પુનશ્ચ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 664: Line 664:

{{સ-મ|૨૦૦૫}}

{{સ-મ|૨૦૦૫}}

</poem>
== કાચના ઘરમાં ==
<poem>
ક્યારનો કહું છું કે તમે કાચના ઘરમાં વસો છો.
તમારું ઘર ઈંટ, માટી ને પથ્થરનું ઘર નથી.
શું એનો તમને ડર નથી ?
તમે તો હસો છો !
તમે ક્યાં સુણો છો ?
તમે તો બસ ધૂણો છો.
સૂરજનાં કિરણ કાચની ભીંતોને ભેદીને,
ક્યાંય કશુંય નહિ છેદીને,
કાળી ભોંય અને ધોળી છતને સોનેરી રંગે લીંપે,
તમારો ખંડ ઝળહળતો દીપે;
તમે સવાર સાંજ એનો તાજો તડકો ઓઢો,
તમે રાતભર મશરૂ-મખમલમાં પોઢો;
એથી તમે માનો છો તમે હેમખેમ છો,
સદાયને માટે તમે એમના એમ છો.
તો તમે ભૂલો છો,
તમે ભ્રમમાં ફાલો-ફૂલો છો.
ફેંકી જુઓ તો થોડાક જ પથ્થરો,
પછી જુઓ ! કાચની ભીંતો તો નહિ હોય,
પણ નહિ હોય ધોળી છત અને કાળી ભોંય,
તમારી આસપાસ હશે કેવળ કાચની કચ્ચરો.
તેથી તો ફરીથી કહું છું તમે કાચના ઘરમાં વસો છો.
તમે નહિ સુણો, હજુ તમે તો બસ હસો છો !
{{સ-મ|૨૦૦૬}}

</poem>
== તમારું ઘર ==
<poem>
તમારું ઘર એ ઘર નથી,
એ ખડક પર નથી;
તમે એને રેત પર રચ્યું,
જુઓ ! ક્યારનું એ કેટકેટલા ભારથી લચ્યું;
– ધનનો ભાર, સત્તાનો ભાર ને કીર્તિનો ભાર,
એ તમારી સૌ મહેચ્છાઓનો ભાર, જેનો નથી પાર –
એથીયે વધુ તો તમારું મન ભૂતની જેમ ભમે,
ઘરનો ખૂણેખૂણો એના ભારથી નમે;
ભલે તમે એની ચારે બાજુ કોટકિલ્લા બાંધો,
જાણે દેવોનું જ ધામ હોય એવા નામ સાથે એને સાંધો;
પણ અચાનક ભૂકંપની લપટથી
કે ઓચિંતી કો ઝંઝાની ઝપટથી
ક્યારેક કડડભૂસ થશે
ત્યારે ક્હો, આ તમારું ઘર ક્યાં હશે ?
આરંભથી જ તમારું ઘર ઘર ન’તું,
એ ખડક પર ન’તું.
{{સ-મ|૨૦૦૬}}

</poem>
== તમે શાન્ત છો ==
<poem>
જાણે કંઈ થયું જ નથી એમ તમે શાન્ત છો.
તમે અચાનક ધસી ગયા,
બધું અસ્તવ્યસ્ત, છિન્નભિન્ન કર્યું,
અને જ્યારે જે કૈં ધાર્યું’તું તે એકેય કાજ ન સર્યું,
ત્યારે તમે અચાનક ખસી ગયા.
એથી કહું છું તમે શાન્ત નહિ, તમે ક્લાન્ત છો.
હવે તમને એ ભ્રમ થશે
કે જે કંઈ અસ્તવ્યસ્ત, છિન્નભિન્ન થયું હશે
તે વ્હેલુંમોડું આપમેળે થયું ન થયું થશે
અને અંતે બધું જ્યમ હતું ત્યમ હશે.
એથી કહું છું તમે ક્લાન્ત નહિ, તમે ભ્રાન્ત છો.
</poem>
== જવું જ છે તો જાઓ ==
<poem>
જવું જ છે તો જાઓ, પણ મેં જે પ્રેમ કર્યો તે પ્રેમને સ્મરશો નહિ,
અને ભવિષ્યનું તમારું જે શેષ જીવન એને વ્યર્થ કરશો નહિ.
આટલાં વર્ષો તમે જાણે કે સ્વપ્નલોકમાં પરીકથામાં વસ્યા હતા,
છતાં કેટકેટલું લડ્યા હતા, રડ્યા હતા ને હોંસે હોંસે હસ્યા હતા;
એનું સૌંદર્ય, એનો આનંદ, એની ધન્યતા, એને હવે હરશો નહિ,
જે કૈં થયું, જે કૈં ગયું ને જે કૈં રહ્યું, એને ધ્યાન પર ધરશો નહિ.
જીવનમાં જ્યાં જ્યાં અંત છે ત્યાં ત્યાં નવો આરંભ છે, ક્યાંય ન્યૂનતા નથી.
ભર્યુંભર્યું આ વિશ્વ છે તેવું જ જીવન છે, એમાં ક્યાંય શૂન્યતા નથી;
વિરહની વ્યાકુલતા ને વિહ્વલતામાં એકલતાને વરશો નહિ,
તમે કોઈના પ્રેમપાત્ર થશો, ને તો તમે મૃત્યુ પૂર્વે મરશો નહિ.
{{સ-મ|૨૦૦૭}}

