કવિની ચોકી/1: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 6: Line 6:
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિવર ટાગોર અને ગાંધીજીના પારસ્પર્યમાં કડી તે ચાર્લ્સ ફ્રિઅર ઍન્ડ્રૂઝ, ગુરુદેવ અને ગાંધીજીના ચાર્લી અને દેશના દીનબંધુ. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત દરમિયાન તેઓ ગાંધીજીના મહેમાન બન્યા, હિંદનો અને ખાસ કરીને કવિ ટાગોરનો સંદેશ લઈને તેઓ દક્ષિણ આફ્રિકાની પ્રજા સમક્ષ આવ્યા. પ્રથમ મિલનથી જ ગાંધીજી અને રેવરન્ડ ઍન્ડ્રૂઝ મોહન અને ચાર્લી બન્યા, જોકે ઍન્ડ્રૂઝ તેમનું સ્વાગત કરવા આવેલા ગાંધીજીના ચરણોમાં પડીને રંગભેદી ગોરાઓનાં ભવાં જરૂર ઊંચાં કર્યાં હતાં.  

દક્ષિણ આફ્રિકાની મુલાકાત દરમિયાન ઍન્ડ્રૂઝ ટાગોરનો સંદેશો પહોંચાડવાનું કામ કરતા રહ્યા. ગાંધીજીએ ગોપાલકૃષ્ણ ગોખલેને તારમાં જણાવ્યું કે ઍન્ડ્રૂઝનું કેપટાઉનના ‘સિટી હૉલ’માં રવીન્દ્રનાથ ટાગોર વિશે ભાષણ આપ્યું હતું.<ref>‘ગાંધીજીનો અક્ષરદેહ’, Vol. 12, PP. 306-307</ref>નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત થઈ ત્યારે કવિ ટાગોરને ઇંગ્લૅન્ડ અને થોડા અંશે અમેરિકા સિવાય યુરોપ યા અન્ય ખંડના વિદ્વાનો કે સાહિત્યરસિકો જાણતા ન હતા. આવા સમયે નવોન્મેશનો સંદેશો લઈ ઍન્ડૂઝ આવ્યા.આ જાહેર ભાષણ પછી તરત જ તેમણે કેપટાઉન યુનિવર્સિટીમાં ‘ટાગોર અને તેમનો સંદેશો’ વિષય પર વ્યાખ્યાન આવ્યું, જેમાં પ્રમુખપદે તે વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલર હતા. 17 ફેબ્રુઆરીના આ ભાષણની નકલો ગાંધીજીએ છપાવી અને ‘‘તમે જેમના સંસર્ગમાં આવ્યા હતા એવા મોટા ભાગના લોકોને મોકલી આપવામાં આવી છે.’’<ref>3. એજન, Vol. 14, P. 454</ref> આ સમયે કવિ ટાગોર એક ‘‘પરાજિત રાષ્ટ્રના પયગંબર’’3 હતા. તેમનો સંદેશો સાંભળવામાં માત્ર રંગભેદી આફ્રિકા જ નહીં પણ યુરોપ, એશિયા અને સ્વયં બંગાળને સંકોચ હતો. ગાંધીજીના મતે આ સંદેશો દેશ દુનિયાને પહોંચે તે અનિવાર્ય હતું.
દક્ષિણ આફ્રિકાની મુલાકાત દરમિયાન ઍન્ડ્રૂઝ ટાગોરનો સંદેશો પહોંચાડવાનું કામ કરતા રહ્યા. ગાંધીજીએ ગોપાલકૃષ્ણ ગોખલેને તારમાં જણાવ્યું કે ઍન્ડ્રૂઝનું કેપટાઉનના ‘સિટી હૉલ’માં રવીન્દ્રનાથ ટાગોર વિશે ભાષણ આપ્યું હતું.<ref>‘ગાંધીજીનો અક્ષરદેહ’, Vol. 12, PP. 306-307</ref> નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત થઈ ત્યારે કવિ ટાગોરને ઇંગ્લૅન્ડ અને થોડા અંશે અમેરિકા સિવાય યુરોપ યા અન્ય ખંડના વિદ્વાનો કે સાહિત્યરસિકો જાણતા ન હતા. આવા સમયે નવોન્મેશનો સંદેશો લઈ ઍન્ડૂઝ આવ્યા.આ જાહેર ભાષણ પછી તરત જ તેમણે કેપટાઉન યુનિવર્સિટીમાં ‘ટાગોર અને તેમનો સંદેશો’ વિષય પર વ્યાખ્યાન આવ્યું, જેમાં પ્રમુખપદે તે વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલર હતા. 17 ફેબ્રુઆરીના આ ભાષણની નકલો ગાંધીજીએ છપાવી અને ‘‘તમે જેમના સંસર્ગમાં આવ્યા હતા એવા મોટા ભાગના લોકોને મોકલી આપવામાં આવી છે.’’<ref>એજન, Vol. 14, P. 454</ref> આ સમયે કવિ ટાગોર એક ‘‘પરાજિત રાષ્ટ્રના પયગંબર’’3 હતા. તેમનો સંદેશો સાંભળવામાં માત્ર રંગભેદી આફ્રિકા જ નહીં પણ યુરોપ, એશિયા અને સ્વયં બંગાળને સંકોચ હતો. ગાંધીજીના મતે આ સંદેશો દેશ દુનિયાને પહોંચે તે અનિવાર્ય હતું.
દક્ષિણ આફ્રિકા છોડી હિંદ પરત આવવા નીકળેલા ગાંધીજીના સત્કારમાં 8 ઑગસ્ટ, 1914ના રોજ લંડનની ‘સેસિલ હોટલ’માં સમારંભ યોજાયો. ભૂપેન્દ્રનાથ બસુના પ્રમુખપદે યોજાયેલા આ મેળાવવામાં સરોજિની નાયડુ, સચ્ચિદાનંદ સિંહા, લાલા લજપતરાય, મહંમદ અલી ઝીણા અને આલ્બર્ટ કાર્ટરાઇટ હાજર હતાં. આ સમારંભમાં ગાંધીજીએ એ ઍન્ડ્રૂઝના કામને બિરદાવતા કહ્યું; ‘‘પોતાના ગુરુ, બોલપુરના સાધુ કવિ રવીન્દ્રનાથ ટાગોર, જેમને તેમની મારફતે હું ઓળખી શક્યો છું, તેમની મારફતે હિંદુસ્તાન પ્રત્યેનું પ્રેમનું શિક્ષણ તે દક્ષિણ આફ્રિકાના લોકોને આપી રહ્યા હતા.’’<ref>4. એજન, Vol. 12, P. 457</ref>
દક્ષિણ આફ્રિકા છોડી હિંદ પરત આવવા નીકળેલા ગાંધીજીના સત્કારમાં 8 ઑગસ્ટ, 1914ના રોજ લંડનની ‘સેસિલ હોટલ’માં સમારંભ યોજાયો. ભૂપેન્દ્રનાથ બસુના પ્રમુખપદે યોજાયેલા આ મેળાવવામાં સરોજિની નાયડુ, સચ્ચિદાનંદ સિંહા, લાલા લજપતરાય, મહંમદ અલી ઝીણા અને આલ્બર્ટ કાર્ટરાઇટ હાજર હતાં. આ સમારંભમાં ગાંધીજીએ એ ઍન્ડ્રૂઝના કામને બિરદાવતા કહ્યું; ‘‘પોતાના ગુરુ, બોલપુરના સાધુ કવિ રવીન્દ્રનાથ ટાગોર, જેમને તેમની મારફતે હું ઓળખી શક્યો છું, તેમની મારફતે હિંદુસ્તાન પ્રત્યેનું પ્રેમનું શિક્ષણ તે દક્ષિણ આફ્રિકાના લોકોને આપી રહ્યા હતા.’’<ref>એજન, Vol. 12, P. 457</ref>
શું હતો આ સંદેશો ? કવિનાં ગીતોથી મુગ્ધ તો હજી ગાંધીજી ન હતા પણ તેમના માટે કવિનો મુખ્ય સંદેશો ભારતના સત્વની, તેના પ્રાણની મુક્તિનો હતો. દેશ ગુલામ હતો પણ કવિ કહેતા હતા કે હિંદનો આત્મા જ્યાં સુધી મુક્ત છે ત્યાં સુધી આ બાહ્ય ગુલામી સામે ઝઝૂમી શકાશે, તે તો માયા  રૂપ છે, માયા અસત્ય હોઈ, અજ્ઞાન હોઈ અંતે તે વિખરાશે. કંઈક આવો જ વિચાર ગાંધીજીના હિંદ સ્વરાજનો હતો; હિંદ તેમના મતે અંગ્રેજી શાસન નહીં પણ આધુનિક સુધાર નીચે કચડાઈ રહ્યું હતું અને આ મળ તો કેવળ હિંદના કિનારાને લાગેલો હતો, અંગ્રેજી શિક્ષણ અને આધુનિક સુધારના મોહાંધ લોકો જ ગુલામ હતા.  

