ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/સોનાનો સૂરજ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 40: Line 40:
સવાર પડે છે અને સોનાનો સૂરજ ઊગે છે!  
સવાર પડે છે અને સોનાનો સૂરજ ઊગે છે!  
‘એલાઉ, ચાલજો. સોનાનાં નળિયા થયાં.’ દેવાદાદાની હાકલ પડે છે.{{Poem2Close}}
‘એલાઉ, ચાલજો. સોનાનાં નળિયા થયાં.’ દેવાદાદાની હાકલ પડે છે.{{Poem2Close}}
{{Poem2Open}}
(2)
રાતના બાર વાગ્યા છે. રાત અંધારીઘોર છે. ડાકણના મોંમાં જેમ દાંત ચળકે તેમ કાળા ભમ્મર આકાશમાં તારાઓ ચળકે છે. શહેરના એક ગીચ અને ગંદા લત્તામાં મિલમજૂરોને રહેવાની ઓરડીઓ છે. આખું શહેર શાંત છે, પણ આ વિભાગમાં અશાંતિ છે. કોઈ ઓરડીમાંથી ડૂસકાંનો અવાજ આવે છે, તો કોઈમાંથી મારામારીના અણસાર આવે છે. ક્યાંક કોઈ ભાન ભૂલી બરાડા પાડે છે, તો ક્યાંક માંદો માણસ કષ્ટાય છે.
ચાલને છેડે એક નાની, ભીની, ગંદી, ઓજીસાળા જેવી ઓરડી છે. એક જ ઓરડીમાં રાંધણિયું, પાણિયારું અને સૂવા-બેસવાનું સમાઈ ગયું છે. ગોખલામાં દીવેલનું એક ઝાંખું કોડિયું બળે છે, કોડિયાના ઉપરના ભાગમાં મેશના થર બાઝ્યા છે. નીચે દીવેલના રેલાના લિસોટા છે. મચ્છરોનો ગણગણાટ ઓરડીમાં ચાલુ છે. એક ખૂણામાં એક નિ:સત્ત્વ, ગંદું બાળક ભૂખે રડીરડીને એક ફાટલા ગોદડા ઉપર સૂઈ ગયું. છે. એના ફાટલા પહેરણમાંથી પેટનો ખાડો દેખાય છે. પડખે જ એક સહેજ મોટી ઉમ્મરની છોકરી અડધી જાગતી, અડધી ઊંઘતી પડી છે. એના ગંદા ગાલ ઉપર આંસુનાં એંધાણ છે.
બારણા પાસે જુવાન સ્ત્રી કોઈની રાહ જોતી બેઠી છે. એની ઉંમર જુવાન છે, પણ એ જુવાન નથી. એની કાયા દૂબળી છે. ખભાનાં હાડકાં એના ફાટેલા બદનમાંથી વરતાય છે. એની આંખો ઊંડી ગઈ છે. રડીરડીને પાંપણો સૂઝી ગઈ છે. એના વાળ વીંખાયેલા અને તેલના અભાવથી ભૂખરા થઈ ગયેલા છે. એના હાથ ઉપર અને લમણામાં તાજાં મારનાં ચિહ્નો છે. એ આતુરતાથી અંધારા સામે જોઈ રહી છે.
કોઈ અસ્થિર અને લથડતાં પગલાં પડે છે. દારૂના ઘેનમાં ભાનભૂલેલો ત્રીસેક વર્ષનો એક મજૂર પ્રવેશ કરે છે. એના ખમીસ ઉપર કશાકના લાલ ડાઘા છે. એના જાકીટનાં બટન ખુલ્લાં છે. એના ધોતિયામાં ચીરા છે. એના શરીરે ઉઝરડા છે. ઉંબરાની ઠેશ આવતાં એ લથડે છે. બાઈ ઊભી થઈ એને પકડી લે છે. પતિનો વાંસો પંપાળતી એ ભીની પાંપણે બાળકો તરફ ફરે છે. સાડલાની કોરથી આંખો લૂછી એ બોલે છે ‘બિચારાં ક્યાર સુધી ખાઉં ખાઉં’ કરી રડતાં હતાં, અંતે થાકીને સૂઈ ગયાં. તમને મારી તો દયા ન આવે, પણ એમનીયે નથી આવતી?
મજૂર પોતાની લાલ અંગારા જેવી આંખો ફાડે છે. થોડી વાર એના હોઠ ધ્રૂજે છે. પછી થોથરાતોથોથરાતો બોલે છે : ‘તે.......એ હું શું કરું? મારો પીછો હજી નથી છોડતી?’ અને એક ખૂણામાં નમી લાકડી ઉપાડે છે. જોરથી બાઈના માથામાં ફટકારે છે. પછી થોડું ખડખડાટ હસી બીજા ખૂણામાં પડી ટગરટગર જોઈ રહે છે.
