ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/ગોવર્ધનરામનો કાવ્યવિચાર: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|૧૦<br>ગોવર્ધનરામનો કાવ્યવિચાર}} | {{Heading|૧૦<br>ગોવર્ધનરામનો કાવ્યવિચાર}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે આરંભના પ્રકરણમાં નોંધ્યું છે તેમ, પ્રસ્તુત અધ્યયન વિષયને આપણા આધુનિક સાહિત્યના આરંભકાળના નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ અને મણિલાલ – એ પાંચ વિદ્વાનોની કાવ્યમીમાંસા પૂરતો સીમિત કરી લીધો છે. આપણે એમાં એમ નોંધ્યું છે કે આ વિદ્વાનોની કાવ્યચર્ચામાં સ્પર્શાયેલા અનેક સર્વસામાન્ય પ્રશ્નોને કારણે, અને ખાસ તો, એ સર્વ ચર્ચાવિચારણાઓની ભૂમિકામાં રહેલી વિશિષ્ટ કાવ્યભાવનાને કારણે એ સર્વ ચર્ચાવિચારણા આપણા વિવેચનસાહિત્યનો એક પ્રારંભિક તબક્કો (Phase) બની રહે છે. અહીં આપણે સાક્ષરયુગના પંડિત ગોવર્ધનરામની કાવ્યવિચારણાને ટૂંકમાં નોંધીશું. તેમની કાવ્યચર્ચા “કવિતા, કાવ્ય અને કવિ - એ વિષયે | આપણે આરંભના પ્રકરણમાં નોંધ્યું છે તેમ, પ્રસ્તુત અધ્યયન વિષયને આપણા આધુનિક સાહિત્યના આરંભકાળના નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ અને મણિલાલ – એ પાંચ વિદ્વાનોની કાવ્યમીમાંસા પૂરતો સીમિત કરી લીધો છે. આપણે એમાં એમ નોંધ્યું છે કે આ વિદ્વાનોની કાવ્યચર્ચામાં સ્પર્શાયેલા અનેક સર્વસામાન્ય પ્રશ્નોને કારણે, અને ખાસ તો, એ સર્વ ચર્ચાવિચારણાઓની ભૂમિકામાં રહેલી વિશિષ્ટ કાવ્યભાવનાને કારણે એ સર્વ ચર્ચાવિચારણા આપણા વિવેચનસાહિત્યનો એક પ્રારંભિક તબક્કો (Phase) બની રહે છે. અહીં આપણે સાક્ષરયુગના પંડિત ગોવર્ધનરામની કાવ્યવિચારણાને ટૂંકમાં નોંધીશું. તેમની કાવ્યચર્ચા “કવિતા, કાવ્ય અને કવિ - એ વિષયે મિતાક્ષર”<ref>પ્રગટ : સમાલોચક : ૧૮૯૬ અંક ૧લો : જાન્યુઆરી.</ref> નામે લેખમાં પ્રાપ્ત થાય છે. | ||
ગોવર્ધનરામની કાવ્યભાવનામાં કવિતાના ‘રસ’ તત્ત્વને સ્થાને જીવનતત્ત્વબોધનો મહિમા થયો છે તે નોંધપાત્ર છે. તેમણે પોતાના લેખના આરંભમાં જ નોંધ્યું છે : “કાવ્યં રસાત્મકં પાહુ : એ વ્યાખ્યાકારોના મનમાં ઊંચી જાતનાં કાવ્ય હતાં, પરંતુ છેક પાછલા વખતનાં સંસ્કૃત કાવ્ય, ભાષાકાવ્ય અને ઇંગ્રેજોને હાથે વિદ્યોધ્ધાર થવા માંડ્યા પછી ગુજરાતી ભાષામાં રચાયેલાં કાવ્ય ઉપરથી કોઈએ કાવ્યની વ્યાખ્યા બાંધી હોત તો “કાવ્યં કલ્પનાત્મકં પ્રાહુઃ | કાવ્યં અલંકારાત્મકં પ્રાહુઃ |..... એવી વ્યાખ્યાઓ બાંધવી પડત. રામાયણ અને મહાભારતમાં તો રસના કરતાં પણ ઘણા ઊંચા પ્રકારનો આત્મા છે અને રસ કેવળ ગૌણ સ્થાને છે. | ગોવર્ધનરામની કાવ્યભાવનામાં કવિતાના ‘રસ’ તત્ત્વને સ્થાને જીવનતત્ત્વબોધનો મહિમા થયો છે તે નોંધપાત્ર છે. તેમણે પોતાના લેખના આરંભમાં જ નોંધ્યું છે : “કાવ્યં રસાત્મકં પાહુ : એ વ્યાખ્યાકારોના મનમાં ઊંચી જાતનાં કાવ્ય હતાં, પરંતુ છેક પાછલા વખતનાં સંસ્કૃત કાવ્ય, ભાષાકાવ્ય અને ઇંગ્રેજોને હાથે વિદ્યોધ્ધાર થવા માંડ્યા પછી ગુજરાતી ભાષામાં રચાયેલાં કાવ્ય ઉપરથી કોઈએ કાવ્યની વ્યાખ્યા બાંધી હોત તો “કાવ્યં કલ્પનાત્મકં પ્રાહુઃ | કાવ્યં અલંકારાત્મકં પ્રાહુઃ |..... એવી વ્યાખ્યાઓ બાંધવી પડત. રામાયણ અને મહાભારતમાં તો રસના કરતાં પણ ઘણા ઊંચા પ્રકારનો આત્મા છે અને રસ કેવળ ગૌણ સ્થાને છે.”<ref>સમાલોચક : ઈ.