિદ્વત્તા કે શાસ્ત્રોનો રૂઢિબદ્ધ અભ્યાસ થોડોક ઓછો હોય તો નભી જશે પરંતુ એનામાં કળાકૃતિ પ્રત્યેનું વિસ્મય જ ન હોય એ કદાપિ ન નભી શકે. સતેજ સંવેદનાવ્યાપાર એ વિવેચક હોવાની પ્રથમ શરત છે. પોતાની ચેતના પર કળાકૃતિએ શો કીમિયો કર્યો એની વાત એ માંડે ત્યારે ઐતિહાસિક પરિવેશ, બહુવિધ શાસ્ત્રોની જાણકારી અને કૃતિમાંથી નિષ્પન્ન થતા પ્રશ્નોના પરામર્શ અંગે વિવિધ જ્ઞાનસંભાર એને ઉપયોગી નીવડે અવશ્ય. તેમ છતાં વિવેચન એ પદાર્થવિજ્ઞાન કે અન્ય વિજ્ઞાનનો કલ્પિતાર્થ નથી, એ ગાણિતિક સિદ્ધાંત નથી. વિવેચક એક સજીવ સાવયવ એકતાવાળી ચેતન વસ્તુ સાથે કામ પાડી રહ્યો હોઈ એણે અનેકવિધ સંભાવનાઓથી સંતોષ પામવો રહ્યો.

Line 26: Line 29:

વિવેચનની પ્રક્રિયામાં, મારા નમ્ર મતે, આવી કાંઈક સોપાનશ્રેણી સંભવી શકે :

વિવેચનાર્થ કૃતિની વરણી
૧. વિવેચનાર્થ કૃતિની વરણી
કૃતિનું વાચન-ભાવન
૨. કૃતિનું વાચન-ભાવન
કૃતિનું વિવેચકના ચિત્તમાં પુનઃસર્જન
૩. કૃતિનું વિવેચકના ચિત્તમાં પુનઃસર્જન
સ્વકીય અનુભૂતિનો રસકીય વૃત્તાંત
૪. સ્વકીય અનુભૂતિનો રસકીય વૃત્તાંત
ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અને વસ્તુલક્ષી દૃષ્ટિએ કૃતિનું મૂલ્યાંકન.
૫. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અને વસ્તુલક્ષી દૃષ્ટિએ કૃતિનું મૂલ્યાંકન.

રોજેરોજ જાતજાતનાં પુસ્તકો પ્રગટ થાય છે, એ તમામ વિશે વિવેચક વિવેચન કરવા બેસતો નથી. વિવેચન માટે તે અમુક જ કૃતિઓને પસંદ કરે છે. શા માટે? અહીં જ વિવેચનપ્રક્રિયાનું પ્રસ્થાનબિંદુ રહેલું છે. વિવેચક જે કૃતિ પસંદ કરે છે એના સર્જકમાં એને અંગત રસ છે માટે પસંદ કરે છે? કોઈએ એ કૃતિ વિશે લખવાનું કહ્યું છે માટે પસંદ કરે છે? એ કૃતિ જે સમયની છે એ સમયના સાહિત્યનો એને ઘનિષ્ઠ પરિચય છે માટે પસંદ કરે છે? એ સર્જકે જે સાહિત્યપ્રકાર ખેડ્યો છે તે પ્રકાર એને ગમે છે માટે પસંદ કરે છે? — ઘણાબધા પ્રશ્નો આપણું સમક્ષ આવીને ઊભા રહે. વિવેચકના અંગત ગમા-અણગમા પણ એમાં ભાગ ભજવે છે. વધારે સ્થૂલ રીતે કહીએ તો વિવેચકનો દૃષ્ટિકોણ આવી વરણીમાં નિર્ણાયક બને.

Line 106: Line 109:
કળાઓ પ્રત્યેના આવા વિસ્મયનો ભાવ આજે આપણે ગુમાવી રહ્યા તો નથી ને એવી દહેશત રહે છે. આજની દુનિયાને ભૌતિક સંપત્તિ કે વિકાસ બચાવી શકે એમ નથી. રાજકારણ વિશે તો માનવજાતિએ હાથ ધોઈ નાખ્યા છે, યંત્રવૈજ્ઞાનિક સમાજરચનામાં કળા પ્રત્યેની અભિરુચિ ગૌણતા ધારણ કરતી જાય છે. આજની ક્ષણે મોટી અનિવાર્યતા એ છે કે જીવનના કેન્દ્રમાં કલ્પનોત્થ સાહિત્યની પુનઃસ્થાપના થાય. દુનિયાના નકશાને વિજ્ઞાનમાંથી ઉઠાવીને ધર્મના માળખામાં મૂકવાથી કદાચ એ નહિ બને. એ તો શક્ય બનશે સર્જનાત્મક સાહિત્ય આદિ કળાઓથી. આપણો સમાજ જેને માટે યોગ્ય છે એવી કળા આપણને મળે છે એમ કહેવું બરાબર નથી, પણ આપણી કળા જેને માટે યોગ્ય છે એવો સમાજ આપણે મેળવીએ છીએ. એવો સમાજ કેળવાય એ માટે કળા પ્રત્યેની સમજદારીપૂર્વકની અભિરુચિ ઘડવામાં આજને તબક્કે વિવેચનની ચરિતાર્થતા રહેલી છે.

<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કૃતિ-પરિચય
|previous = કૃતિ-પરિચય
|next = આધુનિક વિવેચન ગુજરાતી વિવેચન સાહિત્ય : ૧૯૭૮-૭૯
|next = આધુનિક વિવેચન
}}
}}