ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુમન શાહ/ફટફટિયું: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ)
 
Line 52: Line 52:
ક્યાંથી આવો છો? – એણે ધીમેથી પૂછ્યું. પણ માણસ કંઈ બોલ્યો નહીં.
ક્યાંથી આવો છો? – એણે ધીમેથી પૂછ્યું. પણ માણસ કંઈ બોલ્યો નહીં.

પ્રવીણે જોયું કે માણસ લેંઘા-ઝભ્ભામાં છે. – ઝભ્ભો ઝાંખો કેસરી છે. પગમાં એના પીળી મેલી પટ્ટીની સ્લિપરો છે.. પ્રવીણે જોયું પોતે ય સ્લિપરમાં છે… માણસના વાળ ભૂરિયા છે. મેંદી કરેલા. પણ ચોંટીને જાડી લટો બની ગયા છે. લબડતી એ લટોની ગૂંચાળી ભાત. પ્રવીણને થયું સાલો ગોબરો છે. શૅમ્પૂને તો જાણતોપણ નહીં હોય. નજરથી, પેલાની લટોના વાળને મૅલથી છૂટી પાડતો પ્રવીણ બોલ્યો :
પ્રવીણે જોયું કે માણસ લેંઘા-ઝભ્ભામાં છે. – ઝભ્ભો ઝાંખો કેસરી છે. પગમાં એના પીળી મેલી પટ્ટીની સ્લિપરો છે.. પ્રવીણે જોયું પોતે ય સ્લિપરમાં છે… માણસના વાળ ભૂરિયા છે. મેંદી કરેલા. પણ ચોંટીને જાડી લટો બની ગયા છે. લબડતી એ લટોની ગૂંચાળી ભાત. પ્રવીણને થયું સાલો ગોબરો છે. શૅમ્પૂને તો જાણતો પણ નહીં હોય. નજરથી, પેલાની લટોના વાળને મૅલથી છૂટી પાડતો પ્રવીણ બોલ્યો :

તમારે મિસ્ટર જવું છે કોને ત્યાં? નમ્બર?
તમારે મિસ્ટર જવું છે કોને ત્યાં? નમ્બર?
Line 358: Line 358:
પાર્ટી રાખવાનું એક ખરું કારણ છે, નથી એમ નથી. રમાને એની પણ ક્યાં ખબર છે? બહુ નાનું, પણ કારણ, જરૂર છેઃ કારણ, મીતા જેટલું નાનું છે, પણ છેઃ મારે એને ઊંચકી લઈને ચૂમવી છે – મારે ફીલ કરવી છે મારી દીકરીને…
પાર્ટી રાખવાનું એક ખરું કારણ છે, નથી એમ નથી. રમાને એની પણ ક્યાં ખબર છે? બહુ નાનું, પણ કારણ, જરૂર છેઃ કારણ, મીતા જેટલું નાનું છે, પણ છેઃ મારે એને ઊંચકી લઈને ચૂમવી છે – મારે ફીલ કરવી છે મારી દીકરીને…

જોકે, એ વખતે બધાં હશે. પાર્ટીનો ઝાકઝમાળ પણ ઝમ્‌તો હશે, રમા હશે, મહેશ-શોભા હશે… બધાં જોશે મને એમ કરતાં, પણ મહેશ-શોભા જુદી નજરે જોશે, એ બંને મનથી મને હલકો જોશે, ખાસ તો મહેશ… મને એ દયાથી જોશે… મને અત્યારે પણ લાગે છે : હું નહીં, મહેશ ગ્રેટ છે. ત્યારે પણ એમ જ લાગશે… જોઈ શકું તો, મીતા, હકીકતે મારી કેટલી છે…?… એ એમની પણ છે… વધારે છે… ન જોઈએ મારે એ કોઈ – મારા આટલા સીધા, સરસ દામ્પત્યમાં મારે ન જોઈએ શોભા, મીતા કે મહેશ… નકામાં એમને બોલાવ્યાં, નકામી રાખી પાર્ટી…
જોકે, એ વખતે બધાં હશે. પાર્ટીનો ઝાકઝમાળ પણ ઝગમગતો હશે, રમા હશે, મહેશ-શોભા હશે… બધાં જોશે મને એમ કરતાં, પણ મહેશ-શોભા જુદી નજરે જોશે, એ બંને મનથી મને હલકો જોશે, ખાસ તો મહેશ… મને એ દયાથી જોશે… મને અત્યારે પણ લાગે છે : હું નહીં, મહેશ ગ્રેટ છે. ત્યારે પણ એમ જ લાગશે… જોઈ શકું તો, મીતા, હકીકતે મારી કેટલી છે…?… એ એમની પણ છે… વધારે છે… ન જોઈએ મારે એ કોઈ – મારા આટલા સીધા, સરસ દામ્પત્યમાં મારે ન જોઈએ શોભા, મીતા કે મહેશ… નકામાં એમને બોલાવ્યાં, નકામી રાખી પાર્ટી…

ખરેખર તો મને એવું ય ખરું કે જરા બોલાવી જોઉં, ક્યાં આવવાના છે? કેમ કે મહેશ શોભાને પરણ્યા પછી મારાથી, જોવા જઈએ તો, સંતાતો ફરે છે, રૂબરૂ થવાનો ચાન્સ ટાળે છે, મારાથી ભાગતો રહે છે. મીતાના જન્મ પછી શોભા ને મહેશ દૂર ને દૂર સરતાં રહ્યાં છેઃ મહેશ કદાચ મીતાને જીરવી શક્યો નથી. લાગે છે કે ધીમે ધીમે એને એ, એની નહીં, મારી લાગવા માંડી હોય. એમ જ છે. એને પોતાના ચળકીલા વિન્ પાછળનું બધું અન-વિન્ દેખાવા લાગ્યું છે. માની બેઠો’તો જીત પણ પરખાઈ રહી છે હાર. એટલે કે હિણપત. નાનમ. બધું એનું હીરોઇઝમ પત્તાના ઘરની જેમ તૂટી પડ્યું છે…

Line 560: Line 560:
હા, બની શકે. પણ, ન પણ બને – કેમકે એને લઈ જનારું કોઈ તો નીકળશે, ને લઈ જશે.
હા, બની શકે. પણ, ન પણ બને – કેમકે એને લઈ જનારું કોઈ તો નીકળશે, ને લઈ જશે.

હા, એમ પણ બની શકે છે, પણ, ન પણ બને – કેમકે હું બહુ ઊંડેથી ઈચ્છું છું, ઝંખું છું રાધર – કે- કે એને કોઈ કરતાં કોઈ કદીયે જરા જેટલું ય ન લઈ જાય.
હા, એમ પણ બની શકે છે, પણ, ન પણ બને – કેમકે હું બહુ ઊંડેથી ઈચ્છું છું, ઝંખું છું ધરાર – કે– કે એને કોઈ કરતાં કોઈ કદીયે જરા જેટલું ય ન લઈ જાય.

… … …
… … …