ખારાં ઝરણ/મૃત્યુ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 172: Line 172:


{{Right|૩૦-૮-૨૦૦૮}}
{{Right|૩૦-૮-૨૦૦૮}}
<poem>
જખ્મ સમજી પાણી ખોતરતો રહ્યો,
આંસુ સાથે ચેડાં હું ડરતો રહ્યો.
બાળકો જેવી જ તારી હરકતો,
શ્વાસ ! તારી જ જિદ્દથી ડરતો રહ્યો.
સહેજ વધઘટ થાય છે અજવાસમાં,
ભીંત પરથી પોપડો ખરતો રહ્યો.
ડૂબકી શું મારશો બ્રહ્માંડમાં?
તું સપાટી પર, તટે તરતો રહ્યો.
તું પવનની જાત છે ‘ઈર્શાદ’ કે,
મુઠ્ઠી વાળી નાસતો ફરતો રહ્યો?
</poem>
{{Right|૧૩-૯-૨૦૦૮}}
<poem>
સૂર્યનું પુષ્પે ઝીલાતું બિંબ છું,
હું દૂભાતું, કોચવાતું બિંબ છું.
તું સપાટી પર મને શોધ્યા ન કર,
પાણીમાં તળિયે લપાતું બિંબ છું.
સાવ સામે ક્યાં જરૂરી હોઉં છું?
હું અરીસામાં મઢાતું બિંબ છું.
કેમ અટકી જાઉં છું કોને ખબર?
રાત પડતાં ખોટકાતું બિંબ છું.
કાયમી માયા ગઈ ‘ઈર્શાદ’ની
તીક્ષ્ણ પળથી હું ઘસાતું બિંબ છું.
</poem>
{{Right|૨૭-૯-૨૦૦૮}}
------
<poem>
છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર,
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ન શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કાંધ પરથી હે કીડી! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
બાતમી મળશે તને ‘ઈર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
</poem>
{{Right|૨૦-૯-૨૦૦૮}}
-------
<poem>
જેમ બાળક જાય અંગારા તરફ,
મન ભલેને જાય મૂંઝારા તરફ.
હું નહીં પહોંચી શકું તારા સુધી,
ડગ ભલે ભરતો રહ્યો તારા તરફ.
આંગળી ચીંધીને દેખાડ્યો મને,
કેવી બતલાવી દયા મારા તરફ.
ફોસલાવે છે, પટાવે છે પવન,
હોડી ખેંચી જાય ઓવારા તરફ.
કાનપટ્ટી પકડી ઓછું કાઢશે?
ધ્યાન થોડું આપ અણસારા તરફ.
તું વિચારી લે હજીયે છે સમય,
કોણ ખેંચી જાય અંધારાં તરફ?
લ્યો, તપાસો ગળફામાંના લોહીને,
એ સગડ લૈ જાય હત્યારા તરફ?
ઊડશે ‘ઈર્શાદ’ પંખી ડાળથી,
એમનું છે ધ્યાન દેકારા તરફ.
</poem>
{{Right|૩-૧૦-૨૦૦૮}}