અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/એક પંખી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 19: Line 19:
::::::::::::આ શરીરી મ્હેલમાં અસ્તિત્વ મુજ કણસ્યા કરે.
::::::::::::આ શરીરી મ્હેલમાં અસ્તિત્વ મુજ કણસ્યા કરે.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/અંધકાર | અંધકાર]]  | ઝીણો રે ઝગે છે અંધકાર... ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/કવિની નોંધ | કવિની નોંધ]]  | શિશુની આંખ બની...]]
}}

Latest revision as of 12:14, 23 October 2021


એક પંખી

યૉસેફ મેકવાન

એક પંખી આંખમાં આવી અને ટહુક્યા કરે,
પોપચાંમાં એક વીતેલો સમય પલળ્યા કરે.

રાત પણ ચાલી ગઈ ને ચંદ્ર તો ડૂબી ગયો,
બિન્બ એનું ડાળ પર આછું હજી ફરક્યા કરે.

શ્વાસની આ આવ-જામાં, મ્હેક ભીની આવતી,
નામ એનું હોઠ પર કોઈ સૂર શું થરક્યા કરે.

કોઈ પડછાયોય રાતે શેરીમાં દેખાય ના–
તો ય પણ પગલાં સૂનાં ત્યાં કોઈનાં ભટક્યાં કરે.

એ નકી છે કે મરણ તો આવશે મારું છતાં,
આ શરીરી મ્હેલમાં અસ્તિત્વ મુજ કણસ્યા કરે.