ગાંધીજી, કવિ ટાગોરના વિચારોની મહત્તા સમજી રહ્યા હતા, તેની અગત્ય અન્યો સમજાવવા તત્પર હતા એ વાતની પુષ્ટિ કરતાં તેમણે લંડનમાં ‘હિંદી ઐચ્છિક સહાય દળ’ (Indian Ambulance Corp)ને તાલીમ આપનારા ડૉ. કેન્ટલીને ટાગોરનાં પુસ્તકોનો એક ‘સેટ’ 1 ઑક્ટોબર, 1914ના રોજ  ભેટમાં આપ્યો.<ref>5. એજન, P. 467</ref>  

Line 26: Line 26:
ગાંધીજી આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેના અંતરને કળવામાં માહિર હતા. તેમનો યત્ન પણ આ બે વચ્ચેની ખાઈને શકાય તેટલી હદે પૂરવાની હતી. આ વિશે તેમણે માર્ચ મહિનાની મુલાકાત બાદ 14 માર્ચ, 1915ના રોજ મગનલાલ ગાંધીને લખ્યું, ‘‘ગુરુદેવનો આદર્શ ગમે તેવો ઊંચો હશે તોપણ જો તે આદર્શને અમલમાં મૂકનાર કોઈ નહીં જાગે તો તે આદર્શ જમાનાના ગાઢ અંધકારમાં પડી રહેવાનો અને તેથી ઊલટું, જો તે આદર્શ મુજબ વર્તનારાઓ નીકળી આવશે તો તે પોતાનો પ્રકાશ અનેકગણી રીતે ફેલાવી શકશે.’’<ref>અ. દે., Vol. 13, P. 38</ref> આથી તેમણે મગનલાલ સહિત આશ્રમવાસીઓને તપ કરવા સૂચન કર્યું.

જો ગાંધીજીને ગુરુદેવના આદર્શમાં શ્રદ્ધા હતી અને તેના અમલ વિશે પ્રશ્નો હતા તો શરૂઆતમાં ગુરુદેવને ફિનિક્સના આદર્શ અને આ આદર્શને અમલમાં મૂકવાની તત્પરતા બંને વિશે શંકા હતી. જોકે આ શંકા કે અવઢવ તેમને ફિનિક્સ વિદ્યાર્થીઓને પોતાના કરતાં રોકી ન શક્યા. ફિનિક્સ વિદ્યાર્થીઓ શાંતિનિકેતનમાં આશરો લેશે તે વિચારથી આનંદિત કવિએ ગાંધીજીને 17 ફેબ્રુઆરી, 1915ના રોજ પહેલો પત્ર લખ્યો. ‘મિ. ગાંધી’ને સંબોધિત પત્રમાં તેમણે લખ્યું; ‘‘આપના ફિનિક્સ કુમારો હિંદુસ્તાનમાં હોય ત્યારે મારી શાળા તેઓ માટે યોગ્ય અને સંભવિત જગ્યા છે તેવા આપના વિચારથી મને સાચો આનંદ થયો – અને જ્યારે મેં કુમારોને જોયા ત્યારે આનંદ બેવડાયો. અમો બધાને લાગે છે કે અમારા વિદ્યાર્થીઓ ઉપર તેમના સંસર્ગની અસર ઘણી કીમતી હશે અને હું આશા રાખું છું કે તેઓ પણ એવું કંઈક મેળવશે કે જેથી તેમનો શાંતિનિકેતન વાસ ફળદાયી નીવડશે. આ પત્ર હું આપનો આભાર માનવા લખું છું કે આપે આપના કુમારોને અમારા કુમાર બનવા દીધા અને આમ તેઓ આપણાં બંનેની જીવન સાધનામાં કડી બન્યાં.’’<ref>સવ્યસાચી ભટ્ટાચાર્ય (સંપા.) The Poet and The Mahatma, P. 44 મૂળ અંગ્રેજીમાંથી આ લેખકનો ગુજરાતી અનુવાદ. જ્યાં સ્પષ્ટપણે જણાવવામાં ન આવે તે સિવાયનાં બધા મૂળ અંગ્રેજીના અનુવાદ આ લેખકના છે</ref>

