ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/ઇન્સાન મિટા દૂંગા-(કૃતિ): Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 429: | Line 429: | ||
પાનખરનાં પાંદડાંની જેમ સૂબેદારનું હૈયું ફફડી ઊઠ્યું. એના મોઢા ઉપરનું નૂર ઊડી ગયું. બીબી ધ્રૂજતીધ્રૂજતી બત્તી હાથમાં ઝાલીને બારણામાં ઊભી હતી, ત્યાં ઝાડવાંઓ પાછળ સૂકાં પાંદડાંઓ કોઈના પગ નીચે કચરાઈ અવાજ કરવા લાગ્યાં. એક કાળી આકૃતિ નાસતી દેખાઈ. સૂબેદાર દાંત કચકચાવી, મૂઠીઓ વાળી એની પાછળ પડ્યો. બંનેએ જોરજોરથી દોડ્યા કીધું. અંતે નદીનો પટ આવી લાગ્યો. રેવામાં પૂર ચડ્યાં હતાં. બંને કાંઠાઓ છલોછલ ભરાઈ ગયા હતા. જેલની કાળી દીવાલો સાથે પાણી પછાડા ખાઈ આક્રંદ કરી રહ્યાં હતાં. | પાનખરનાં પાંદડાંની જેમ સૂબેદારનું હૈયું ફફડી ઊઠ્યું. એના મોઢા ઉપરનું નૂર ઊડી ગયું. બીબી ધ્રૂજતીધ્રૂજતી બત્તી હાથમાં ઝાલીને બારણામાં ઊભી હતી, ત્યાં ઝાડવાંઓ પાછળ સૂકાં પાંદડાંઓ કોઈના પગ નીચે કચરાઈ અવાજ કરવા લાગ્યાં. એક કાળી આકૃતિ નાસતી દેખાઈ. સૂબેદાર દાંત કચકચાવી, મૂઠીઓ વાળી એની પાછળ પડ્યો. બંનેએ જોરજોરથી દોડ્યા કીધું. અંતે નદીનો પટ આવી લાગ્યો. રેવામાં પૂર ચડ્યાં હતાં. બંને કાંઠાઓ છલોછલ ભરાઈ ગયા હતા. જેલની કાળી દીવાલો સાથે પાણી પછાડા ખાઈ આક્રંદ કરી રહ્યાં હતાં. | ||
ગંગારામ ઊભો રહ્યો. સૂબેદારની સામે ર્યો અને એક ભયાનક અટ્ટહાસ્ય કર્યું. સૂબેદાર પણ થોભ્યો. એણે પણ એક ભયાનક અટ્ટહાસ્ય કર્યું. ગંગારામ ફરી દોડવા લાગ્યો. ફરી સૂબેદાર એની પાછળ મૂઠીઓ વાળીને પડ્યો. નદીના પાણીમાં એક ધુબાકો થયો; થોડી વાર પછી એક બીજો ધુબાકો થયો. | ગંગારામ ઊભો રહ્યો. સૂબેદારની સામે ર્યો અને એક ભયાનક અટ્ટહાસ્ય કર્યું. સૂબેદાર પણ થોભ્યો. એણે પણ એક ભયાનક અટ્ટહાસ્ય કર્યું. ગંગારામ ફરી દોડવા લાગ્યો. ફરી સૂબેદાર એની પાછળ મૂઠીઓ વાળીને પડ્યો. નદીના પાણીમાં એક ધુબાકો થયો; થોડી વાર પછી એક બીજો ધુબાકો થયો. | ||
— અને સવાર પડે ન પડે ત્યાં તો મહાસાગરના અગાધ ઊંડાણમાં બંને અલોપ થઈ ગયા! | — અને સવાર પડે ન પડે ત્યાં તો મહાસાગરના અગાધ ઊંડાણમાં બંને અલોપ થઈ ગયા! {{Poem2Close}} | ||