સ. ૧૮૯૬ : અંક ૧લો : જાન્યુઆરી, પૃ. ૨</ref> પ્રસ્તુત અવતરણની ચર્ચાનો સમગ્રતયા વિચાર કરતાં જણાય છે કે અહીં ગોવર્ધનરામ સમક્ષ ઉત્તમ કોટિની જીવનમીમાંસક સાહિત્યકૃતિઓ રહી છે. ‘રસ’એ માનવ-ઊર્મિજનિત ચમત્કૃતિ હોય એવા જ કોઈક ખ્યાલથી તેઓ ‘રસ’ને ગૌણ સ્થાને સ્થાપવા ચાહે છે. મહાકાવ્યોમાં ઊર્મિજનિત રસચમત્કૃતિ છે, પણ તેનો ‘આત્મા’ તો વિશ્વજીવનની અન્વીક્ષામાં રહ્યો છે. તેમની આ દૃષ્ટિ નીચેની ચર્ચાના પ્રકાશમાં સ્પષ્ટ થાય છે : “યુરોપમાં શાસ્ત્રાભ્યાસકો શેક્સ્પિયરમાંથી જનસ્વભાવનાં શાસ્ત્ર શોધે છે. ગુટે પાસેથી વિદ્યાથી માણસ કેટલું બદલાય છે તે જાણવા પ્રયત્ન કરે છે. હોમરમાંથી ઇતિહાસ શોધે છે અને વર્ડ્ઝવર્થ જેવાઓનું નવનીત જાણી આનંદથી આશ્ચર્યોદ્ગાર કરે છે કે : Poets are the heralds of philosophy”<ref>એજન : પૃ. ૨</ref> આ અવતરણની અંતિમ ઉક્તિ નોંધપાત્ર છે. ગોવર્ધનરામે પાશ્ચાત્ય કવિઓની રચનાઓમાં કોઈ ને કોઈ પ્રકારે પરિણત પ્રજ્ઞાની નીપજ જેવી તાત્ત્વિક દૃષ્ટિ નિહાળી છે. એટલે સંસ્કૃત કવિતામાંની (ઊર્મિજનિત) રસચમત્કૃતિ તેમને અવગણનાપાત્ર લાગી હોય તો આશ્ચર્ય નહિ. | ||
ગોવર્ધનરામે પોતાની કાવ્યભાવના સ્પષ્ટ કરવાને આપણાં રામાયણ-મહાભારતનો વિશેષ આધાર લીધો છે. તેઓ કહે છે : જો શાસ્ત્રકારો, “રામાયણ મહાભારત ઉપરથી કાવ્યની વ્યાખ્યા બાંધત તો નક્કી તેઓ પણ આનન્દોદ્ગાર કરત કે “કવિઓ સૂર્યની પેઠે લોકમાત્રના પ્રકાશ અને જીવનનો પ્રભાવ છે! | ગોવર્ધનરામે પોતાની કાવ્યભાવના સ્પષ્ટ કરવાને આપણાં રામાયણ-મહાભારતનો વિશેષ આધાર લીધો છે. તેઓ કહે છે : જો શાસ્ત્રકારો, “રામાયણ મહાભારત ઉપરથી કાવ્યની વ્યાખ્યા બાંધત તો નક્કી તેઓ પણ આનન્દોદ્ગાર કરત કે “કવિઓ સૂર્યની પેઠે લોકમાત્રના પ્રકાશ અને જીવનનો પ્રભાવ છે!”<ref>સમાલોચક : ઈ.સ. ૧૮૯૬ : અંક ૧લો : જાન્યુઆરી : પૃ. ૩</ref> અને આ મુદ્દાને સ્પષ્ટ કરતાં તેઓ ઉમેરે છે : “ગૃહસંસારમાં, સ્નેહ સંસારમાં, વ્યવહારમાં, જ્ઞાનશોધનમાં, ધર્મકર્મમાં, રાજનીતિમાં, યુદ્ધપ્રસંગમાં, બુદ્ધિના ઉપયોગમાં, દુઃખમોક્ષમાં અને એવા એવા અનેક પ્રસંગોમાં સહસ્રાવધિ વર્ષોથી રામાયણ, ભારત આ અતિ વિસ્તીર્ણ અને અનેક પ્રજાવાળા દેશના સર્વ વર્ગને પ્રાણ જેવાં થઈ પડયાં છે તે આર્યદેશના ઇતિહાસ શોધનારને સૂક્ષ્મ દૃષ્ટિ વાપરતાં માલમ પડશે. જો રસાત્મામાં આ કાવ્યોના આત્માની પર્યાપ્તિ થઈ હોત તો આ પરિણામ ન થાત, કારણ રસનું વીર્ય રસજ્ઞતા સિવાય અન્યત્ર પડતું નથી, રસજ્ઞતાનાં પાત્ર વિરલ હોય છે. રસક્ષેત્ર બુદ્ધિશાસ્ત્ર આગળ વિસ્તારમાં કાંઈ લેખામાં પણ નથી. અને બુદ્ધિથી રસનો ઉદ્ભવ છે. રસ બુદ્ધિનો ઉદ્ભવ નથી. કેવળ રસાત્માવાળાં કાવ્યો બુદ્ધિ આત્માવાળાં શાસ્ત્રોના અભ્યાસકોને શુષ્ક લાગે તેમાં કાંઈ નવાઈ નથી.”<ref>એજન : પૃ. ૩</ref> ગોવર્ધનરામની આ વિચારણા બારીક અવલોકન માગે છે. આગળ નોંધ્યું છે તેમ તેઓને ‘રસ’ દ્વારા ઊર્મિજનિત ચમત્કૃતિનો ખ્યાલ જ અભિપ્રેત જણાય છે. એટલે કવિતામાં માત્ર ઊર્મિનું પ્રાચૂર્ય તેમને આવકાર્ય નથી. તેમની સમજણ એવી છે કે જે વ્યક્તિ અનેક જ્ઞાનવિજ્ઞાનના અભ્યાસથી પક્વ બુદ્ધિ ધરાવે છે તેને માત્ર ઊર્મિજનિત કવિતા પૂર્ણ સંતર્પી શકે નહિ. કવિતામાં વિશ્વજીવનનું રહસ્ય—તેનો તત્ત્વબોધ જ—સાચા રસની ચમત્કૃત્તિ પ્રગટ કરી આપે છે. | ||
ગોવર્ધનરામની કાવ્યભાવના પાછળ રહેલી તેમની તાત્ત્વિક ભૂમિકા આ પ્રમાણે છે. | ગોવર્ધનરામની કાવ્યભાવના પાછળ રહેલી તેમની તાત્ત્વિક ભૂમિકા આ પ્રમાણે છે. | ||
“રસને કાવ્ય સાથે સંબંધ નથી એમ નથી, પણ તે કેવી જાતનો છે અને કાવ્ય શું છે તે કાવ્યનો ઉદ્ભવ જાણ્યાથી માલમ પડશે. મનુષ્યમાત્રમાં હૃદય અને બુદ્ધિનું યંત્ર રચેલું હોય છે. ઇન્દ્રિયો દ્વારા અથવા આત્મશક્તિથી વધતાઘટતા બુદ્ધિના ભંડારથી હૃદયનો રસ ભિન્ન ભિન્ન સ્વરૂપે બંધાય છે અને એ રસની પ્રેરી માનવીની પ્રવૃત્તિ – નિવૃત્તિ થાય છે. એ રસને પ્રસંગે અંગ્રેજીમાં Poetry of the heart ( હૃદયની કવિતા) એવું નામ આપવામાં આવે છે. સારું અથવા નરસું, ઉચ્ચ અથવા નીચે આ રસયંત્ર સર્વ માનવીમાં હોય છે અને સંસાર તેમજ સંન્યાસ ઉભયનો ઉદ્ભવ આ રસયંત્ર વિના અશક્ય છે. આ બુદ્ધિયંત્ર, રસયંત્ર, અને સંસારયંત્ર એ ત્રિવિધ યંત્રોનો અનુભવ સર્વ કરે છે, પણ કેટલાક મનુષ્યો