ફિનિક્સ જૂથની પોતાની જાતને વંચિત રાખવાની, શિસ્તનું પાલન કરવાની તત્પરતાથી તેઓ જરૂર વિહ્વળ થયા. તેમને જણાયું કે આ કુમારોના જીવનમાં કોઈ આનંદ નથી કારણ કે શિસ્તનાં બંધનોમાં, આત્મપરિક્ષણમાં, સ્વૈચ્છિક ન હોય તેવા ત્યાગમાં આનંદ સંભવી જ ન શકે. તેમણે 14 નવેમ્બર, 1915ના રોજ ચાર્લી ઍન્ડ્રૂઝને પત્રમાં આ વિટંબણા રજૂ કરતાં લખ્યું; ‘‘મને ડર છે કે આ છોકરાઓ કશી પણ ઇચ્છા કરવાનું ભૂલી જશે અને ઇચ્છા તો પ્રાપ્તિની સુંદર ક્ષણ છે. આમ છતાં તેઓ આનંદમાં છે, જોકે તેમને આનંદમાં હોવાનું કોઈ કારણ નથી.’’<ref>The Myrid Minded Man., P. 418</ref> ચાર દિવસ પછીના પત્રમાં તેમણે પોતાનો અભિપ્રાય બદલ્યો. જોકે ફિનિક્સ પ્રથા અંગે તેમની શંકાઓ તો કાયમ રહી. તેમણે ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘મને લાગે છે કે તેઓ ખૂબ પ્રેમપાત્ર છે, જોકે હું તેમની કેળવણી પ્રથા વિશે મારી શંકામાંથી મુક્ત થઈ શકાતો નથી.’’<ref>એજન, P. 197</ref>શાંતિનિકેતન વિશે અને કવિના આદર્શને અમલમાં મૂકનારાઓ વિશે ગાંધીજીને અંદેશો ભલે હોય પણ કવિ માટે તો ભરપૂર આદર હતો. તેમણે પ્રયત્નપૂર્વક ગુજરાત અને દેશની પ્રજા સમક્ષ કવિને આદર્શ તરીકે મૂક્યા. 20 ઑક્ટોબર, 1917ના રોજ ભરૂચ ખાતે બીજી ગુજરાતી કેળવણી પરિષદ સમક્ષ ભાષણમાં કવિનો આદર્શ અને તેમનો મહિમા સમજાવતાં ગાંધીજીએ કહ્યું; ‘‘સર રવીન્દ્રનાથ ટાગોરનું ચમત્ક્રી બંગાળી તેમના અંગ્રેજીને આભારી નથી. તેમની ચમત્કૃતિ તેમના સ્વભાષાભિમાનમાં છે. ‘‘गीतांजलि’’ પ્રથમ બંગભાષામાં લખાઈ. આ મહાકવિ બંગાળમાં બંગાળીનો જ ઉપયોગ કરે છે... તેમણે પોતાના વિચારો અંગ્રેજી સાહિત્યમાંથી નથી લીધા... તે વિચારો આ દેશના વાતાવરણમાંથી લીધા છે. ઉપનિષદોમાંથી દોહી ક્ઢ્યા છે. હિંદુસ્તાનના આકાશમાંથી તેમની ઉપર વિચારવૃષ્ટિ થઈ છે.’’<ref>અ. દે., Vol. 14, P. 16</ref>
ફિનિક્સ જૂથની પોતાની જાતને વંચિત રાખવાની, શિસ્તનું પાલન કરવાની તત્પરતાથી તેઓ જરૂર વિહ્વળ થયા. તેમને જણાયું કે આ કુમારોના જીવનમાં કોઈ આનંદ નથી કારણ કે શિસ્તનાં બંધનોમાં, આત્મપરિક્ષણમાં, સ્વૈચ્છિક ન હોય તેવા ત્યાગમાં આનંદ સંભવી જ ન શકે. તેમણે 14 નવેમ્બર, 1915ના રોજ ચાર્લી ઍન્ડ્રૂઝને પત્રમાં આ વિટંબણા રજૂ કરતાં લખ્યું; ‘‘મને ડર છે કે આ છોકરાઓ કશી પણ ઇચ્છા કરવાનું ભૂલી જશે અને ઇચ્છા તો પ્રાપ્તિની સુંદર ક્ષણ છે. આમ છતાં તેઓ આનંદમાં છે, જોકે તેમને આનંદમાં હોવાનું કોઈ કારણ નથી.’’<ref>The Myrid Minded Man., P. 418</ref> ચાર દિવસ પછીના પત્રમાં તેમણે પોતાનો અભિપ્રાય બદલ્યો. જોકે ફિનિક્સ પ્રથા અંગે તેમની શંકાઓ તો કાયમ રહી. તેમણે ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘મને લાગે છે કે તેઓ ખૂબ પ્રેમપાત્ર છે, જોકે હું તેમની કેળવણી પ્રથા વિશે મારી શંકામાંથી મુક્ત થઈ શકાતો નથી.’’<ref>એજન, P. 197</ref> શાંતિનિકેતન વિશે અને કવિના આદર્શને અમલમાં મૂકનારાઓ વિશે ગાંધીજીને અંદેશો ભલે હોય પણ કવિ માટે તો ભરપૂર આદર હતો. તેમણે પ્રયત્નપૂર્વક ગુજરાત અને દેશની પ્રજા સમક્ષ કવિને આદર્શ તરીકે મૂક્યા. 20 ઑક્ટોબર, 1917ના રોજ ભરૂચ ખાતે બીજી ગુજરાતી કેળવણી પરિષદ સમક્ષ ભાષણમાં કવિનો આદર્શ અને તેમનો મહિમા સમજાવતાં ગાંધીજીએ કહ્યું; ‘‘સર રવીન્દ્રનાથ ટાગોરનું ચમત્ક્રી બંગાળી તેમના અંગ્રેજીને આભારી નથી. તેમની ચમત્કૃતિ તેમના સ્વભાષાભિમાનમાં છે. ‘‘गीतांजलि’’ પ્રથમ બંગભાષામાં લખાઈ. આ મહાકવિ બંગાળમાં બંગાળીનો જ ઉપયોગ કરે છે... તેમણે પોતાના વિચારો અંગ્રેજી સાહિત્યમાંથી નથી લીધા... તે વિચારો આ દેશના વાતાવરણમાંથી લીધા છે. ઉપનિષદોમાંથી દોહી ક્ઢ્યા છે. હિંદુસ્તાનના આકાશમાંથી તેમની ઉપર વિચારવૃષ્ટિ થઈ છે.’’<ref>અ. દે., Vol. 14, P. 16</ref>
ગાંધીજીના સ્વાશ્રયના, જાતમહેતના અધૂરા પ્રયોગની સ્મૃતિમાં દર વર્ષે 10 માર્ચે શાંતિનિકેતનમાં ‘ગાંધી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. પણ આ અવસર કેવળ પ્રતીકરૂપ ન હતો. ગાંધીજીના વિચારોની અને કાર્યની સીધી અસર પણ શાંતિનિકેતનમાં પડી. ગુજરાતની પ્રજા સમક્ષ કવિના આદર્શ મૂકવાનું એક પરિણામ મોટી સંખ્યામાં ગુજરાતી વિદ્યાર્થીઓનું શાંતિનિકેતનમાં અભ્યાસ કરવાનું આવ્યું. ઍન્ડ્રૂઝે ગાંધીજીને જણાવ્યું કે શાંતિનિકેતનમાં 70 ગુજરાતી અને મારવાડી વિદ્યાર્થીઓ છે અને કવિ ટાગોર તેમની પ્રેમપૂર્વક સંભાળ લે છે; તેમનાં મા-બાપ આવે ત્યારે તેમનું પ્રેમપૂર્વક સ્વાગત કરે છે. જવાબમાં ગાંધીજીએ લખ્યું; ‘‘બહુ ગમે તેવી નવાઈની વાત કહી, જો બધા વિદ્યાર્થીઓ ત્યાં રહે તો ગુજરાત-બંગાળ વચ્ચે કેવી સાંકળ બાંધે ? કવિ પોતાનું કામ ચાલુ રાખશે તો ગુજરાતીઓને પૂરો વખત રાખી શકશે.’’<ref>અ. દે., Vol. 15, P. 38</ref> આ વખતે પણ ગાંધીજી સફાઈની વાત યાદ કરાવવાનું ચૂક્યા નહીં. ‘‘મને એટલું પૂછવાની લાલચ થઈ આવે છે કે ત્યાંની સફાઈ પાછળ કોઈ ખાસ માણસ ધ્યાન આપે છે ખરું ? પાણીની વ્યવસ્થા બરાબર થઈ છે ખરી ?’’<ref>એજન</ref>

