વિનોદ જોશીનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
()
No edit summary
Line 896: Line 896:
</poem>
</poem>


<Poem>
'''ભીષ્મ''' :
'''ભીષ્મ''' :
કહી નવ શક્યો અરે! કશું ય આજપર્યંત હું,  
કહી નવ શક્યો અરે! કશું ય આજપર્યંત હું,  
Line 962: Line 963:
::ફરફર્યો ધ્વજ ઉત્પ્લુત સ્યંદને.
::ફરફર્યો ધ્વજ ઉત્પ્લુત સ્યંદને.


તને મેં પીડી છે અવશ બની ઉત્ક્રાન્ત તનથી,  
:તને મેં પીડી છે અવશ બની ઉત્ક્રાન્ત તનથી,  
તને મેં ચાહી છે વિવશ બની ઉદ્ભ્રાન્ત મનથી;  
:તને મેં ચાહી છે વિવશ બની ઉદ્ભ્રાન્ત મનથી;  
પ્રતિજ્ઞા સંતાપે ઘડી, ઘડી ઝુરાપો પ્રણયનો,  
:પ્રતિજ્ઞા સંતાપે ઘડી, ઘડી ઝુરાપો પ્રણયનો,  
શ્વસું છું આ છેલ્લી ક્ષણ સુધીય આતંક દવનો.
:શ્વસું છું આ છેલ્લી ક્ષણ સુધીય આતંક દવનો.


મયંક દ્યુતિમંત હું ન કદી પૂર્ણિમાનો થયો,  
:મયંક દ્યુતિમંત હું ન કદી પૂર્ણિમાનો થયો,  
થયો નવ અમાસની તિમિરઘેરી કો’ રાત્રિયે;  
:થયો નવ અમાસની તિમિરઘેરી કો’ રાત્રિયે;  
અરે! અધવચાળ અષ્ટમી તણો રહ્યો ચંદ્ર હું,  
:અરે! અધવચાળ અષ્ટમી તણો રહ્યો ચંદ્ર હું,  
ન શુક્લ, નહીં કૃષ્ણ! પૂર્ણપદ કોઈ ના સાંપડ્યું!
:ન શુક્લ, નહીં કૃષ્ણ! પૂર્ણપદ કોઈ ના સાંપડ્યું!


આપદ્ધર્મ બજાવવા ડગ ભર્યું વચ્ચે પ્રતિજ્ઞા પડી,  
આપદ્ધર્મ બજાવવા ડગ ભર્યું વચ્ચે પ્રતિજ્ઞા પડી,  
Line 977: Line 978:
પશ્ચાત્તાપ મહીં હવે પ્રજળતી મારી અકારી કથા!
પશ્ચાત્તાપ મહીં હવે પ્રજળતી મારી અકારી કથા!


સદ્ભાગ્ય! આજ મુજ સન્મુખ તેં ઊભીને  
:સદ્ભાગ્ય! આજ મુજ સન્મુખ તેં ઊભીને  
આયુધ એક પછી એક મને જ તાક્યાં;  
:આયુધ એક પછી એક મને જ તાક્યાં;  
એક્કેક બાણ તુજ ચુંબન જેમ ઝીલ્યાં,  
:એક્કેક બાણ તુજ ચુંબન જેમ ઝીલ્યાં,  
અક્કેક ઘાવ ફૂલ જેમ પ્રપૂર્ણ ખીલ્યા!
:અક્કેક ઘાવ ફૂલ જેમ પ્રપૂર્ણ ખીલ્યા!


ઇચ્છામૃત્યુ અજિત હું છતાં યાતનાગ્રસ્ત મારું,  
ઇચ્છામૃત્યુ અજિત હું છતાં યાતનાગ્રસ્ત મારું,  
Line 987: Line 988:
પામી આજે પ્રથિત, પણ નિર્વેદથી આર્દ્ર છે તું!
પામી આજે પ્રથિત, પણ નિર્વેદથી આર્દ્ર છે તું!