બાઈના માથામાંથી લોહીનાં ટીપાં પડે છે. એની આંખમાંથી આંસુનાં ટીપાં પડે છે. એ નાના છોકરાને કાંખમાં લે છે. મોટી છોકરીને આંગળીને વળગાડે છે. જાગી ઊઠતાં, ભૂખ ફરી યાદ આવતાં છોકરાંઓ કકળી ઊઠે છે. બાઈ સહેજ ગળું ખંખેરી બોલે છે : ‘હવે નથી સહાતું. મારું અને મારાં છોકરાંઓનું જે થવાનું હોય તે થાય. હું જાઉં છું, લખમણ, જીવ્યામર્યાના જુવાર!’
હેં...એ! આ લખુડો? દેવાદાદાના ગોઠણ ઉપર રમતો હતો તે રૂપાળીનો લાડકો ફૂલ જેવો લખુડો? ના, હોય નહિ!{{Poem2Close}}
{{Poem2Open}}
(3)
એ વાતને તો વર્ષો વીતી ગયાં છે. પછી તો અસંખ્ય વહાણાંઓ વાયાં, અને અનેક વર્ષાઓએ ખેતરનાં ઢેફાં પલાળ્યાં. દિવસ જતાં દેશી રાજાઓ પાસેથી તરેહતરેહની યુક્તિઓ યોજી કંપની સરકારે એ રાજ્ય ખાલસા કર્યું છે. ગામડાંઓના મુખીઓ બદલાઈ ગયા છે. ઊપજના ચોથા ભાગનું રાજાને મળતું એને બદલે હવે ઊપજના ચોથા ભાગનું ખેડૂતને પણ નથી મળતું. ગમે તેમ કરી ખેડૂતોને વધારેમાં વધારે ચૂસવા એ રાજ્યકર્તાઓની નેમ થઈ પડી છે. અનાવૃષ્ટિ હોય કે અતિવૃષ્ટિ હોય! દુકાળ હોય કે હિમ પડ્યું હોય! રાજ્યકર્તાઓની મહેલાતોને એનો સ્પર્શ ન થતો. તેઓને તો મહેસૂલ સાથે કામ! ગમે તે સંજોગોમાં ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલ કરવામાં આવે છે.
જોતાજોતામાં તો જે જમીનમાં સોનું પાકતું ત્યાં પાણા પાકવા લાગ્યા છે. સોનરખનાં સત સુકાયાં અને એમાં કાંકરા ઊડવા લાગ્યા છે. એક પછી એક ઝાડવાં ઠૂંઠાં થવા લાગ્યાં અને સીમ ઉઘાડી પડવા લાગી છે.
પરદેશી સ્વાર્થાંધ વેપારીઓના ત્રાસથી ધના વણકરે પોતાનો અંગૂઠો કાપી નાખ્યો છે, અને પેટનો ખાડો પૂરવા શહેર તરફ ચાલ્યો ગયો છે. શામજી મોચીએ હવે ગામડું છોડ્યું છે અને શહેરની એક કંપનીમાં સંચા ઉપર ચંપલ સીવવાનું કામ લીધું છે. શહેરમાંથી એક તેલની મિલવાળો આવ્યો અને અલી ઘાંચી બેકાર પડ્યો છે. ગામડાંમાં પાન-બીડીની દુકાન થઈ અને છેવટે હોટલ પણ આવી છે. કણબીના દીકરાઓએ હવે છાશ પીવી છોડી દઈ ચાના કાળજાં બાળી નાખે એવા રગડા પીવા શરૂ કર્યા છે. શહેરમાંથી સસ્તું કાપડ આવવા લાગ્યું અને બહેનોએ રેંટિયા મેડે ચડાવ્યા છે.
દેવાદાદા અને એમનાં ધીંગાં પટલાણી આ કળજુગ જોવા જ જીવ્યા નહિ, પાંચિયો પંચાવન વર્ષનો થયો ત્યાં તો એણે આઠ દુકાળ જોયા. છેલ્લા સતત ત્રણ દુકાળથી તો પ્રજા ત્રાહીત્રાહી પોકારી ગઈ છે. અનેક લોકો ભૂખના માર્યા મરવા લાગ્યા છે. ખેડૂતોના અનાજની કોઠીઓનાં તળિયાં દેખાવા લાગ્યાં છે. કૂવાનાં પાણી પાતાળ ગયાં છે, અને ધરણીના રસકસ ચુસાઈ ગયા છે.
