અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દક્ષા વ્યાસ/સાગરસખાને: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાગરસખાને|દક્ષા વ્યાસ}} <poem> ઊભી છું તારી સાવ સન્મુખ. પાલતુ ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 48: | Line 48: | ||
{{Right|(અલ્પના : ૧૯૯૯, પૃ. ૧૩-૧૪)}} | {{Right|(અલ્પના : ૧૯૯૯, પૃ. ૧૩-૧૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંતી પરમાર/પુનર્જન્મ | પુનર્જન્મ]] | બાપુને શોધું છું મહાત્મા ગાંધીને શોધું છું]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કીર્તિકાન્ત પુરોહિત/મારું ખેતર ભાળી જ્યો | મારું ખેતર ભાળી જ્યો]] | તારી તે બુનનો દિયોર મારું ખેતર ભાળી જ્યો,]] | |||
}} |
Latest revision as of 12:53, 23 October 2021
દક્ષા વ્યાસ
ઊભી છું
તારી સાવ સન્મુખ.
પાલતુ રૂપકડા શ્વાનની ઝાલર ઝાલીને
રૂમઝૂમતો રૂમઝૂમતો તું
નિકટ આવે ઘડીક
પાછો વળે ઘડીક.
હું નરી નિશ્ચલ.
તારી તરલ લીલા નિહાળું
ક્ષણે ક્ષણે નવતા ધારતા રૂપવૈભવને માણું.
તું આવી પહોંચે અચાનક
હણહણતા ધસમસતા
સાત સાત શ્વેત અશ્વોની સવારી પર.
ચહું
રહું નિતાંત અડોલ.
તારી એ ન્યારી છટા મંત્રમુગ્ધ કરે મને.
ધરાર આમંત્રે મને — મત્સ્યગંધાને.
અવિચલ ચરણોને હલબલાવી મૂકે એ.
સમયની રેત ત્વરિત વેગે
સર સર સરતી અનુભવું છું.
ઊંડી ઊતરું છું, પણ ઓગળતી નથી.
ભુજાઓ ભીડી દઉં છું.
અસ્તિત્વને અડોલ રાખવાના વ્યાયામમાં વ્યસ્ત છું.
ત્યાં
મનમોહક યાળને માથોડું ઉછાળતો
ઘૂગ્ઘૂના સિંહનાદથી
આકાશના ઘુમ્મટને ગજાવતો
તું
પ્રબલ ગતિએ છલાંગ મારે છે.
અને…
મારી જાણ બહાર જ
આપાદશીર્ષ વીંટળાઈ વળે છે મને.
સમાવી લે છે અતલ ઊંડાણે.
હવે —
હું હું નથી
નથી ધરતીનો જીવ.
બહાર આવું છું
યોજનગંધા.
(અલ્પના : ૧૯૯૯, પૃ. ૧૩-૧૪)