નિકટ બેસી પસાર લલાટને,  
:::નિકટ બેસી પસાર લલાટને,  
દૃગ પરોવી દૃગે દુઃખ જોઈ લે;  
:::દૃગ પરોવી દૃગે દુઃખ જોઈ લે;  
સળગતા કુરુક્ષેત્રની સાક્ષીએ  
:::સળગતા કુરુક્ષેત્રની સાક્ષીએ  
કર અનુગ્રહ શીતળતા ભર્યો !
:::કર અનુગ્રહ શીતળતા ભર્યો !
</poem>
</poem>


'''પ્રવક્તા''' :
<poem>
છલછલી જતાં નેત્રે બેઠો શિખંડી સમીપમાં,
નિજ કર થકી લૂછે અશ્રુ શરાધીન ભીષ્મનાં;
વ્રણ રુધિરથી દૂઝે, સૂઝે કશું નવ બ્હારનું,
અવ ભીતરના ઊંડાણોમાં નિગૂઢ હતું કશું!
૫૨મ વ્યથિત ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે,
નિરવધિ દુઃખ એનાં નેત્રમાં તર્વરે છે.
::લચકતી ડગ માંડતી શર્વરી,
::નભ વિશાળ પટે જતી નર્તતી;
::મદભર્યા પદતાલ પરે થતા,
::ઉર વિદારી વિલોપિત તારકો.
સુમંદ શીળી મૃદુ લ્હેરખીમાં,
ક્ષણો રહી ઝૂલતી આમતેમ;
નક્ષત્રશ્રેણી ભરી અંજલિમાં,
શો કાળ ઊભો અહીં અર્ધ્ય આપવા!
</poem>
== ‘તુણ્ડિલતુણ્ડિકા’નો અંશ ==
<poem>
ઑડિયન્સમાંથી એક દારૂડિયો ‘હાય! મર જાઉં!’ કહી ડોલતો ડોલતો ઊભો થયો. બે જણાં બાવડું પકડી એને બહાર લઈ ગયા. પાછા આવ્યા એટલી વારમાં તો કવિએ વાર્તાનો બીજો તંતુ આરંભી દીધો.
</poem>
<poem>
રાજા તુણ્ડિલ એકલો
{{Space}} ઇધરઉધર અથડાય,
કરતો જાય વિચાર
{{Space}} પૂછે અપને આપ કો :
‘ક્યા સે ક્યા મૈં હો ગયા
{{Space}} તરછોડી ઘરનાર,
કવણ કરું ઉપચાર
{{Space}} અસહ વિરહ વામા તણો.’
‘અનુનયભીની આંખમાં
{{Space}} ઝાંક્યો નહીં જ લગાર,
કૈસો મૈં ભરથાર
{{Space}} અધવચ મેલી એકલી!’
‘કાપ્યું કંચન કાળજું
{{Space}} નાથ્યાં નરવાં વેણ,
તોડ્યું અમરતરેણ
{{Space}} અબુધ અભાગી આયખું.’
સ્મરત અપન બાઘાઇ કો
{{Space}} કોસ રહ્યો કરતૂત,
સમજદાર સંભૂત
{{Space}} કિન્હી દેર દિમાગને.
સહસા ઠેબું વાગતાં .
{{Space}} ચિત્તતંત્ર અવરુદ્ધ,
ભયો રાય બેશુદ્ધ
{{Space}} સાવ અજાણી વાટમાં
ઢગલો થઈ કાયા ઢળી
{{Space}} મોઢે ફહફહ ફીણ,
શ્વસન જણાયું ક્ષીણ
{{Space}} મોત ફરે મસ્તિષ્કમાં.
પ્રહર ગયો દિન બે ગયા
