કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૧. તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 25: Line 25:
::::::::::::બાલ્ટિમોર, મેરીલૅન્ડ, યુ.એસ.એ.
::::::::::::બાલ્ટિમોર, મેરીલૅન્ડ, યુ.એસ.એ.
{{Right|                    (સમસ્ત કવિતા, પૃ. ૬૧૫)}}
{{Right|                    (સમસ્ત કવિતા, પૃ. ૬૧૫)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૦. બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...|૪૦. બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૨. પૃથ્વી, પૂર્ણતા તરફ ગતિમાં!|૪૨. પૃથ્વી, પૂર્ણતા તરફ ગતિમાં!]]
}}

Latest revision as of 08:37, 7 September 2021

૪૧. તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી!

ઉશનસ્

તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી!
ને ચરણ ક્યાં જતાકને અટકીને ઊભા રહ્યા!
ચરણો ચાલી ચાલીને પોતાનાં ઘરઆંગણે
પોતાની સામેસ્તો આવીને ઊભા રહ્યા!
છેવટે તો આ યાત્રા મુખ મુખની સુખયાત્રા હતી!
કેટકેટલાં મુખોને ચૂપચૂપ ચાહવાનું મળ્યું!
અને બધાં જ મુખોમાં તારી જ રેખાના
ઉઘાડની ઓળખ એ તો આ પ્રેમયાત્રાની ફલશ્રુતિ છે;
તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો, ને હે પૃથ્વી!
ક્યાં આવતોક ને ઊભો રહ્યો! છેવટે મારી સામે જ!
તને સમજવા નીકળ્યો હતો
ને આવીને ઊભો છું પ્રેમના એક આંસુની આગળ!
— અહંકાર થોડોકે ઓગળ્યો હોય તો સારું.
તને સમજવા નીકળ્યો હતો મોટા ઉપાડે
એક દિવસ જ્ઞાનયાત્રાએ,
ને પ્રેમયાત્રાને અંતે છેવટ ઘેર આવીને ઊભો છું!
તને તો શું સમજી શકવાનો હતો?
હું મને જ થોડોકેય સમજી શક્યો હોઉં તો સારું.

૨૯-૧૦-૭૬

બાલ્ટિમોર, મેરીલૅન્ડ, યુ.એસ.એ.

(સમસ્ત કવિતા, પૃ. ૬૧૫)