1917ના ડિસેમ્બરમાં ગાંધીજી કૉંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા કૉલકાતા ગયા. કૉંગ્રેસની કાર્યવાહીમાં હાજરી સાથે તેમણે કવિને મળવાનો લહાવો લીધો. નાતાલના દિવસે ગાંધીજી માટે ટાગોર કુટુંબના રહેઠાણ ‘જોરા શાંકો’ના વિચિત્રા હૉલમાં કવિએ 1912માં લખેલું નાટક ‘ડાકઘર’ ભજવાયું.<ref>ગોપાલકૃષ્ણ ગાંધી; Gandhi and Bengal, P. 81</ref> આની મોહિની ગાંધીજીને લાગી. 16 જાન્યુઆરી 1918ના પત્રમાં ચાર્લીના અને તેમના મિત્ર અને દિલ્હીની સેંટ સ્ટીફન્સ કૉલેજના પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલ સુશીલકુમાર રુદ્રને લખ્યું; ‘‘કલક્તામાં મને બહુ મજા પડી, પણ એ કૉંગ્રેસના મંડપમાં નહીં, બધી જ મજા મંડપની બહાર મળી. કવિ અને તેમની મંડળીએ ‘‘ડાકઘર’’ ભજવ્યું તે જોઈને હું મુગ્ધ થઈ ગયો. આ લખાવતી વખતે કવિનો જાણે અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો છે... બંગાળી સંગીતે મને મોહિની લગાડી.’’<ref>અ. દે., Vol. 14, PP. 128-129</ref>

Line 135: Line 135:
सेइ प्राणा अपरुप छन्दे ताले लय नाचि छे भुवने —  
सेइ प्राणा अपरुप छन्दे ताले लय नाचि छे भुवने —  
એ આપનો અલૌકિક અનુભવ ગુજરાતની પ્રજામાં અલ્પાંશે પણ સંક્રાન્ત થાય, આપની ‘પ્રણવરંગમાલા’નું પાન ગુજરાતની તૃષાર્ત ભારતીને થોડુંઘણું પણ થાય એ ઉત્કંઠાથી આપના વિવિધ વાગ્વિલાસ ગુજરાતી ભાષામાં ઉતારવામાં આવ્યા છે... પ્રભુ પાસે આજના શુભ પ્રસંગે અમારી પ્રાર્થના છે કે આપ દીર્ઘાર્યું થાઓ અને ભારતનું ગૌરવ હજી પણ વધે એવા અનેક મંગલ કાર્ય આપને હાથે થાઓ.