{{Space}} કોઈ ન ફરક્યું પાસ,
તરફડ છેલ્લા શ્વાસ
{{Space}} તડપે છાતી તોડવા.
ક્ષણેક વિરામ લઈ કવિએ નાટકીય ઢબે ‘સ્ટ્રોક’ મારી લલકાર્યું :
ત્યાં જ અચિંતો કોઈનો
{{Space}} અડક્યો શીતળ હાથ,
તરત ઉત્તર ગઈ ઘાત
{{Space}} અપલક પલક્યાં પોપચાં.
કનકવરણ કો કિન્નરી
{{Space}} ઊભી સમીપ જણાય,
પરિમલરજ પથરાય
{{Space}} મંદ મલયમુસ્કાનથી.
મદભર નેણ નચાવતી
{{Space}} બોલી મંજુલ વેણ :
‘હે નર, સુનિલ સુષેણ!
{{Space}} કવણ પરિચય તાહરો?’
‘તુણ્ડિલપુરનો રાજવી
{{Space}} રા’તુણ્ડિલ છે નામ,
કરી મુફ્ત બદનામ
{{Space}} સભર-સુધારસ ભામિની.’
‘નષ્ટભ્રષ્ટ મતિ માહરી
{{Space}} વિતથ ધર્યો ઉન્માદ,
ભયો ક્રૂર સૈયાદ
{{Space}} ટૂંપ્યો કોકિલકંઠને.’
‘તિતરબિતર તનટૂકડો
{{Space}} હશે રઝળતો ક્યાંય,
ક્યાં લગ તડકાછાંય
{{Space}} ઝેલે કાયા કુમળી?’
કવિ મૂંઝાયા. વાત કેમ આગળ લઈ જવી તે સૂઝતું નહોતું, પણ તોય એમણે પરાણે ગાડી હંકારી.
મરક મરક હસતી રહી
{{Space}} વદી ન એકકે વેણ,
ફરી નચાવ્યાં નેણ
{{Space}} અંતર ઊઠ્યા ઓરતા.
કિસલયકૂણાં ટેરવે
{{Space}} ક્ષણભર ધરી ચિબૂક,
સોચી રહી કશુંક
{{Space}} પળમાં લાધ્યો પેંતરો.
પવનપાવડી આ ગઈ
{{Space}} દિયા બિઠાઈ નૃપ,
જૈસે હો તદ્રૂપ
{{Space}} બેઠ ગઈ પડખે ચડી.
સર સર વાયુ વીંધતું
{{Space}} શરગતિ ઊઠ્યું યાન,
કીધી ઊર્ધ્વ ઉડાન
{{Space}} નભમંડળમાં સોંસરી,
ઝીણી ઝલમલ પામરી
{{Space}} અંગ હિલોળાં ખાય,
રાજા ડગમગ થાય
{{Space}} ઝટપટ ઝાલે બાવડું.
નેહ ઝરે નેણાં થકી
{{Space}} અધર સ્મિતનો ચાપ,
બિના બાત સંલાપ
{{Space}} કરન લગે નરકિન્નરી.
હસિત હતી રોમાવલિ
{{Space}} ગહન સ્પર્શ સંભૂત,
ઉભય કોઈ અદ્ભુત
{{Space}} ચિત્ર અગોચર ચીતરે,
યુગલ ભયું અવકાશમાં
{{Space}} દૃઢ આલિંગનબદ્ધ,
સુરતરાગ ઉપલબ્ધ
{{Space}} સહજસુલભ એકાન્તમાં.
મરતલોકનો માનવી
{{Space}} દિવ્યલોકની નાર,
એક થઈ આકાર
{{Space}} ગગનગેબમાં ઘૂઘવ્યાં.
નભવિશાળપટ વીંધતા
લાધ્યું દર્શન ક્રાન્ત,
પડ્યાં તૃપ્ત રતિશ્રાન્ત