તે અનુભવનું અવલોકન કરી રાખે છે અને બોધ પામે છે. આ અવલોકનનો વિષય કેવળ રસાનુભવ નથી કેવળ પરાનુભવ નથી. પણ એ ઉભય તો માત્ર ભૂત અને વર્તમાનના અનુભવ છે અને તે ઉપરાંત અનનુભૂત એવું જે ભવિષ્ય અને અપ્રત્યક્ષ તેનો પણ ત્રિકાળપક્ષી કવિને અનુભવ થવા માંડે છે અને તે સર્વનું અવલોકન તે કરી શકે છે. આ સર્વ અવલોકન એક જાતનો શોધ છે, જ્ઞાન છે, વિચાર છે, બોધ છે અને એ બોધ એટલે જાગવું તે ઐશ્વર્યનો પ્રસાદ છે. | “રસને કાવ્ય સાથે સંબંધ નથી એમ નથી, પણ તે કેવી જાતનો છે અને કાવ્ય શું છે તે કાવ્યનો ઉદ્ભવ જાણ્યાથી માલમ પડશે. મનુષ્યમાત્રમાં હૃદય અને બુદ્ધિનું યંત્ર રચેલું હોય છે. ઇન્દ્રિયો દ્વારા અથવા આત્મશક્તિથી વધતાઘટતા બુદ્ધિના ભંડારથી હૃદયનો રસ ભિન્ન ભિન્ન સ્વરૂપે બંધાય છે અને એ રસની પ્રેરી માનવીની પ્રવૃત્તિ – નિવૃત્તિ થાય છે. એ રસને પ્રસંગે અંગ્રેજીમાં Poetry of the heart ( હૃદયની કવિતા) એવું નામ આપવામાં આવે છે. સારું અથવા નરસું, ઉચ્ચ અથવા નીચે આ રસયંત્ર સર્વ માનવીમાં હોય છે અને સંસાર તેમજ સંન્યાસ ઉભયનો ઉદ્ભવ આ રસયંત્ર વિના અશક્ય છે. આ બુદ્ધિયંત્ર, રસયંત્ર, અને સંસારયંત્ર એ ત્રિવિધ યંત્રોનો અનુભવ સર્વ કરે છે, પણ કેટલાક મનુષ્યો તે અનુભવનું અવલોકન કરી રાખે છે અને બોધ પામે છે. આ અવલોકનનો વિષય કેવળ રસાનુભવ નથી કેવળ પરાનુભવ નથી. પણ એ ઉભય તો માત્ર ભૂત અને વર્તમાનના અનુભવ છે અને તે ઉપરાંત અનનુભૂત એવું જે ભવિષ્ય અને અપ્રત્યક્ષ તેનો પણ ત્રિકાળપક્ષી કવિને અનુભવ થવા માંડે છે અને તે સર્વનું અવલોકન તે કરી શકે છે. આ સર્વ અવલોકન એક જાતનો શોધ છે, જ્ઞાન છે, વિચાર છે, બોધ છે અને એ બોધ એટલે જાગવું તે ઐશ્વર્યનો પ્રસાદ છે.”<ref>સમાલોચક : ૧૮૯૬ : અંક ૧લો પૃ. ૩</ref> | ||
અહીં ગોવર્ધનરામે ‘રસયંત્ર’ એવો નવીન શબ્દ પ્રયોજ્યો છે તે ધ્યાનપાત્ર છે એ ‘રસયંત્ર’ એ માનવઆત્માનાં ‘બુદ્ધિયંત્ર’ ‘રસયંત્ર’ અને ‘સંસારયંત્ર’ એ ત્રણ પૈકીનું એક તત્ત્વ છે. એ ‘રસયંત્ર’ દ્વારા જ ‘સંસાર’ અને ‘સંન્યાસ’ બંનેનો ઉદ્ભવ શક્ય બને છે. પરંતુ એ ‘રસયંત્ર’ પણ કવિના અનુભવ અને અવલોકનની વસ્તુ છે. ઉચ્ચ દૃષ્ટા કવિઓ આ પ્રકારે બ્રહ્માંડવ્યાપી જીવનનો અનુભવ અને તેનું અવલોકન રજૂ કરે છે. | અહીં ગોવર્ધનરામે ‘રસયંત્ર’ એવો નવીન શબ્દ પ્રયોજ્યો છે તે ધ્યાનપાત્ર છે એ ‘રસયંત્ર’ એ માનવઆત્માનાં ‘બુદ્ધિયંત્ર’ ‘રસયંત્ર’ અને ‘સંસારયંત્ર’ એ ત્રણ પૈકીનું એક તત્ત્વ છે. એ ‘રસયંત્ર’ દ્વારા જ ‘સંસાર’ અને ‘સંન્યાસ’ બંનેનો ઉદ્ભવ શક્ય બને છે. પરંતુ એ ‘રસયંત્ર’ પણ કવિના અનુભવ અને અવલોકનની વસ્તુ છે. ઉચ્ચ દૃષ્ટા કવિઓ આ પ્રકારે બ્રહ્માંડવ્યાપી જીવનનો અનુભવ અને તેનું અવલોકન રજૂ કરે છે. | ||
કવિતામાં ‘રસ’નું સ્થાન સ્પષ્ટ કરતાં ગોવર્ધનરામે રજૂ કરેલો આ વિચાર પણ નોંધપાત્ર છે : “કવિના હૃદયમાં, કવિના સાધનમાં, કવિની કવિતામાં અને કવિના કુળમાં, કંઈ અથવા કંઈ રસ તો આવશ્યક છે જ; પરંતુ શરીરમાં સર્વત્ર આવશ્યક લોહી જેમ ફરે છે તે છતાં લોહી એ આત્મા નથી, તેમજ કવિતામાં રસ રુધિર પેઠે પ્રવાહમાન હોવા છતાં એ કવિતાનો આત્મા નથી. | કવિતામાં ‘રસ’નું સ્થાન સ્પષ્ટ કરતાં ગોવર્ધનરામે રજૂ કરેલો આ વિચાર પણ નોંધપાત્ર છે : “કવિના હૃદયમાં, કવિના સાધનમાં, કવિની કવિતામાં અને કવિના કુળમાં, કંઈ અથવા કંઈ રસ તો આવશ્યક છે જ; પરંતુ શરીરમાં સર્વત્ર આવશ્યક લોહી જેમ ફરે છે તે છતાં લોહી એ આત્મા નથી, તેમજ કવિતામાં રસ રુધિર પેઠે પ્રવાહમાન હોવા છતાં એ કવિતાનો આત્મા નથી.”