</poem>
== સર્પ ? કે રજ્જુ ? કે બન્ને ? ==
<poem>
મધરાતે
તમે અચાનક મારા શયનખંડમાં આવ્યા,
તમે મને પૂછ્યું, ‘જાગો છો કે ?’
મેં કહ્યું, ‘હા.’
પછી તમે મને પૂછ્યું, ‘કંઈ વાંચવું છે ?’
મેં કહ્યું, ‘હા.’
તમે મારા હાથમાં પુસ્તક ધર્યું :
‘સર્પ અને રજ્જુ’.
ને મારા હોઠ પર ચુંબન કર્યું.
પછી તમે તરત જ ચાલ્યા ગયા.
હજુ હું એ ચુંબન વાંચી રહ્યો છું.
એ પછીની મધરાતે
તમે અચાનક ફરી મારા શયનખંડમાં આવ્યા,
અને માત્ર આટલું જ કહ્યું,
‘મારા પ્રેમમાં વિલંબિત લય છે,
એનો તમને ભય છે ?’
પછી તમે કહ્યું,
‘મારી વય વધતી જાય છે,
મારી અધીરતા પણ. પણ...’
પછી તમે અરધે વાક્યે જ ચાલ્યા ગયા.
હજુ હું વિસ્મય સાથે
મને સતત પૂછી રહ્યો છું,
‘એ ચુંબન –
સર્પ ? કે રજ્જુ ? કે બન્ને ?’
{{સ-મ|૨૦૦૭}}

</poem>
== છે છે અને નથી નથી ==
<poem>
પ્રાત:કાલે લીલા તૃણદલે
ઝાકળબિન્દુ જે ઝમ્યું,
સંધ્યાકાલે નીલા નભતલે
ઇન્દ્રધનુષ્ય જે નમ્યું,
એને પકડવા જકડવા બહુ કર્યું મથી મથી,
પણ છે છે અને નથી નથી.
ઓચિંતું મળ્યું મનનું મિત,
એની અંતર્ગૂઢ વ્યથા;
ક્ષણાર્ધમાં અમર્ત્ય શી પ્રીત,
એની અગમ્ય શી કથા;
એને જીવવા-મરજીવવા બહુ કર્યું કથી કથી,
પણ છે છે અને નથી નથી.
{{સ-મ|૨૦૦૫}}

</poem>
== પ્રેમમાં ==
<poem>
પ્રેમમાં ક્હો, તમારે ક્ષણેક્ષણે શું કરવાનું ?
જાણે કે તમે જીવ્યા જ નથી એમ મરવાનું.
‘ક્હો, તમારું નામ શું છે ?’
જો કોઈ તમને પૂછે,
ને તમે ન કહી શકો,
અનામી જ રહી શકો
એમ તમારે તો વિસ્મૃતિમાં સદા સરવાનું.
‘ક્હો, તમારું રૂપ શું છે ?’
જ્યારે જાત એમ પૂછે,
ત્યારે અરીસામાં કાય
જોતાં ઓળખ ન થાય
એમ તમારે તો શૂન્યતામાં સદા ફરવાનું.
{{સ-મ|૨૦૦૫}}

</poem>
== સ્વપ્ન ==
<poem>
ઘરની બહાર
વર્ષોથી રસ્તાઓ પર ભમી રહું.
મારા રસ્તા લાંબા પ્હોળા,
જ્યાં ત્યાં ટોળેટોળાં,
વાહનોની દોટંદોટ,
ધુમાડાના ગોટંગોટ,
અવાજોની ચીસાચીસ
મકાનોની ભીંસાભીંસ;
મારા રસ્તા ભર્યા ભર્યા.
ત્યાં ઓચિંતું કોઈક પસાર થયું,
બોલ્યું ન બોલ્યું, હસ્યું ન હસ્યું
ત્યાં તો એ રહસ્યની જેમ અલોપ થયું;
મારી આંખોમાં એ સ્વપ્ન બની ગયું.
હવે મારા રસ્તા ખાલી ખાલી,
હવે માત્ર સ્વપ્નથી જ ભર્યા ભર્યા.
{{સ-મ|૨૦૦૬}}

</poem>
== એનાં એ બે જણ ==
<poem>
પહેલાં બે જણ મળ્યાં
વાતે વળ્યાં,
હળ્યાં, ભળ્યાં,
પરસ્પરનાં હૃદયને જોડીને કર્યાં પૂર્ણ પૂર્ણ.
પછી એનાં એ બે જણ મળ્યાં,
વાતે વળ્યાં,
બળ્યાં, ઝળ્યાં,
પરસ્પરનાં હૃદયને તોડીને કર્યાં ચૂર્ણ ચૂર્ણ.
{{સ-મ|૨૦૦૪}}

</poem>
</poem>