અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીતા રામૈયા/પહેલે વરસાદે, રાજ…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પહેલે વરસાદે, રાજ…|નીતા રામૈયા}} <poem> પહેલે વરસાદે, કેમ કરી પ...")
 
No edit summary
 
Line 25: Line 25:
{{Right|(દાખલા તરીકે સ્ત્રી, ૧૯૯૪, પૃ. ૩૭)}}
{{Right|(દાખલા તરીકે સ્ત્રી, ૧૯૯૪, પૃ. ૩૭)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શ્યામ સાધુ/દરવાજો ખોલ | દરવાજો ખોલ]]  | અંદરથી પૂર ઊમટ્યું છે દરવાજો ખોલ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/મૃત્યુ — એક સરરિયાલિસ્ટ અનુભવ  | મૃત્યુ — એક સરરિયાલિસ્ટ અનુભવ ]]  | ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા  ]]
}}

Latest revision as of 12:25, 23 October 2021


પહેલે વરસાદે, રાજ…

નીતા રામૈયા

પહેલે વરસાદે, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ;
ઊભા રહો તો, રાજ, આંખ ભરી જોઈ લઉં
વાદળ ને વીજના રુઆબ.

વહેલી સવારથી ઘેરાયું આભ અને
આભમાં વરતાયું આષાઢી કહેણનું
વણછૂટ્યું બાણ;
ઊભા રહો તો, રાજ, માણી લઉં બે ઘડી
આકાશી રાજનાં લહાણ;
પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ.

વહેતી હવાને ચડે મઘમઘતું ઘેન અને
આભથી વછૂટે કેવાં મેઘભીનાં વેણનાં
રૂમઝૂમતાં વહેણ;
ઊભા રહો તો, રાજ, પછી લઉં કાનમાં
વરસાદી કેફની બે વાત;
પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ.
(દાખલા તરીકે સ્ત્રી, ૧૯૯૪, પૃ. ૩૭)