<ref>એજન : પૃ. ૪</ref> આ ચર્ચા પરથી બિલકુલ સ્પષ્ટ થાય છે કે કવિતાના આત્મા લેખે તેઓ (ઊર્મિજનિત) રસ કરતાં કોઈ વિશિષ્ટ તત્ત્વને – તેજસ્વી પ્રજ્ઞાબુદ્ધિના તત્ત્વને સ્થાપવા ચાહે છે આ પ્રજ્ઞાબુદ્ધિના તત્ત્વને જ તેઓ ‘અનુભવ’ કે ‘અવલોકન’ દ્વારા ઓળખાવતા જણાય છે. તેઓ કહે છે : “વાલ્મીકિ અને વ્યાસ ઉભય વિદ્વાન હતા. અનેક જાતના બુદ્ધિયંત્ર, રસયંત્ર અને સંસારયંત્રના અનુભવનું અવલોકન તેમણે સૂક્ષ્મ રીતે કર્યું હતું. સુઘડ શૃંગારનું ચતુર અવલોકન કાલિદાસે કર્યું હતું. વિચિત્ર જનસ્વભાવના પ્રકાર શેક્સ્પિયરની દૃષ્ટિ આગળ તરતા હતા. એ અવલોકન નિબન્ધ રૂપે આપણી પાસે આવ્યાં હોત તો પણ તેમની પ્રતિષ્ઠા ઓછી ન હોત. એ જ અવલોકન તેમનાં કાવ્યોનો આત્મા છે. અવલોકન એટલે વિદ્યા અને વિદ્યા એટલે અવલોકન. એ આત્મા એ કાવ્યોમાંથી લેઈ લ્યો અને બાકી શૂન્ય રહેશે! એ આત્મા છે તેથી જ દેશવિદેશમાં દૂરકાલમાં એ કાવ્યો પૂજાય છે અને પૂજાશે.”<ref>સમાલોચક : ૧૮૯૬ : અંક ૧લો : પૃ. ૪</ref> આ ચર્ચા પરથી તરત સ્પષ્ટ થશે કે ‘સરસ્વતીચંદ્ર’ના સર્જકને તો વિશ્વતત્ત્વનું ‘અવલોકન’ કે ‘વિદ્યા’ જ કવિતાનો આત્મા છે, એ ખ્યાલ ઇષ્ટ હોય તો તેમાં કશું જ આશ્ચર્ય નથી.<ref>નરસિંહરાવે પોતાની “રોજનીશી” (પૃ.૧૨૫)માં ગોવર્ધનરામની આ કાવ્યભાવનાની નીચે પ્રમાણે આલોચના કરી છે : “અવલોકનને કાવ્યનો આત્મા ગણવામાં ગોવર્ધનભાઈ કાવ્યનું essence (જીતાતુભૂત તત્ત્વ) ભૂલી જાય છે : અને અન્વય વ્યતિરેકની કસોટીથી તપાસતાં જે તત્ત્વ કાવ્ય જણાય તે આત્મા એ સ્મરણમાં નથી રાખતા. કાવ્યોમાં અવલોકન હોય છે માટે અવલોકન તે કાવ્ય! શી fallacy!<br> | ||
{{gap}}જ્યહાં જ્યહાં અવલોકન ત્યહાં ત્યહાં કવિત્વ, અને જ્યહાં જ્યહાં અવલોકન નહિં ત્યહાં ત્યહાં કવિત્વ નહિં – આ જો ખરું હોય તો જ હેમનું લક્ષણ ખરું. આ અન્વયવ્યતિરેક જે અંશને લાગૂ પડે તે જ ખરું કવિતાનું તત્ત્વ. ગોવર્ધનભાઈએ અહિં ગોથું ખાધું છે. શેક્સ્પિયર વગેરેનાં કાવ્યોમાં અવલોકન (ગંભીર અવલોકન) અને તે જ કદાચ મુખ્ય ઉદ્દિષ્ટ વસ્તુ છે : પણ માટે અવલોકન તે જ કાવ્ય એમ ના કહેવાય, અવલોકન તેમજ અવલોકન સિવાય ઘણીએ બાબતો – (જે lyric કાવ્યના વિષયમાં આવે તે વગેરે.) કવિત્વનો વિષય માત્ર છે, કવિત્વ તો તે તે વિષયને કોઈ અપૂર્વ રીત્યે તેજોમય બનાવી પ્રદર્શિત કરવામાં છે. એ અપૂર્વ રીત્ય તે જ રસમયત્વ અને માટે જ ‘રસ’ તે કાવ્યનો આત્મા છે. એ એકંદરે ઠીક લક્ષણ છે.” – પૃ. ૧૨૫–૧૨૬.<br> | {{gap}}જ્યહાં જ્યહાં અવલોકન ત્યહાં ત્યહાં કવિત્વ, અને જ્યહાં જ્યહાં અવલોકન નહિં ત્યહાં ત્યહાં કવિત્વ નહિં – આ જો ખરું હોય તો જ હેમનું લક્ષણ ખરું. આ અન્વયવ્યતિરેક જે અંશને લાગૂ પડે તે જ ખરું કવિતાનું તત્ત્વ. ગોવર્ધનભાઈએ અહિં ગોથું ખાધું છે. શેક્સ્પિયર વગેરેનાં કાવ્યોમાં અવલોકન (ગંભીર અવલોકન) અને તે જ કદાચ મુખ્ય ઉદ્દિષ્ટ વસ્તુ છે : પણ માટે અવલોકન તે જ કાવ્ય એમ ના કહેવાય, અવલોકન તેમજ અવલોકન સિવાય ઘણીએ બાબતો – (જે lyric કાવ્યના વિષયમાં આવે તે વગેરે.) કવિત્વનો વિષય માત્ર છે, કવિત્વ તો તે તે વિષયને કોઈ અપૂર્વ રીત્યે તેજોમય બનાવી પ્રદર્શિત કરવામાં છે. એ અપૂર્વ રીત્ય તે જ રસમયત્વ અને માટે જ ‘રસ’ તે કાવ્યનો આત્મા છે. એ એકંદરે ઠીક લક્ષણ છે.” – પૃ. ૧૨૫–૧૨૬.<br> | ||
{{gap}}નોંધ : – ગોવર્ધનરામની સમગ્ર ચર્ચાનું તાત્પર્ય જોતાં જણાય છે કે તેમને કવિતાના આત્મા લેખે ઊર્મિજનિત રસચમત્કૃતિથી કોઈક ઉચ્ચતર તત્ત્વની પ્રતિષ્ઠા કરવી છે. તેમણે જે જે મહાકાવ્યોનો નિર્દેશ કરી વિચારણા કરી તેમાંથી એમ ફલિત થાય છે કે કવિતાનું સાચું રહસ્ય તો તેની તત્ત્વબોધિની શક્તિમાં રહ્યું છે. એ માટે તેમણે યોજેલો ‘અવલોકન’ શબ્દ નરસિંહરાવના આક્રમણનો વિષય બન્યો છે. નરસિંહરાવે કવિતાના ‘આત્મા’ લેખે ‘રસ’ તત્ત્વને જ કવિતાનું જીવાતુભૂત તત્ત્વ ગણવા હિમાયત કરી છે. ‘અવલોકન’ એ નિબંધરૂપે પ્રકટ થઈ શકે એમ જે ગોવર્ધનરામની માન્યતા છે તે જોતાં એમ જણાય છે કે એ ‘અવલોકન’ એ કાવ્યનું પ્રાણતત્ત્વ નથી.