સભર પરસ્પર સંગમાં.
ઝળહળ વિદ્રુમલોકના
નિકટ થયા અણસાર,
પૂર્ણ કર્યો અભિસાર
નીલ અભ્ર્રને માંડવે.
પવનપાવડી ઊતરી
દિવ્યદેશને દ્વાર,
વિસ્મયનો વિસ્તાર
ઉમટ્યો અમિયલ આંખમાં.
પુનિત પ્રદીપ્ત પ્રવેશમાં
અડગ ઊભો પ્રતિહાર,
તરત કર્યો પ્રતિકાર
અટકાવ્યું રસજોડલું.
‘મરતલોકના માનવી!
ઊભો રહેજે બ્હાર,
આ સ્થળ વિષે હમાર
ચલત હકૂમત આકરી.’
કરત અનુનય કિન્નરી
થતો પ્રાપ્ત ઇન્કાર,
છેવટ વળ્યો કરાર
શરત સુણાવી રાયને.
‘પ્રશ્ન સોળ પૂછું તને
ઉત્તર આપ તમામ,
ખોલી દઉં સરિયામ
દિવ્યલોકના દ્વારને.’
બધા એકાગ્ર બની સાંભળી રહ્યાં. ગંભીરવદને કવિ ઉવાચ :
‘કોણ ચલાવત આયખું?
કોણ પરખતું રૂપ?
કોણ અગોચર કૂપ?
સુખદાયી પલ કૌન સી?
‘સાંસ ચલાવત આયખું
નૈન પરખતાં રૂપ,
પ્રેમ અગોચર કૂપ
અધુના પલ સુખદાયિની.’
‘કોણ સમાયું શ્વાસમાં?
કોણ નેત્રનું નૂર?
કૌન મૌત સે દૂર?
કિહાં સમાઈ શાશ્વતિ?’
‘ધડકન બેઠી સાંસ મેં
પ્યાર નયનનું નૂર,
પ્યાર નયનનું નૂર,
સમય મૌત સે દૂર
તિમિર સમાઈ શાશ્વતિ.’
‘નિકટ પડોસી કૌન સા?
કૌન વહંત અજસ્ર?
કિયું અનોખું વસ્ત્ર?
સુંદિર કોણ સુહાવણું?’
‘નિકટ પડોસી રિક્તતા
પીડા વહત અજસ્ર,
ભ્રાન્તિ વિલક્ષણ વસ્ત્ર
ઇચ્છા સ્હજ સુહાવની.’
‘દુઃખ કા કારન કૌન સા?
કૌન પરમ હૈ લક્ષ્ય?
કવણ વડું છે ભક્ષ્ય?
કૌન બડી હૈ વંચના?’
‘દુઃખનું કારણ જન્મ છે
મૌત પરમ હૈ લક્ષ્ય,
આયુષ્ય કેવળ ભક્ષ્ય
હોવું એ જ પ્રવંચના.’
તરત ઉઘાડ્યા દ્વારને
પામ્યું યુગલ પ્રવેશ,
દીઠો કિન્નર દેશ
ચકાચૌંધ ભઈ આંખડી.
કુસુમિત મઘમઘ વીથિકા
અલબેલો વિસ્તાર,
તેજપુંજ વણઝાર
ચહુદિશ જાણે ઊતરી.
મૌકિતકમંડિત મ્હેલનાં
દીપે ઝળળ ગવાક્ષ,
કરતી નેત્રકટાક્ષ
લટકલચીલી રૂપસી.
રંગભવન રસપોયણું
ચંદનચર્ચિત ભોંય,
જાણે તરતું હોય
અમૃતજળનાં સ્ત્રોવરે!
હાથ પકડ કે લે ચલી
રંક દેશનો રાય,
કલરવ ગહન સુણાય
ભીતર અંગેઅંગમાં.
હૃદય ભરે રસઘૂંટડા
નયન ફરે ઉદ્ગ્રીવ,
પૂર્ણ ધરાયો જીવ
અભર ભરાયું આયખું!
</poem>


<center>&#9724;</center>
<center>&#9724;</center>
<br>
<br>