અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રતાપસિંહ રાઠોડ ‘સારસ્વત’ /એક તીં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એક તીં|પ્રતાપસિંહ રાઠોડ ‘સારસ્વત’}} <poem> ગોફણમાં ચકલાં ઉડાડ...")
 
No edit summary
 
Line 24: Line 24:
{{Right|(મથામણ, ૧૯૮૪, પૃ. ૯)}}
{{Right|(મથામણ, ૧૯૮૪, પૃ. ૯)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુભાષ શાહ/ક્યાં બધે કહેતો ફરું ? | ક્યાં બધે કહેતો ફરું ?]]  | કેમ છોડ્યું ગામ એ હું ક્યાં બધે ક્હેતો ફરું?  ]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રતાપસિંહ રાઠોડ ‘સારસ્વત’ /લૅબું લ્હૅકઅ સ | લૅબું લ્હૅકઅ સ]]  | મારી લીલી વાડીનું લૅબું ’લ્યા, લૅબું લ્હૅકઅ સ!  ]]
}}

Latest revision as of 12:22, 23 October 2021


એક તીં

પ્રતાપસિંહ રાઠોડ ‘સારસ્વત’

ગોફણમાં ચકલાં ઉડાડ્યાં તો જાણ્યાં
પણ કાળજાં ઉડાડ્યાં એક તીં!
કોરાંધાકોર જોયાં ચોમાસાં કૈંક
લૂના વગડા પલાળ્યા એક તીં!

ઓઠે બેસીને અલ્યા, દરિયો ડ્હોળાય
બોલે ભર રે બજાર એવું કુણ?
ખેતરને ખૂણે તો સૌએ મલકાય
ઊભી વાટે ઝલકાય એવું કુણ?

ઘરના થાળાની બધા ઉંદરી નચાવે
પાળી વનની કુવેલ એક તીં…ગોફણમાં.

મહુડાં વીણાય વળી આંબા વેડાય
બોલ-બોરાં ઉતારે એવું કુણ?
વેલ્યમાં બેહારી તો પૂણિયાય લાવે
ઊભાં બેઠાં ઉતારે એવું કુણ?
રૂંવાંમાં ગોફણ તો ડૂંડાં થઈ ફૂટી
એવી માયા લગાડી એક તીં!… ગોફણમાં.
(મથામણ, ૧૯૮૪, પૃ. ૯)