</ref> શાસ્ત્ર અને કાવ્યનો ભેદ કરતાં ગોવર્ધનરામ કહે છે : “ખરી વાત છે કે કવિતાનો આત્મા અવલોકન જ છે. પરંતુ જેમ સ્ત્રીની બુદ્ધિ અને મનોવૃત્તિમાં કોઈક જાતની રમણીય નિરંકુશતા રહે છે તે જ કવિતાના અવલોકનમાં છે. શાસ્ત્રો માત્ર પ્રમાણ દ્વારા અવલોકન કરે છે અને પગિથયે નિસરણી પર ચ્હડે છે, ત્યારે કવિતા પ્રમાણને ગાંઠવાં હોય તો ગાંઠે છે નીકર રસના વેગથી અથવા કલ્પના દ્વારા ફાળ ભરે છે. અને પૃથ્વી પરથી આકાશમાં ને આકાશમાંથી પૃથ્વી પર એક કૂદકે ઉતર ચ્હડ કરે છે! જે જ્ઞાનરહસ્ય જાણતાં શાસ્ત્ર અત્યન્ત ક્લેશ પામે છે તે રહસ્યના શિખર પર કવિતા એકદમ ઉડતી ઉડતી બેસે છે.... અનેક શાસ્ત્રોના મથનને અંતે એજ પાશ્ચાત્ય પંડિતો જાણવા પામ્યા છે કે જેને અંગ્રેજીમાં Free will કહે છે અને આપણે પુરુષાર્થ કહિયે છિયે તે સર્વ સુદ્ધાંત – માનવીની ભાષા, માનવીના વિચાર, માનવીની કલ્પના – સર્વ એક નિયમથી બંધાઈને ચાલે છે અને ‘અનંતતા’માં એ સર્વનો નિયંતા કોઈ નિયમ છે; એ સર્વનું રહસ્ય એકજ છે એવું જો જાણિયે તો આપણે પણ ઉદ્ગાર નહિ કરિયેકે | {{gap}}નોંધ : – ગોવર્ધનરામની સમગ્ર ચર્ચાનું તાત્પર્ય જોતાં જણાય છે કે તેમને કવિતાના આત્મા લેખે ઊર્મિજનિત રસચમત્કૃતિથી કોઈક ઉચ્ચતર તત્ત્વની પ્રતિષ્ઠા કરવી છે. તેમણે જે જે મહાકાવ્યોનો નિર્દેશ કરી વિચારણા કરી તેમાંથી એમ ફલિત થાય છે કે કવિતાનું સાચું રહસ્ય તો તેની તત્ત્વબોધિની શક્તિમાં રહ્યું છે. એ માટે તેમણે યોજેલો ‘અવલોકન’ શબ્દ નરસિંહરાવના આક્રમણનો વિષય બન્યો છે. નરસિંહરાવે કવિતાના ‘આત્મા’ લેખે ‘રસ’ તત્ત્વને જ કવિતાનું જીવાતુભૂત તત્ત્વ ગણવા હિમાયત કરી છે. ‘અવલોકન’ એ નિબંધરૂપે પ્રકટ થઈ શકે એમ જે ગોવર્ધનરામની માન્યતા છે તે જોતાં એમ જણાય છે કે એ ‘અવલોકન’ એ કાવ્યનું પ્રાણતત્ત્વ નથી.</ref> શાસ્ત્ર અને કાવ્યનો ભેદ કરતાં ગોવર્ધનરામ કહે છે : “ખરી વાત છે કે કવિતાનો આત્મા અવલોકન જ છે. પરંતુ જેમ સ્ત્રીની બુદ્ધિ અને મનોવૃત્તિમાં કોઈક જાતની રમણીય નિરંકુશતા રહે છે તે જ કવિતાના અવલોકનમાં છે. શાસ્ત્રો માત્ર પ્રમાણ દ્વારા અવલોકન કરે છે અને પગિથયે નિસરણી પર ચ્હડે છે, ત્યારે કવિતા પ્રમાણને ગાંઠવાં હોય તો ગાંઠે છે નીકર રસના વેગથી અથવા કલ્પના દ્વારા ફાળ ભરે છે. અને પૃથ્વી પરથી આકાશમાં ને આકાશમાંથી પૃથ્વી પર એક કૂદકે ઉતર ચ્હડ કરે છે! જે જ્ઞાનરહસ્ય જાણતાં શાસ્ત્ર અત્યન્ત ક્લેશ પામે છે તે રહસ્યના શિખર પર કવિતા એકદમ ઉડતી ઉડતી બેસે છે.... અનેક શાસ્ત્રોના મથનને અંતે એજ પાશ્ચાત્ય પંડિતો જાણવા પામ્યા છે કે જેને અંગ્રેજીમાં Free will કહે છે અને આપણે પુરુષાર્થ કહિયે છિયે તે સર્વ સુદ્ધાંત – માનવીની ભાષા, માનવીના વિચાર, માનવીની કલ્પના – સર્વ એક નિયમથી બંધાઈને ચાલે છે અને ‘અનંતતા’માં એ સર્વનો નિયંતા કોઈ નિયમ છે; એ સર્વનું રહસ્ય એકજ છે એવું જો જાણિયે તો આપણે પણ ઉદ્ગાર નહિ કરિયેકે | ||
“કવિયો પર્યેષક શાસ્ત્રોનાં અગ્રયાયી દૂતો છે? | “કવિયો પર્યેષક શાસ્ત્રોનાં અગ્રયાયી દૂતો છે?”<ref>સમાલોચકની ચર્ચા : પૃ. ૪–૬</ref> ગોવર્ધનરામની આ વિચારણા તેમની કાવ્યભાવનાને વધુ સ્ફુટ કરી આપે છે. કવિતાનો આત્મા જે ‘અવલોકન’ કે ‘વિદ્યા’ છે તે આ બ્રહ્માંડની વિમર્શક પ્રજ્ઞાદૃષ્ટિ જ છે. સાક્ષરયુગની કાવ્યભાવનામાં ગોવર્ધનરામનો અભિગમ વિલક્ષણ છે. બળવંતરાય ઠાકોરે વિચારઘન કાવ્યનો જે આદર્શ રજૂ કર્યો, તેની પૂર્વે ગોવર્ધનરામે પણ એવી જીવનવિમર્શાત્મક કવિતાનો મહિમા કર્યો છે. | ||
<ref> | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''પાદટીપ''' | '''પાદટીપ''' | ||
Latest revision as of 02:25, 1 October 2025
ગોવર્ધનરામનો કાવ્યવિચાર