આ માનપત્રવાળું કાસકેટ, હારતોરા અર્પણ કર્યા પછી કવિ ટાગોરે "નિર્માણ વિરુદ્ધ સર્જન નામે વિખ્યાત થયેલું તેમનું ભાષણ વાંચી સંભળાવ્યું.<ref>‘નિર્માણ વિરુદ્ધ સર્જન’ના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-2</ref> તેમણે કહ્યું કે નિર્માણમાં પ્રયોજન હોય છે પણ સર્જન સર્જનને ખાતર હોય છે, સર્જનમાં એક પ્રકારની અંતિમતા છે. "એ આપણા મુક્ત અને આનંદમય ચૈતન્યને પામવા માટેની પ્રક્રિયા છે... સર્જન એટલે આકારોની લયલીલામાં સત્યનું દર્શન. એમાં વસ્તુ અને વક્તવ્યનું દ્વૈત હોય છે.’’<ref>‘નિર્માણ વિરુદ્ધ સર્જન’, અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 29</ref> તેમણે જગતના સત્યની વાત કરી. આ સત્ય વસ્તુઓના ખાલી ખડકલામાં નથી, તે તો વસ્તુઓના સંબંધમાં છે – કેવળ સંબંધમાં નહીં પણ અખિલાઈભર્યા સંબંધમાં છે. જો આ સત્ય સંબંધોના વિષયોમાં સમાયું હોય તો મનુષ્યનું કર્તવ્ય આ તાલમાં તાલ મિલાવવો રહ્યું. ‘‘માનવજગતને દુ:ખની યાતના સહન કરવી પડે છે. કારણ કે એની અનેકવિધ ગતિ તાલબદ્ધ નથી... આધુનિક યુગમાં મનુષ્યોનું જે ઐતિહાસિક મિલન થયું છે એમાં આ મહાસંગીતનો અભાવ છે. એની અનેકવિધ ગતિમાં જે અસંબદ્ધતા છે એ અનેક દુ:ખો જન્માવે છે.’’5<ref>એજન, P. 30</ref>કવિ પણ ગાંધીજીની માફક આધુનિકતાથી વિહ્વળ છે. કવિ માટે આધુનિકતા ચીજવસ્તુનો અતિરેક કરે છે, જડ અને ચેતન વચ્ચેનું અંતર વધારે છે. ‘‘મનુષ્યની શક્તિ બાહ્ય જગત તરફ વળી છે. એથી અઢળક ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે. એ આપણામાં આપણી શક્તિ અંગેનું અભિમાન પ્રેરી શકે, પણ જીવનનો આનંદ આપી ન શકે. દિનપ્રતિદિન ચીજવસ્તુઓનો ગંજાવર જથ્થો મનુષ્યની માનવતાને આંજી રહ્યો છે. જડ અને ચેતન વચ્ચેનું અંતર વધતું જાય છે. જ્યારે ચીજવસ્તુઓનો અતિરેક થાય ત્યારે જીવન સાથે એ એકરસ થતી નથી, પરિણામે એ જીવનની ભારે ખતરનાક હરીફ બની જાય છે, જેમ બળતણનો મોટો ઢગલો અગ્નિનો હરીફ બની જાય છે તેમ.’’<ref>એજન, P. 31</ref>
આ માનપત્રવાળું કાસકેટ, હારતોરા અર્પણ કર્યા પછી કવિ ટાગોરે "નિર્માણ વિરુદ્ધ સર્જન નામે વિખ્યાત થયેલું તેમનું ભાષણ વાંચી સંભળાવ્યું.<ref>‘નિર્માણ વિરુદ્ધ સર્જન’ના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-2</ref> તેમણે કહ્યું કે નિર્માણમાં પ્રયોજન હોય છે પણ સર્જન સર્જનને ખાતર હોય છે, સર્જનમાં એક પ્રકારની અંતિમતા છે. "એ આપણા મુક્ત અને આનંદમય ચૈતન્યને પામવા માટેની પ્રક્રિયા છે... સર્જન એટલે આકારોની લયલીલામાં સત્યનું દર્શન. એમાં વસ્તુ અને વક્તવ્યનું દ્વૈત હોય છે.’’<ref>‘નિર્માણ વિરુદ્ધ સર્જન’, અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 29</ref> તેમણે જગતના સત્યની વાત કરી. આ સત્ય વસ્તુઓના ખાલી ખડકલામાં નથી, તે તો વસ્તુઓના સંબંધમાં છે – કેવળ સંબંધમાં નહીં પણ અખિલાઈભર્યા સંબંધમાં છે. જો આ સત્ય સંબંધોના વિષયોમાં સમાયું હોય તો મનુષ્યનું કર્તવ્ય આ તાલમાં તાલ મિલાવવો રહ્યું. ‘‘માનવજગતને દુ:ખની યાતના સહન કરવી પડે છે. કારણ કે એની અનેકવિધ ગતિ તાલબદ્ધ નથી... આધુનિક યુગમાં મનુષ્યોનું જે ઐતિહાસિક મિલન થયું છે એમાં આ મહાસંગીતનો અભાવ છે. એની અનેકવિધ ગતિમાં જે અસંબદ્ધતા છે એ અનેક દુ:ખો જન્માવે છે.’’5<ref>એજન, P. 30</ref> કવિ પણ ગાંધીજીની માફક આધુનિકતાથી વિહ્વળ છે. કવિ માટે આધુનિકતા ચીજવસ્તુનો અતિરેક કરે છે, જડ અને ચેતન વચ્ચેનું અંતર વધારે છે. ‘‘મનુષ્યની શક્તિ બાહ્ય જગત તરફ વળી છે. એથી અઢળક ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે. એ આપણામાં આપણી શક્તિ અંગેનું અભિમાન પ્રેરી શકે, પણ જીવનનો આનંદ આપી ન શકે. દિનપ્રતિદિન ચીજવસ્તુઓનો ગંજાવર જથ્થો મનુષ્યની માનવતાને આંજી રહ્યો છે. જડ અને ચેતન વચ્ચેનું અંતર વધતું જાય છે. જ્યારે ચીજવસ્તુઓનો અતિરેક થાય ત્યારે જીવન સાથે એ એકરસ થતી નથી, પરિણામે એ જીવનની ભારે ખતરનાક હરીફ બની જાય છે, જેમ બળતણનો મોટો ઢગલો અગ્નિનો હરીફ બની જાય છે તેમ.’’<ref>એજન, P. 31</ref>
હિંદ સ્વરાજમાં ગાંધીજીએ આધુનિક સુધાર જે ખરેખર કુધાર છે તેને બહિરની શોધમાં સાર્થક્ય અને પુરુષાર્થની શોધ ગણાવ્યો હતો. બંને માટે આધુનિકતા જડ અને ચેતન વચ્ચેનું અંતર વધારનારી અને આથી માનવ હોવાપણાનો, તેની સર્જનશક્તિનો હ્રાસ કરનારી વ્યવસ્થા છે. આથી તે માનવને તેના સત્યથી, પરમેશ્વરથી, નીતિપરાયણતાથી દૂર લઈ જનારી વ્યવસ્થા બને છે. કવિ તો વિકાસનો અર્થ પણ ચીજવસ્તુઓના સંવર્ધન એમ ન થાય તેવું કહે છે. ચીજવસ્તુ પોતાની રીતે, તેની ભૌતિકતામાં અર્થસભર નથી હોતી પણ "જ્યારે કોઈ જીવંત વિચાર સાથે એ ઓતપ્રોત થાય છે ત્યારે જ એમને એમનું સત્ય પ્રાપ્ત થાય છે; પણ જ્યાં લગી માત્ર સંગ્રહ કરવાની તીવ્ર ઇચ્છા જ મનુષ્યના મનમાં વસી હોય છે ત્યાં લગી આ ઓતપ્રોતતા પણ અશક્ય હોય છે. ત્યાં લગી તો જીવનનાં પરિબળોને પણ સર્જન કરવાના એના મહાન કાર્યને માટે વિશેષ અવકાશ હોતો નથી.<ref>એજન, P. 33</ref>

કવિ આધુનિક વિજ્ઞાનને પણ અમર્યાદ નફાખોરી, સમાજની ખંડિત સમતુલા અને નૈતિક ઉદાસીનતા અને સૌંદર્ય પ્રતિ નષ્ટ થઈ રહેલા પૂજ્ય ભાવ સાથે સાંકળે છે.
કવિ આધુનિક વિજ્ઞાનને પણ અમર્યાદ નફાખોરી, સમાજની ખંડિત સમતુલા અને નૈતિક ઉદાસીનતા અને સૌંદર્ય પ્રતિ નષ્ટ થઈ રહેલા પૂજ્ય ભાવ સાથે સાંકળે છે.
Line 141: Line 141:
હિંદ સ્વરાજ જાતને ઓળખવામાં, નીતિપરાયણ અને ફરજપાલનમાં અને તે દ્વારા સ્વયં ઉપર પોતાનું રાજ કરવાની શક્યતામાં મુક્તિ અને સ્વરાજ બંને જુએ છે. ગાંધીજી માટે આધુનિકતા માનવઅસ્તિત્વની અનેક શક્યતાઓમાંની એક શક્યતા છે; એવી શક્યતા કે જે પોતે પેટાવેલા અગ્નિમાં ભસ્મીભૂત થઈ જશે. આધુનિકતા નાશકારી અને નાશવંત બંને છે.

