ગુજરાતી નિબંધ-સંપદા/ચુનીલાલ મડિયા/સત્યના શોધકો: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''સત્યના શોધકો'''}} ---- {{Poem2Open}} દુનિયામાં શોધખોળો તો અનેક થાય છે પણ એમા...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સત્યના શોધકો'''}}
{{SetTitle}}
----
{{Heading|સત્યના શોધકો | ચુનીલાલ મડિયા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દુનિયામાં શોધખોળો તો અનેક થાય છે પણ એમાં મૌલિકતાનું તત્ત્વ બહુ ઓછું હોય છે. કોલમ્બસે અમેરિકા ખંડમાં પગ મૂક્યો એને એક શકવર્તી શોધ તરીકે બિરદાવવામાં આવે છે, પણ વાસ્તવમાં એ ઘટના શોધ નામને પાત્ર જ નથી; કેમ કે જેને ‘નવી દુનિયા’ ગણવામાં આવે છે એનું અસ્તિત્વ તો સૃજનજૂનું હતું. એ શોધખોળમાં નાવીન્ય પણ નથી તેમ સાચી શોધનું તત્ત્વ પણ નથી. એવી જ રીતે ઝાડ પરથી ખરેલું ફળ આસમાનમાં ઊડવાને બદલે ધરતી પર પડ્યું એ પરથી ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો હોવાની ડંફાસ મારનાર ન્યૂટને પણ કોઈ મોટી ધાડ મારી નથી; કેમ કે સૃષ્ટિનું આ નિયામક બળ તો આદિ કાળથી કામ કરતું જ આવેલું. ન્યૂટનની એ કહેવાતી શોધમાં નૂતન જેવું કશું નહોતું, પછી મૌલિકતાની તો વાત જ ક્યાં રહી! સાચી, નૂતન અને ન ભૂતો ન ભવિષ્યતિ જેવી અભૂતપૂર્વ મૌલિક શોધખોળ તો કોલમ્બસો નહિ પણ કોન્સ્ટેબલો કરે છે. સાગરખેડુ સાહસવીરો કરતાં આખી ગણવેશધારી સિપાઈઓની શોધક બુદ્ધિ વધારે સતેજ હોય છે. સૃષ્ટિનાં નિત્ય નૂત્ય સત્યો શોધી કાઢવાનો યશ પદાર્થવિજ્ઞાનના ખેરખાંઓ કરતાં પોલીસખાતાના ‘પટાવાળા’ઓને ખાતે જ જમા થતો જણાય છે.