આપણે આરંભના પ્રકરણમાં નોંધ્યું છે તેમ, પ્રસ્તુત અધ્યયન વિષયને આપણા આધુનિક સાહિત્યના આરંભકાળના નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ અને મણિલાલ – એ પાંચ વિદ્વાનોની કાવ્યમીમાંસા પૂરતો સીમિત કરી લીધો છે. આપણે એમાં એમ નોંધ્યું છે કે આ વિદ્વાનોની કાવ્યચર્ચામાં સ્પર્શાયેલા અનેક સર્વસામાન્ય પ્રશ્નોને કારણે, અને ખાસ તો, એ સર્વ ચર્ચાવિચારણાઓની ભૂમિકામાં રહેલી વિશિષ્ટ કાવ્યભાવનાને કારણે એ સર્વ ચર્ચાવિચારણા આપણા વિવેચનસાહિત્યનો એક પ્રારંભિક તબક્કો (Phase) બની રહે છે. અહીં આપણે સાક્ષરયુગના પંડિત ગોવર્ધનરામની કાવ્યવિચારણાને ટૂંકમાં નોંધીશું. તેમની કાવ્યચર્ચા “કવિતા, કાવ્ય અને કવિ - એ વિષયે મિતાક્ષર”[1] નામે લેખમાં પ્રાપ્ત થાય છે. ગોવર્ધનરામની કાવ્યભાવનામાં કવિતાના ‘રસ’ તત્ત્વને સ્થાને જીવનતત્ત્વબોધનો મહિમા થયો છે તે નોંધપાત્ર છે. તેમણે પોતાના લેખના આરંભમાં જ નોંધ્યું છે : “કાવ્યં રસાત્મકં પાહુ : એ વ્યાખ્યાકારોના મનમાં ઊંચી જાતનાં કાવ્ય હતાં, પરંતુ છેક પાછલા વખતનાં સંસ્કૃત કાવ્ય, ભાષાકાવ્ય અને ઇંગ્રેજોને હાથે વિદ્યોધ્ધાર થવા માંડ્યા પછી ગુજરાતી ભાષામાં રચાયેલાં કાવ્ય ઉપરથી કોઈએ કાવ્યની વ્યાખ્યા બાંધી હોત તો “કાવ્યં કલ્પનાત્મકં પ્રાહુઃ | કાવ્યં અલંકારાત્મકં પ્રાહુઃ |..... એવી વ્યાખ્યાઓ બાંધવી પડત. રામાયણ અને મહાભારતમાં તો રસના કરતાં પણ ઘણા ઊંચા પ્રકારનો આત્મા છે અને રસ કેવળ ગૌણ સ્થાને છે.”[2] પ્રસ્તુત અવતરણની ચર્ચાનો સમગ્રતયા વિચાર કરતાં જણાય છે કે અહીં ગોવર્ધનરામ સમક્ષ ઉત્તમ કોટિની જીવનમીમાંસક સાહિત્યકૃતિઓ રહી છે. ‘રસ’એ માનવ-ઊર્મિજનિત ચમત્કૃતિ હોય એવા જ કોઈક ખ્યાલથી તેઓ ‘રસ’ને ગૌણ સ્થાને સ્થાપવા ચાહે છે. મહાકાવ્યોમાં ઊર્મિજનિત રસચમત્કૃતિ છે, પણ તેનો ‘આત્મા’ તો વિશ્વજીવનની અન્વીક્ષામાં રહ્યો છે. તેમની આ દૃષ્ટિ નીચેની ચર્ચાના પ્રકાશમાં સ્પષ્ટ થાય છે : “યુરોપમાં શાસ્ત્રાભ્યાસકો શેક્સ્પિયરમાંથી જનસ્વભાવનાં શાસ્ત્ર શોધે છે. ગુટે પાસેથી વિદ્યાથી માણસ કેટલું બદલાય છે તે જાણવા પ્રયત્ન કરે છે. હોમરમાંથી ઇતિહાસ શોધે છે અને વર્ડ્ઝવર્થ જેવાઓનું નવનીત જાણી આનંદથી આશ્ચર્યોદ્ગાર કરે છે કે : Poets are the heralds of philosophy”[3] આ અવતરણની અંતિમ ઉક્તિ નોંધપાત્ર છે. ગોવર્ધનરામે પાશ્ચાત્ય કવિઓની રચનાઓમાં કોઈ ને કોઈ પ્રકારે પરિણત પ્રજ્ઞાની નીપજ જેવી તાત્ત્વિક દૃષ્ટિ નિહાળી છે. એટલે સંસ્કૃત કવિતામાંની (ઊર્મિજનિત) રસચમત્કૃતિ તેમને અવગણનાપાત્ર લાગી હોય તો આશ્ચર્ય નહિ. ગોવર્ધનરામે પોતાની કાવ્યભાવના સ્પષ્ટ કરવાને આપણાં રામાયણ-મહાભારતનો વિશેષ આધાર લીધો છે. તેઓ કહે છે : જો શાસ્ત્રકારો, “રામાયણ મહાભારત ઉપરથી કાવ્યની વ્યાખ્યા બાંધત તો નક્કી તેઓ પણ આનન્દોદ્ગાર કરત કે “કવિઓ સૂર્યની પેઠે લોકમાત્રના પ્રકાશ અને જીવનનો પ્રભાવ છે!”[4] અને આ મુદ્દાને સ્પષ્ટ કરતાં તેઓ ઉમેરે છે : “ગૃહસંસારમાં, સ્નેહ સંસારમાં, વ્યવહારમાં, જ્ઞાનશોધનમાં, ધર્મકર્મમાં, રાજનીતિમાં, યુદ્ધપ્રસંગમાં, બુદ્ધિના ઉપયોગમાં, દુઃખમોક્ષમાં અને એવા એવા અનેક પ્રસંગોમાં સહસ્રાવધિ વર્ષોથી રામાયણ, ભારત આ અતિ વિસ્તીર્ણ અને અનેક પ્રજાવાળા દેશના સર્વ વર્ગને પ્રાણ જેવાં થઈ પડયાં છે તે આર્યદેશના ઇતિહાસ શોધનારને સૂક્ષ્મ દૃષ્ટિ વાપરતાં માલમ પડશે. જો રસાત્મામાં આ કાવ્યોના આત્માની પર્યાપ્તિ થઈ હોત તો આ પરિણામ ન થાત, કારણ રસનું વીર્ય રસજ્ઞતા સિવાય અન્યત્ર પડતું નથી, રસજ્ઞતાનાં પાત્ર વિરલ હોય છે. રસક્ષેત્ર બુદ્ધિશાસ્ત્ર આગળ વિસ્તારમાં કાંઈ લેખામાં પણ નથી. અને બુદ્ધિથી રસનો ઉદ્ભવ છે. રસ બુદ્ધિનો ઉદ્ભવ નથી. કેવળ રસાત્માવાળાં કાવ્યો બુદ્ધિ આત્માવાળાં શાસ્ત્રોના અભ્યાસકોને શુષ્ક લાગે તેમાં કાંઈ નવાઈ નથી.”