તે દિવસે સાંજે ગાંધીજીએ લાલદરવાજાના મેદાનમાં ‘‘સમાજની દૃષ્ટિએ સાહિત્ય વિષય પર જાહેર વ્યાખ્યાન આપ્યું.’’<ref>આ વ્યાખ્યાનના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-3</ref>
તે દિવસે સાંજે ગાંધીજીએ લાલદરવાજાના મેદાનમાં ‘‘સમાજની દૃષ્ટિએ સાહિત્ય વિષય પર જાહેર વ્યાખ્યાન આપ્યું.’’<ref>આ વ્યાખ્યાનના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-3</ref>
‘‘સાહિત્યરસિકોને હું પૂછું છું કે તમે તમારી કૃતિ મારફત મને પ્રભુની પાસે જલદી મૂક્યો કે કેમ ? જો તેઓ ‘હા’માં જવાબ આપશે તો તેઓની કૃતિમાં હું ગિરફતાર થઈ જઈશ... આપણું સાહિત્ય અત્યારે એવું છે કે જનસમાજ તેમાંથી એક્દ વસ્તુ પણ લઈ શકે એમ નથી. આપણા સાહિત્યમાં એક પણ એવી વસ્તુ નથી કે જે એક અઠવાડિયાને સારુ, એક વરસને સારુ કે એક જમાનાને સારુ નભી શકે.’’<ref>અ. દે., Vol. 17, P. 287</ref> તેમણે કહ્યું કે પ્રજા જ્યારે ભયભીત હોય ત્યારે ન તો કવિત્વની ધારા છૂટે, સત્ય પણ નહીં તરે. ‘‘હું જ્યારે કોચરબમાં રહેતો હતો ત્યારે કોસ હાંકનારને જોતો, સાંભળતો; પરંતુ તેના મોંમા તો બિભત્સ શબ્દો હતા. આનું કારણ શું ? આનો જવાબ હું અહીં બેઠેલા રા. નરસિંહરાવ પાસે તેમજ આપણા પ્રમુખ સાહેબ પાસે માંગું છું.’’<ref>એજન.</ref> પ્રજા અને એથી સાહિત્ય પાસે તેમને એક જ અપેક્ષા હતી; ‘‘આપણી પ્રજા સત્ય લખતી, સત્ય બોલતી અને સત્ય આચરતી થાય એ મારી અંત:કરણની પ્રાર્થના છે.’’<ref>એજન, P. 290</ref>તેમણે કવિવરનો સંદેશો પણ જન સમક્ષ મૂક્યો. ‘‘આધુનિક સંસ્કૃતિની નીપજ તરીકેનો એમણે કરેલો કલકત્તાનો ઉલ્લેખ એમની સ્વાભાવિક ખાનદાની અને નમ્રતાની સુંદર નિશાની છે. સાઠથી વધારે મિલોવાળા અને વેપારી બુદ્ધિવાળા અમદાવાદમાં આ સત્ય ઉચ્ચારવાનું એમના માટે જરૂરી હતું. એમણે અમદાવાદના લોકોને એટલું કહેવું પડે એમ હતું કે ઈશ્વરની સાધનાને લક્ષ્મીની સાધના કરતાં મોટી ગણવી જોઈએ. એમણે કલકત્તા સ્થિતિનું વર્ણન કરીને આ કાર્ય અત્યંત કુશળતાપૂર્વક કરી બતાવ્યું. અમે આશા રાખીએ છીએ કે ગુજરાતના લોકો કવિનો આ સંદેશો પોતાના હૃદયમાં ઉતારશે. એની સાચી કદર એ રીતે જ થશે.’’<ref>એજન, P. 294</ref>
‘‘સાહિત્યરસિકોને હું પૂછું છું કે તમે તમારી કૃતિ મારફત મને પ્રભુની પાસે જલદી મૂક્યો કે કેમ ? જો તેઓ ‘હા’માં જવાબ આપશે તો તેઓની કૃતિમાં હું ગિરફતાર થઈ જઈશ... આપણું સાહિત્ય અત્યારે એવું છે કે જનસમાજ તેમાંથી એક્દ વસ્તુ પણ લઈ શકે એમ નથી. આપણા સાહિત્યમાં એક પણ એવી વસ્તુ નથી કે જે એક અઠવાડિયાને સારુ, એક વરસને સારુ કે એક જમાનાને સારુ નભી શકે.’’<ref>અ. દે., Vol. 17, P. 287</ref> તેમણે કહ્યું કે પ્રજા જ્યારે ભયભીત હોય ત્યારે ન તો કવિત્વની ધારા છૂટે, સત્ય પણ નહીં તરે. ‘‘હું જ્યારે કોચરબમાં રહેતો હતો ત્યારે કોસ હાંકનારને જોતો, સાંભળતો; પરંતુ તેના મોંમા તો બિભત્સ શબ્દો હતા. આનું કારણ શું ? આનો જવાબ હું અહીં બેઠેલા રા. નરસિંહરાવ પાસે તેમજ આપણા પ્રમુખ સાહેબ પાસે માંગું છું.’’<ref>એજન.</ref> પ્રજા અને એથી સાહિત્ય પાસે તેમને એક જ અપેક્ષા હતી; ‘‘આપણી પ્રજા સત્ય લખતી, સત્ય બોલતી અને સત્ય આચરતી થાય એ મારી અંત:કરણની પ્રાર્થના છે.’’<ref>એજન, P. 290</ref> તેમણે કવિવરનો સંદેશો પણ જન સમક્ષ મૂક્યો. ‘‘આધુનિક સંસ્કૃતિની નીપજ તરીકેનો એમણે કરેલો કલકત્તાનો ઉલ્લેખ એમની સ્વાભાવિક ખાનદાની અને નમ્રતાની સુંદર નિશાની છે. સાઠથી વધારે મિલોવાળા અને વેપારી બુદ્ધિવાળા અમદાવાદમાં આ સત્ય ઉચ્ચારવાનું એમના માટે જરૂરી હતું. એમણે અમદાવાદના લોકોને એટલું કહેવું પડે એમ હતું કે ઈશ્વરની સાધનાને લક્ષ્મીની સાધના કરતાં મોટી ગણવી જોઈએ. એમણે કલકત્તા સ્થિતિનું વર્ણન કરીને આ કાર્ય અત્યંત કુશળતાપૂર્વક કરી બતાવ્યું. અમે આશા રાખીએ છીએ કે ગુજરાતના લોકો કવિનો આ સંદેશો પોતાના હૃદયમાં ઉતારશે. એની સાચી કદર એ રીતે જ થશે.’’<ref>એજન, P. 294</ref>
તારીખ 2 એપ્રિલે ગાંધીજીના જાહેર ભાષણ પછી કવિવર એક રાત્રિ માટે આશ્રમના મહેમાન બન્યા. 9 મે અને 16 મે, 1920ના ‘નવજીવન’માં ‘સત્યાગ્રહ આશ્રમમાં એક રાત્રિ’ નામે શ્રી પરમાનંદના લેખમાં આ મુલાકાતનું વર્ણન છે. કવિવર રાતના નવ વાગ્યાની આસપાસ આશ્રમ આવવાના હતા તેથી; ‘‘સડક ઉપર ચંદ્રની ઉજ્જ્વળતાના ઉપહાસ કરતાં શ્વેત વસ્ત્રધારી આશ્રમવાસીઓનું ટોળું એકઠું થયું હતું, અને માનવંતા મહેમાનોની બહુ આતુરતાથી રાહ જોતું હતું... આમાં આશ્રમનિવાસી બાળકોનું કુતૂહલ બહુ જ આશ્ચર્ય પમાડે તેવું હતું... દૂરથી દીપયુગ્મ દેખાયું; મોટરના અવાજ સંભળાયા; આશ્રમવાસીઓમાં અને મારા જેવા અનામંત્રિત અતિથિઓનાં ચિત્ત આમંત્રિત મહાપુરુષો માટે સવિશેષ ઉત્કંઠિત થયાં; બાળકો ઉદગ્રીવ થઈને દૃષ્ટિ દોડાવવા લાગ્યાં અને થોડીવારમાં જેની આટલી આતુરતાથી રાહ જોવાતી હતી તે દેશદીપક નરરત્ન અમારી સન્મુખ આવી પહોંચ્યા. યજમાન મહાત્મા ગાંધીજી મોટરમાંથી નીચે ઊતર્યા અને તેમને અનુસરીને મહેમાન કવિ કુલાવતંસ રવીન્દ્રનાથ પણ નીચે આવ્યા. આશ્રમમાં દાખલ થવાને એક સાદો છતાં સુંદર આશ્રમવસ્ત્ર નિર્મિત દરવાજો ઊભો કરવામાં આવ્યો હતો. ત્યાં થઈને પ્રવેશ કરતા કવિવરને ત્યાંના સંગીત શિક્ષક તથા બાળવિદ્યાર્થીઓએ નીચેના મનોહર કાવ્યથી સત્કાર કીધો : "ઓ હૃદયરવ રેલાવનારા સંત કવિ અમ દેશના, આવો અમારે આંગણે કરીએ પૂજન વાગીશના.’’<ref>નવજીવન, 9 મે, 1920, એજન, P. 510 કાવ્યની અન્ય પંક્તિઓ નીચે પ્રમાણે હતી.

