સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“એક દી ગરીબનું સ્વરાજ લાવશું!”: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 2: Line 2:

૧૯૧૯માં જન્મેલા ઝીણાભાઈ દરજીઅે જિંદગીની શરૂઆત પોતાના ગામ વ્યારા(જિ. સુરત)માં હાઈસ્કૂલના શિક્ષક તરીકે કરેલી. આઝાદીની ચળવળના રંગે રંગાયા પછી લોકસેવાનાં કામ કરવા માટે, પચીસી પૂરી કરતાં પહેલાં, નોકરી છોડી દીધી. ૧૯૫૬માં વ્યારા શહેર સુધરાઈના પ્રમુખ ચૂંટાયા ત્યારે લોકોનાં ઘરનાં જાજરૂમાં મળ માટે વાંસની ટોપલીઓ રહેતી, તેનાથી સફાઈ કામદારોને નરકનો અનુભવ થતો. તેને બદલે નાગરિકો પતરાના ડબા પૂરા પાડે, એવો નિર્ણય ઝીણાભાઈએ લીધો. તેનો ઘણો વિરોધ થયો, પણ તે ન ડગ્યા. સફાઈ કામદારનો પગાર મહિને રૂ. ૧૦ હતો તે વધારીને ઝીણાભાઈએ રૂ. ૭૦ કરી દીધો, તે પણ સવર્ણોને ખટક્યું. ત્યારે ઝીણાભાઈએ જાહેરાત કરી કે જે કોઈ સવર્ણ વ્યકિત સફાઈ કામદારની નોકરી કરશે તેને બમણો પગાર, એટલે કે રૂ. ૧૪૦, મળશે. એ પડકાર ઝીલનારું કોઈ નીકળ્યું નહીં, ને વિરોધીઓ મૂંગા થઈ ગયા.
૧૯૧૯માં જન્મેલા ઝીણાભાઈ દરજીએ જિંદગીની શરૂઆત પોતાના ગામ વ્યારા(જિ. સુરત)માં હાઈસ્કૂલના શિક્ષક તરીકે કરેલી. આઝાદીની ચળવળના રંગે રંગાયા પછી લોકસેવાનાં કામ કરવા માટે, પચીસી પૂરી કરતાં પહેલાં, નોકરી છોડી દીધી. ૧૯૫૬માં વ્યારા શહેર સુધરાઈના પ્રમુખ ચૂંટાયા ત્યારે લોકોનાં ઘરનાં જાજરૂમાં મળ માટે વાંસની ટોપલીઓ રહેતી, તેનાથી સફાઈ કામદારોને નરકનો અનુભવ થતો. તેને બદલે નાગરિકો પતરાના ડબા પૂરા પાડે, એવો નિર્ણય ઝીણાભાઈએ લીધો. તેનો ઘણો વિરોધ થયો, પણ તે ન ડગ્યા. સફાઈ કામદારનો પગાર મહિને રૂ. ૧૦ હતો તે વધારીને ઝીણાભાઈએ રૂ. ૭૦ કરી દીધો, તે પણ સવર્ણોને ખટક્યું. ત્યારે ઝીણાભાઈએ જાહેરાત કરી કે જે કોઈ સવર્ણ વ્યકિત સફાઈ કામદારની નોકરી કરશે તેને બમણો પગાર, એટલે કે રૂ. ૧૪૦, મળશે. એ પડકાર ઝીલનારું કોઈ નીકળ્યું નહીં, ને વિરોધીઓ મૂંગા થઈ ગયા.
એ જમાનામાં વાળંદ ભાઈઓ દલિતોની હજામત કરે નહીં. એટલે ઝીણાભાઈએ નક્કી કરેલું કે દલિતના વાળ કાપે તે વાળંદની દુકાને જ પોતાના વાળ કપાવવા, હજામત કરાવવી. પછી સુધરાઈના પ્રમુખ થયા ત્યારે દલિતોના વાળ કાપવાની સૂચના બધા વાળંદોને આપી. એટલે એ લોકો દુકાન બંધ કરીને બીજે ગામ જતા રહ્યા. વાળંદ પણ આખરે તો ગરીબ જ ને? એમની ઉપર જબરદસ્તી ન થાય. એમને સમજાવીને પાછા લઈ આવ્યા. વચલા રસ્તા તરીકે ખાદી ભંડારમાં હજામત કરાવવાનું ગોઠવ્યું. બહારગામથી એક વાળંદભાઈ આવે, એ ત્યાં પહેલાં દલિતોના વાળ કાપે પછી ઝીણાભાઈ અને એમના સાથીઓ કપાવે.

દલિત અને આદિવાસી યુવાનોના પ્રવાસ ઝીણાભાઈ ગોઠવતા. એક વાર બધાને પાલીતાણા લઈ ગયેલા. ડુંગર ચડીને મંદિરમાં જતા હતા, ત્યાં દલિતો સાથે હોવાથી સૌને રોકવામાં આવ્યા. ત્યારથી ઝીણાભાઈએ કોઈ પણ મંદિરમાં ન જવાનો નિર્ણય કર્યો, જે જીવ્યા ત્યાં સુધી પાળ્યો.