[5] ગોવર્ધનરામની આ વિચારણા બારીક અવલોકન માગે છે. આગળ નોંધ્યું છે તેમ તેઓને ‘રસ’ દ્વારા ઊર્મિજનિત ચમત્કૃતિનો ખ્યાલ જ અભિપ્રેત જણાય છે. એટલે કવિતામાં માત્ર ઊર્મિનું પ્રાચૂર્ય તેમને આવકાર્ય નથી. તેમની સમજણ એવી છે કે જે વ્યક્તિ અનેક જ્ઞાનવિજ્ઞાનના અભ્યાસથી પક્વ બુદ્ધિ ધરાવે છે તેને માત્ર ઊર્મિજનિત કવિતા પૂર્ણ સંતર્પી શકે નહિ. કવિતામાં વિશ્વજીવનનું રહસ્ય—તેનો તત્ત્વબોધ જ—સાચા રસની ચમત્કૃત્તિ પ્રગટ કરી આપે છે. ગોવર્ધનરામની કાવ્યભાવના પાછળ રહેલી તેમની તાત્ત્વિક ભૂમિકા આ પ્રમાણે છે. “રસને કાવ્ય સાથે સંબંધ નથી એમ નથી, પણ તે કેવી જાતનો છે અને કાવ્ય શું છે તે કાવ્યનો ઉદ્ભવ જાણ્યાથી માલમ પડશે. મનુષ્યમાત્રમાં હૃદય અને બુદ્ધિનું યંત્ર રચેલું હોય છે. ઇન્દ્રિયો દ્વારા અથવા આત્મશક્તિથી વધતાઘટતા બુદ્ધિના ભંડારથી હૃદયનો રસ ભિન્ન ભિન્ન સ્વરૂપે બંધાય છે અને એ રસની પ્રેરી માનવીની પ્રવૃત્તિ – નિવૃત્તિ થાય છે. એ રસને પ્રસંગે અંગ્રેજીમાં Poetry of the heart ( હૃદયની કવિતા) એવું નામ આપવામાં આવે છે. સારું અથવા નરસું, ઉચ્ચ અથવા નીચે આ રસયંત્ર સર્વ માનવીમાં હોય છે અને સંસાર તેમજ સંન્યાસ ઉભયનો ઉદ્ભવ આ રસયંત્ર વિના અશક્ય છે. આ બુદ્ધિયંત્ર, રસયંત્ર, અને સંસારયંત્ર એ ત્રિવિધ યંત્રોનો અનુભવ સર્વ કરે છે, પણ કેટલાક મનુષ્યો તે અનુભવનું અવલોકન કરી રાખે છે અને બોધ પામે છે. આ અવલોકનનો વિષય કેવળ રસાનુભવ નથી કેવળ પરાનુભવ નથી. પણ એ ઉભય તો માત્ર ભૂત અને વર્તમાનના અનુભવ છે અને તે ઉપરાંત અનનુભૂત એવું જે ભવિષ્ય અને અપ્રત્યક્ષ તેનો પણ ત્રિકાળપક્ષી કવિને અનુભવ થવા માંડે છે અને તે સર્વનું અવલોકન તે કરી શકે છે. આ સર્વ અવલોકન એક જાતનો શોધ છે, જ્ઞાન છે, વિચાર છે, બોધ છે અને એ બોધ એટલે જાગવું તે ઐશ્વર્યનો પ્રસાદ છે.”[6] અહીં ગોવર્ધનરામે ‘રસયંત્ર’ એવો નવીન શબ્દ પ્રયોજ્યો છે તે ધ્યાનપાત્ર છે એ ‘રસયંત્ર’ એ માનવઆત્માનાં ‘બુદ્ધિયંત્ર’ ‘રસયંત્ર’ અને ‘સંસારયંત્ર’ એ ત્રણ પૈકીનું એક તત્ત્વ છે. એ ‘રસયંત્ર’ દ્વારા જ ‘સંસાર’ અને ‘સંન્યાસ’ બંનેનો ઉદ્ભવ શક્ય બને છે. પરંતુ એ ‘રસયંત્ર’ પણ કવિના અનુભવ અને અવલોકનની વસ્તુ છે. ઉચ્ચ દૃષ્ટા કવિઓ આ પ્રકારે બ્રહ્માંડવ્યાપી જીવનનો અનુભવ અને તેનું અવલોકન રજૂ કરે છે. કવિતામાં ‘રસ’નું સ્થાન સ્પષ્ટ કરતાં ગોવર્ધનરામે રજૂ કરેલો આ વિચાર પણ નોંધપાત્ર છે : “કવિના હૃદયમાં, કવિના સાધનમાં, કવિની કવિતામાં અને કવિના કુળમાં, કંઈ અથવા કંઈ રસ તો આવશ્યક છે જ; પરંતુ શરીરમાં સર્વત્ર આવશ્યક લોહી જેમ ફરે છે તે છતાં લોહી એ આત્મા નથી, તેમજ કવિતામાં રસ રુધિર પેઠે પ્રવાહમાન હોવા છતાં એ કવિતાનો આત્મા નથી.”[7] આ ચર્ચા પરથી બિલકુલ સ્પષ્ટ થાય છે કે કવિતાના આત્મા લેખે તેઓ (ઊર્મિજનિત) રસ કરતાં કોઈ વિશિષ્ટ તત્ત્વને – તેજસ્વી પ્રજ્ઞાબુદ્ધિના તત્ત્વને સ્થાપવા ચાહે છે આ પ્રજ્ઞાબુદ્ધિના તત્ત્વને જ તેઓ ‘અનુભવ’ કે ‘અવલોકન’ દ્વારા ઓળખાવતા જણાય છે. તેઓ કહે છે : “વાલ્મીકિ અને વ્યાસ ઉભય વિદ્વાન હતા. અનેક જાતના બુદ્ધિયંત્ર, રસયંત્ર અને સંસારયંત્રના અનુભવનું અવલોકન તેમણે સૂક્ષ્મ રીતે કર્યું હતું. સુઘડ શૃંગારનું ચતુર અવલોકન કાલિદાસે કર્યું હતું. વિચિત્ર જનસ્વભાવના પ્રકાર શેક્સ્પિયરની દૃષ્ટિ આગળ તરતા હતા. એ અવલોકન નિબન્ધ રૂપે આપણી પાસે આવ્યાં હોત તો પણ તેમની પ્રતિષ્ઠા ઓછી ન હોત. એ જ અવલોકન તેમનાં કાવ્યોનો આત્મા છે. અવલોકન એટલે વિદ્યા અને વિદ્યા એટલે અવલોકન. એ આત્મા એ કાવ્યોમાંથી લેઈ લ્યો અને બાકી શૂન્ય રહેશે! એ આત્મા છે તેથી જ દેશવિદેશમાં દૂરકાલમાં એ કાવ્યો પૂજાય છે અને પૂજાશે.”[8] આ ચર્ચા પરથી તરત સ્પષ્ટ થશે કે ‘સરસ્વતીચંદ્ર’ના સર્જકને તો વિશ્વતત્ત્વનું ‘અવલોકન’ કે ‘વિદ્યા’ જ કવિતાનો આત્મા છે, એ ખ્યાલ ઇષ્ટ હોય તો તેમાં કશું જ આશ્ચર્ય નથી.