‘‘ઓ હૃદય... પૂજન વાગીશના. (ટેક)
‘‘ઓ હૃદય... પૂજન વાગીશના. (ટેક)
Line 174: Line 174:
"શુભ થાઓ, કલ્યાણ થાઓ, સત્ય, શ્રદ્ધા, નિષ્ઠા, શાંતિ અને સૌંદર્યથી સર્વ પરિપૂર્ણ થાઓ.<ref>એજન, P. 511</ref> આશિર્વચન બાદ કવિનું પાદપ્રક્ષાલન કરવામાં આવ્યું, આશ્રમવાસીઓએ ક્રમવાર કવિનો ચરણસ્પર્શ કર્યો, મહાનુભાવોની ઓળખાણ કરાવવામાં આવી, કેટલાંક ટૂંકા ભાષણ થયાં અને પછી કવિ આરામ લેવા અતિથિગૃહમાં પધાર્યા.

સવારે ચાર વાગે કવિ આશ્રમ પ્રાર્થનામાં ભાગ લેવા હાજર હતા. "સૌ પોતપોતાનાં નિત્યકર્મ પતાવી આશ્રમની ઉપવનભૂમિના મધ્યભાગમાં એકઠાં થયાં અને પોતપોતાની યોગ્યતા પ્રમાણે આસનારૂઢ થયાં. કાવ્યમૂર્તિ રવીન્દ્રનાથ ઠાકુર પણ અમારી સન્મુખ આવી પહોંચ્યા અને તેમના માટે નિયત થયેલા મધ્યાસન પર બેઠા... તેમની એક બાજુએ મહાત્મા ગાંધીજી બેઠા હતા. બીજી બાજુ શ્રીમતી સરલાદેવી ચૌધરાણી તથા અનસૂયાબહેન હતાં.<ref>‘નવજીવન’, 16 મે 1920, P. 518</ref> નિત્ય નિયમ પ્રમાણે સવારની પ્રાર્થના થઈ. ત્યારબાદ પંડિત ખરેએ કવિવર ટાગોરનું પદ્ય ગાયું અને વિનોબાજીએ ઉપનિષદનાં સૂત્રોનો પાઠ કર્યો. "આ પ્રાર્થનાનો ક્રમ પૂરો થયો. અમે હવે કવિશ્રી કાંઈક સંભળાવશે એ આશામાં સૌ શાંત થઈ બેઠા. પ્રાર્થનાની ગીતમાળામાં કવિશ્રી એટલા લીન થઈ ગયા હતા કે એકત્ર થયેલું મંડળ પોતાનું સંગીત સાંભળવા આતુર છે તેની તેમને વિસ્તૃતિ થઈ ગઈ અને ધ્યાન નિમગ્ન થઈ ગયા. મંડળની ધીરજની વધારે પડતી ક્સોટી થશે એ ભયથી મહાત્મા ગાંધીજીએ કવિવર ઠાકુરનું ધ્યાન ખેંચ્યું; અને કવિવરે એક પોતાનું જ બનાવેલું મધુર ગાન આરંભ્યું... ગુજરાતની સર્વ વસંતોમાં આ વસંત તો અનેરી બની કે જ્યારે આ ધવલ રાત્રિએ આજ ઘણા લાંબા વખતે એક મહાન કવિ વિહંગને સત્યાગ્રહ આશ્રમની ડાળે બેસી અવર્ણનીય કોઈ દિવ્ય કૂજન કીધું; અને નિરસ બનતી જતી ગુજરાતને રસનો મહાન પાઠ પઢાવ્યો.’’<ref>એજન.</ref>