છેલ્લે વરસે તો બે આની પાક પણ થયો નથી. પાંચિયા માથે ખૂબ દેવું ચડી ગયું છે. એણે રૂપાળીની કાંબિયું અને કડલાં ઉતાર્યાં અને વાણિયાને ત્યાં ગીરો મૂક્યાં. પોતાના પેટના દીકરા જેવા બળદોને વેચી માર્યા છે, તો ય એનું દેવું પતતું નથી. રોજ કાળમુખો વાણિયો અને મુખી મતાદાર આવીને એને સતાવે છે. ભીમો અને હરખો શહેરમાં રોટલો રળવા ગયા છે. છેલ્લી મરકીમાં રામલો ઝડપાઈ મરી ગયો છે. લખુડો મોટો થયો છે, પણ હવે એ આખો દિવસ હોટલમાં બેસી રહે છે. અને પેટીવાજું સાંભળ્યા કરે છે.
આવે વખતે પણ સરકારી અમલદારો તકાદો કરવો ચૂકતા નથી. એક દિવસ પાંચિયાના ઉજ્જડ ખેતરમાં તલાટી અને બીજા સિપાહીઓ આવે છે. પાંચિયો સૂનમૂન એક ખાટલામાં માથું છુપાવી પડ્યો છે. એક સિપાહીએ પાંચિયાને હલાવીને ઉઠાડ્યો પાંચિયો બેબાકળો થઈ તલાટી સામે ધ્રૂજી રહે છે. તલાટી મહેસૂલ માગે છે. પાંચિયો એમના પગમાં આળોટી કરગરે છે. એ આ વરસે મહેસૂલ મુલતવી રાખવા એમને વીનવે છે. તલાટીના પગ પકડે છે, પણ તલાટી કશું ન ગણકારતાં પાંચિયાને એક લાત મારે છે અને પછી સિપાહીઓને લઈ ઘરમાં ઘૂસે છે. રૂપાળી ફફડી ઊઠે છે, બારણાંમાંથી દોટ મૂકી પાંચિયા સામે આવી ઊભી રહે છે. એની આંખમાંથી આંસુની નદીઓ વહે છે. તલાટી એ ખાલીખમ ઘરમાં ફરી વળે છે. કાંઈ હાથ આવે છે તે ઉપાડે છે. એક ખૂણામાંથી ફાટલાં ગોદડાં લે છે. એક પટારામાંથી રૂપાળીનાં થીંગડાં દીધેલાં બે ઓઠણાં ઉપાડે છે. ઓશરીમાંથી દેવા પટેલની ડાંગ ઉપાડે છે. ચલમ ફૂટેલો હોકો લઈ લે છે. રાંધણિયામાંથી ફૂટેલાં બે હાંલ્લાં લઈ લે છે; અને આવતી કાલે ખાવા સંઘરી રાખેલું એક શેર અનાજ ઉપાડી બહાર આવે છે. પાંચિયા તરફ ફરી એકવાર તિરસ્કારભરી નજર કરે છે. ફરી એક લાત મારે છે અને ચાલતો થાય છે. રૂપાળી ધણીનું માથું ખોળામાં લઈ ક્યાંય સુધી બેસી રહે છે.
પાંચિયાને એ લાત જીવલેણ નીવડે છે. ત્રણ દિવસ સુધી પીડાઈને એ મરી જાય છે. રૂપાળીને માથે આભ તૂટી પડે છે. એની આંખો ઊંડી જાય છે; અને ગાલ ફિક્કા પડી જાય છે. હાથનાં હાડકાં દેખાય છે અને પગમાંનું જોર જતું રહે છે. બીજા દિવસથી એ જ્યાં નવું સ્ટેશન બંધાતું હતું ત્યાં પાણા ઉપાડવા જાય છે. એક મુકાદમ એના રૂપ ઉપર લોભાય છે અને એની ઉપર અત્યાચાર કરે છે. જૂના જમાનાની સતી રૂપાળી આપઘાત કરે છે.
માતાને અને તેની સાથે જગતની શાંતિને બાળીને લખુડો પોતાની હાલહવાલ સ્ત્રીને અને ધાવણી છોકરીને લઈને બટકું રોટલો ચરી ખાવા શહેર તરફ ચાલી નીકળે
[‘હિન્દુસ્તાન અને પ્રજામિત્ર’, દિવાળી અંક 29: 12 : 32]{{Poem2Close}}