[9] શાસ્ત્ર અને કાવ્યનો ભેદ કરતાં ગોવર્ધનરામ કહે છે : “ખરી વાત છે કે કવિતાનો આત્મા અવલોકન જ છે. પરંતુ જેમ સ્ત્રીની બુદ્ધિ અને મનોવૃત્તિમાં કોઈક જાતની રમણીય નિરંકુશતા રહે છે તે જ કવિતાના અવલોકનમાં છે. શાસ્ત્રો માત્ર પ્રમાણ દ્વારા અવલોકન કરે છે અને પગિથયે નિસરણી પર ચ્હડે છે, ત્યારે કવિતા પ્રમાણને ગાંઠવાં હોય તો ગાંઠે છે નીકર રસના વેગથી અથવા કલ્પના દ્વારા ફાળ ભરે છે. અને પૃથ્વી પરથી આકાશમાં ને આકાશમાંથી પૃથ્વી પર એક કૂદકે ઉતર ચ્હડ કરે છે! જે જ્ઞાનરહસ્ય જાણતાં શાસ્ત્ર અત્યન્ત ક્લેશ પામે છે તે રહસ્યના શિખર પર કવિતા એકદમ ઉડતી ઉડતી બેસે છે.... અનેક શાસ્ત્રોના મથનને અંતે એજ પાશ્ચાત્ય પંડિતો જાણવા પામ્યા છે કે જેને અંગ્રેજીમાં Free will કહે છે અને આપણે પુરુષાર્થ કહિયે છિયે તે સર્વ સુદ્ધાંત – માનવીની ભાષા, માનવીના વિચાર, માનવીની કલ્પના – સર્વ એક નિયમથી બંધાઈને ચાલે છે અને ‘અનંતતા’માં એ સર્વનો નિયંતા કોઈ નિયમ છે; એ સર્વનું રહસ્ય એકજ છે એવું જો જાણિયે તો આપણે પણ ઉદ્ગાર નહિ કરિયેકે “કવિયો પર્યેષક શાસ્ત્રોનાં અગ્રયાયી દૂતો છે?”[10] ગોવર્ધનરામની આ વિચારણા તેમની કાવ્યભાવનાને વધુ સ્ફુટ કરી આપે છે. કવિતાનો આત્મા જે ‘અવલોકન’ કે ‘વિદ્યા’ છે તે આ બ્રહ્માંડની વિમર્શક પ્રજ્ઞાદૃષ્ટિ જ છે. સાક્ષરયુગની કાવ્યભાવનામાં ગોવર્ધનરામનો અભિગમ વિલક્ષણ છે. બળવંતરાય ઠાકોરે વિચારઘન કાવ્યનો જે આદર્શ રજૂ કર્યો, તેની પૂર્વે ગોવર્ધનરામે પણ એવી જીવનવિમર્શાત્મક કવિતાનો મહિમા કર્યો છે.
પાદટીપ
- ↑ પ્રગટ : સમાલોચક : ૧૮૯૬ અંક ૧લો : જાન્યુઆરી.
- ↑ સમાલોચક : ઈ.સ. ૧૮૯૬ : અંક ૧લો : જાન્યુઆરી, પૃ. ૨
- ↑ એજન : પૃ. ૨
- ↑ સમાલોચક : ઈ.સ. ૧૮૯૬ : અંક ૧લો : જાન્યુઆરી : પૃ. ૩
- ↑ એજન : પૃ. ૩
- ↑ સમાલોચક : ૧૮૯૬ : અંક ૧લો પૃ. ૩
- ↑ એજન : પૃ. ૪
- ↑ સમાલોચક : ૧૮૯૬ : અંક ૧લો : પૃ. ૪
- ↑ નરસિંહરાવે પોતાની “રોજનીશી” (પૃ.૧૨૫)માં ગોવર્ધનરામની આ કાવ્યભાવનાની નીચે પ્રમાણે આલોચના કરી છે : “અવલોકનને કાવ્યનો આત્મા ગણવામાં ગોવર્ધનભાઈ કાવ્યનું essence (જીતાતુભૂત તત્ત્વ) ભૂલી જાય છે : અને અન્વય વ્યતિરેકની કસોટીથી તપાસતાં જે તત્ત્વ કાવ્ય જણાય તે આત્મા એ સ્મરણમાં નથી રાખતા. કાવ્યોમાં અવલોકન હોય છે માટે અવલોકન તે કાવ્ય! શી fallacy!
જ્યહાં જ્યહાં અવલોકન ત્યહાં ત્યહાં કવિત્વ, અને જ્યહાં જ્યહાં અવલોકન નહિં ત્યહાં ત્યહાં કવિત્વ નહિં – આ જો ખરું હોય તો જ હેમનું લક્ષણ ખરું. આ અન્વયવ્યતિરેક જે અંશને લાગૂ પડે તે જ ખરું કવિતાનું તત્ત્વ. ગોવર્ધનભાઈએ અહિં ગોથું ખાધું છે. શેક્સ્પિયર વગેરેનાં કાવ્યોમાં અવલોકન (ગંભીર અવલોકન) અને તે જ કદાચ મુખ્ય ઉદ્દિષ્ટ વસ્તુ છે : પણ માટે અવલોકન તે જ કાવ્ય એમ ના કહેવાય, અવલોકન તેમજ અવલોકન સિવાય ઘણીએ બાબતો – (જે lyric કાવ્યના વિષયમાં આવે તે વગેરે.) કવિત્વનો વિષય માત્ર છે, કવિત્વ તો તે તે વિષયને કોઈ અપૂર્વ રીત્યે તેજોમય બનાવી પ્રદર્શિત કરવામાં છે. એ અપૂર્વ રીત્ય તે જ રસમયત્વ અને માટે જ ‘રસ’ તે કાવ્યનો આત્મા છે. એ એકંદરે ઠીક લક્ષણ છે.” – પૃ. ૧૨૫–૧૨૬.
નોંધ : – ગોવર્ધનરામની સમગ્ર ચર્ચાનું તાત્પર્ય જોતાં જણાય છે કે તેમને કવિતાના આત્મા લેખે ઊર્મિજનિત રસચમત્કૃતિથી કોઈક ઉચ્ચતર તત્ત્વની પ્રતિષ્ઠા કરવી છે. તેમણે જે જે મહાકાવ્યોનો નિર્દેશ કરી વિચારણા કરી તેમાંથી એમ ફલિત થાય છે કે કવિતાનું સાચું રહસ્ય તો તેની તત્ત્વબોધિની શક્તિમાં રહ્યું છે. એ માટે તેમણે યોજેલો ‘અવલોકન’ શબ્દ નરસિંહરાવના આક્રમણનો વિષય બન્યો છે. નરસિંહરાવે કવિતાના ‘આત્મા’ લેખે ‘રસ’ તત્ત્વને જ કવિતાનું જીવાતુભૂત તત્ત્વ ગણવા હિમાયત કરી છે. ‘અવલોકન’ એ નિબંધરૂપે પ્રકટ થઈ શકે એમ જે ગોવર્ધનરામની માન્યતા છે તે જોતાં એમ જણાય છે કે એ ‘અવલોકન’ એ કાવ્યનું પ્રાણતત્ત્વ નથી. - ↑ સમાલોચકની ચર્ચા : પૃ. ૪–૬
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.