કવિવરના સ્વાગતની વિધિ અને તે અંગેના ‘ખોટા’ ખર્ચાને લઈને મગનલાલ ગાંધી અને વિનોબાએ ‘મોટી ધમાલ મચાવી.’<ref>એજન</ref>ગાધીજીએ મગનલાલને ગુરુદેવ ‘અલૌકિક’ છે તેમ જણાવતાં લખ્યું; ‘‘ગુરુદેવ વિશે હું માત્ર સાક્ષી જ રહ્યો. તમારી બધાંની ઇચ્છાને વશ વર્ત્યો છું. હું પોતે કમાન વ.માં ન પડત. તેમની પૂજા કરવાનો કંઈક અલ્પ પ્રયાસ શોધી કાઢત. જે થયું તેના વિશે હું તદ્દન તટસ્થ છું. તેમનું સુંદર રીતે સ્વાગત કરવું એ આપણી ફરજ હતી એમ માનું છું. વિદ્યાર્થીઓ તેમાં રોકાઈ ગયા તેથી કાંઈ નુક્સાન થયું એવું મને નથી લાગ્યું. તેમનામાં રહેલો સેવાભાવ તેઓએ, આચાર્યોએ વાત યાદ રાખવા જેવી છે. વળી ગુરુદેવ બહુ અસાધારણ વ્યક્તિ ગણાય. તેમનામાં કવિત્વ સાધુતા અને દેશપ્રેમ છે. એ મેળવણી અલૌકિક છે. તે પૂજા યોગ્ય છે. તેમની સરળતા
કવિવરના સ્વાગતની વિધિ અને તે અંગેના ‘ખોટા’ ખર્ચાને લઈને મગનલાલ ગાંધી અને વિનોબાએ ‘મોટી ધમાલ મચાવી.’<ref>એજન</ref> ગાધીજીએ મગનલાલને ગુરુદેવ ‘અલૌકિક’ છે તેમ જણાવતાં લખ્યું; ‘‘ગુરુદેવ વિશે હું માત્ર સાક્ષી જ રહ્યો. તમારી બધાંની ઇચ્છાને વશ વર્ત્યો છું. હું પોતે કમાન વ.માં ન પડત. તેમની પૂજા કરવાનો કંઈક અલ્પ પ્રયાસ શોધી કાઢત. જે થયું તેના વિશે હું તદ્દન તટસ્થ છું. તેમનું સુંદર રીતે સ્વાગત કરવું એ આપણી ફરજ હતી એમ માનું છું. વિદ્યાર્થીઓ તેમાં રોકાઈ ગયા તેથી કાંઈ નુક્સાન થયું એવું મને નથી લાગ્યું. તેમનામાં રહેલો સેવાભાવ તેઓએ, આચાર્યોએ વાત યાદ રાખવા જેવી છે. વળી ગુરુદેવ બહુ અસાધારણ વ્યક્તિ ગણાય. તેમનામાં કવિત્વ સાધુતા અને દેશપ્રેમ છે. એ મેળવણી અલૌકિક છે. તે પૂજા યોગ્ય છે. તેમની સરળતા
કેવી ?’’<ref>એજન</ref>  
કેવી ?’’<ref>એજન</ref>  
3 જી એપ્રિલ ભોળાનાથ સારાભાઈ લેડિઝ ઇન્સ્ટિટ્યૂટમાં ભરાયેલું સાહિત્ય અને કળાનું પ્રદર્શન મુંબઈના ‘કલા રસિક અને કલા સંગ્રાહક’ શેઠ પુરુષોત્તમ વિશ્રામજી માવજીના હાથે ખુલ્લું મુકાયું.<ref></ref> આ દિવસે સાંજે લાલ દરવાજા મેદાન ઉપર કવિનું જાહેર વ્યાખ્યાન હતું; "ટાગોરે ‘વસંતના વધામણાં’ એ વિષય પર કવિત્વમય વ્યાખ્યાન કર્યું. તે પૂરું થયું કે લોકોમાંથી માંગણી આવી કે ‘એનું ગુજરાતી કહો.’ આપણા શ્રેષ્ઠ સાક્ષરો આનંદશંકરભાઈ, નરસિંહરાવ, રમણભાઈ વગેરે કવિવરની બાજુમાં બેઠા હતા.

Line 201: Line 201:
::: ફિરબો નાગો આર,
::: ફિરબો નાગો આર,
તો મારે કરિ નમસ્કાર.’’<ref>‘અમારી જાત્રા હવે શરૂ થઈ છે, હવે એ કર્ણધાર તને અમારા નમસ્કાર હો; હવે ભલે પવન ફૂંકાઓ, તુફાન ઊઠો, તોપણ અમે પાછાં ફરીશું નહીં. તને અમારા નમસ્કાર હો.’ મહાદેવભાઈની ડાયરી, Vol. 5, P. 247</ref>

આ મુલાકાતનું એક અણધાર્યું પરિણામ આવ્યું, શાંતિનિકેતનમાંથી જ્ઞાતિભેદ દૂર કરવામાં આવ્યો. ગાંધીજીની આ મુલાકાત સુધી શાંતિનિકેતનમાં બ્રાહ્મણ વિદ્યાર્થીઓની ભોજનવ્યવસ્થા અલાયદી રહેતી અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ બ્રાહ્મણેતર શિક્ષકોને પગે પડી વંદન કરતા નહીં.’’<ref>The Myrid Minded Man, P. 135</ref>આ મુલાકાત પછી પ્રથા બંધ કરવામાં આવી. પરિણામે ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત વિદ્યાર્થીઓ શાંતિનિકેતન છોડવા લાગ્યા. ગાંધીજીને આની જાણ ઍન્ડ્રૂઝે કરી. તેમને 23 નવેમ્બર, 1920ના જવાબમાં લખ્યું; "ગુજરાતી બાળકોને પાછાં બોલાવી લેવામાં આવ્યાં તેથી મને નવાઈ નથી લાગી. એથી તમે કંઈ પણ ગુમાવ્યું હોય એમ મને લાગ્યું નથી. એક પણ છોકરાને રાખવા માટે તમે કંઈ સિદ્ધાંતને મોળો નહીં બનાવી શકો.’’<ref>અ. દે., Vol. 19, P. 12</ref>
આ મુલાકાતનું એક અણધાર્યું પરિણામ આવ્યું, શાંતિનિકેતનમાંથી જ્ઞાતિભેદ દૂર કરવામાં આવ્યો. ગાંધીજીની આ મુલાકાત સુધી શાંતિનિકેતનમાં બ્રાહ્મણ વિદ્યાર્થીઓની ભોજનવ્યવસ્થા અલાયદી રહેતી અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ બ્રાહ્મણેતર શિક્ષકોને પગે પડી વંદન કરતા નહીં.’’<ref>The Myrid Minded Man, P. 135</ref> આ મુલાકાત પછી પ્રથા બંધ કરવામાં આવી. પરિણામે ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત વિદ્યાર્થીઓ શાંતિનિકેતન છોડવા લાગ્યા. ગાંધીજીને આની જાણ ઍન્ડ્રૂઝે કરી. તેમને 23 નવેમ્બર, 1920ના જવાબમાં લખ્યું; "ગુજરાતી બાળકોને પાછાં બોલાવી લેવામાં આવ્યાં તેથી મને નવાઈ નથી લાગી. એથી તમે કંઈ પણ ગુમાવ્યું હોય એમ મને લાગ્યું નથી. એક પણ છોકરાને રાખવા માટે તમે કંઈ સિદ્ધાંતને મોળો નહીં બનાવી શકો.’’<ref>અ. દે., Vol. 19, P. 12</ref>
આ વખતે અસહકાર અને ખિલાફલનું આંદોલન જોરમાં હતું. દેશનો એક મોટો વર્ગ આના જુવાળમાં ખેંચાયો હતો.
આ વખતે અસહકાર અને ખિલાફલનું આંદોલન જોરમાં હતું. દેશનો એક મોટો વર્ગ આના જુવાળમાં ખેંચાયો હતો.
અસહકાર આંદોલન સાથે કવિ ટાગોર અને ગાંધીજીના વૈચારિક, દાર્શનિક, રાજકીય મતભેદો સ્પષ્ટપણે ઊભરી આવ્યા; દેશજનતા સમક્ષ મૂક્યા અને તેમના સંબંધોમાં એક નવા પ્રકરણની શરૂઆત થઈ.
અસહકાર આંદોલન સાથે કવિ ટાગોર અને ગાંધીજીના વૈચારિક, દાર્શનિક, રાજકીય મતભેદો સ્પષ્ટપણે ઊભરી આવ્યા; દેશજનતા સમક્ષ મૂક્યા અને તેમના સંબંધોમાં એક નવા પ્રકરણની શરૂઆત થઈ.