પુનશ્ચ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 109: Line 109:
<poem>
<poem>
સ્ત્રી : આટલો સમય ક્હો, તમે ક્યાં હતા ?
સ્ત્રી : આટલો સમય ક્હો, તમે ક્યાં હતા ?
મને મળ્યા કેમ મોડે મોડે ?
{{space}} મને મળ્યા કેમ મોડે મોડે ?

પુરુષ : હતો તમારા મનમાં, પણ છતા
પુરુષ : હતો તમારા મનમાં, પણ છતા
થવું હતું મારે થોડે થોડે;
{{space}} થવું હતું મારે થોડે થોડે;
આટલો સમય તમે તો દેહને
{{space}} આટલો સમય તમે તો દેહને
જોયો દર્પણમાં કોડે કોડે,
{{space}} જોયો દર્પણમાં કોડે કોડે,
આજે જોયું મનને, જોયો સ્નેહને;
{{space}} આજે જોયું મનને, જોયો સ્નેહને;
હવે આપણે બે જોડે જોડે.
{{space}} હવે આપણે બે જોડે જોડે.
{{સ-મ|૨૦૦૫}}

{{સ-મ|૨૦૦૫}}

</poem>
== પાસે, દૂર ==
<poem>
સ્ત્રી : પાછા આવો, તમે ક્યાં છો ?
પુરુષ : દૂર દૂર, તમે જ્યાં છો.
સ્ત્રી : હું તો અહીં છું પાસે, તમારી સામે.
પુરુષ : તમે સામે છો એવો ભ્રમ તમને ભલે થાય,
{{space}} પણ તમે પાસે નથી, એથી મારું મન દૂર દૂર જાય;
{{space}} પાસે, દૂરનું રહસ્ય તમારું મન ક્યારેય નહિ પામે.
{{સ-મ|૨૦૦૬}}

</poem>
== તમે જે નથી ==
<poem>
સ્ત્રી : આમ શું તમે મને જોઈ રહ્યા છો ?
{{space}} આમ જોઈ જોઈને હવે તમે મને ખોઈ રહ્યા છો.
{{space}} આજે જ મને જુઓ છો ? કદી મને જોઈ ન’તી ?
{{space}} જુઓ, હું એની એ જ છું, જે હું આજ લગી હતી.
{{space}} આમ આજે શું આ મારી આંખમાં આંખ પ્રોઈ રહ્યા છો ?
પુરુષ : તમે એનાં એ જ છો એ માત્ર તમારો વ્હેમ છે,
{{space}} તમે સ્ત્રી છો ને તોયે આમ માનો એમ કેમ છે ?
{{space}} આમ હવે તમે જે નથી તેને તમે રોઈ રહ્યાં છો.
{{સ-મ|૨૦૦૬}}

</poem>
== હું તમને ખોઈ રહી ==
<poem>
સ્ત્રી : હું તમને ખોઈ રહી,
{{space}} તમે ક્યાં છો ? હું તમને ક્યાંય નથી જોઈ રહી.
પુરુષ : તમે મને નહિ, તમારી જાતને ખોઈ રહ્યા,
{{space}} એથી ક્હો છો તમે મને ક્યાંય નથી જોઈ રહ્યા;
{{space}} ને હવે તમે તમારી જાત પર રોઈ રહ્યા,
{{space}} તમારી આંખોમાં મારી છબી એને લ્હોઈ રહ્યા,
{{space}} હવે આંખોની અંદર પણ હશે કોઈ નહિ;
{{space}} હવે તમે કહી શકો, ‘હું તમને ખોઈ રહી.’
{{સ-મ|૨૦૦૭}}

</poem>
== રહસ્યોમાં ==
<poem>
સ્ત્રી : હવે ક્હો, મારાં રહસ્યોમાં તમારું સ્થાન ક્યાં છે ?
પુરુષ : તમારાં રહસ્યોમાં જો મારું કોઈ સ્થાન હોય
{{space}} તો પછી તમે જ ક્હો, મારું માન ક્યાં છે ?
{{space}} તમારે રહસ્યો જેવું કશું છે જ નહિ,
{{space}} તમે ઘણું બધું માની લો છો;
{{space}} તમે ભલા છો ! તમને એનું ભાન ક્યાં છે ?
{{space}} જોકે તમે સ્વયં એક રહસ્ય છો,
{{space}} કારણ કે તમારામાં કશું જ રહસ્યમય નથી;
{{space}} તમે ભલા છો ! તમને એનું જ્ઞાન ક્યાં છે ?
{{સ-મ|૨૦૦૬}}

</poem>
</poem>