જનાન્તિકે/પાંત્રીસ: Difference between revisions

Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(+નેવિગેશન ટૅબ)
 
Line 6: Line 6:
ઘણી વાર આ અસ્થિપિંજરની અંદર પુરાઈને બેઠેલું કોઈક ક્યાંકથી કશોક અણસાર પામીને નાસી છૂટવા બધું હચમચાવી નાખે છે. કશું અકબંધ રહેતું નથી, બધું આઘું પાછું થઈ જાય છે; કેટલુંક તો એવું ક્યાંક તળિયે દબાઈ જાય છે કે ઘણી શોધાશોધ કરતાં ય હાથ નથી આવતું. મારી આ સ્થિતિ ખુલ્લી પડી જતાં પરિચિતો આશ્ચર્યથી પૂછે છે : ‘કેમ, આજકાલ આ શું માંડ્યું છે?’ અંદર પુરાઈને રહેલાના ઉધામા ને ઊના નિસાસા મનની આબોહવાને બદલી નાખે છે. ક્યાંય કરાર વળતો નથી. કશી જવાબદારી ઉપાડી શકાતી નથી. રજેરજ વિચારોને ખંખેરી નાખું છું. ઝરણાંને તળિયે રહેલા કાંકરાની જેમ પડ્યા રહીને કાળના પ્રવાહને ઉપરથી વહ્યે જવા દઉં છું. જીવનમાં આવતી આવી તિથિઓનો પુરુષોત્તમ માસ કેવળ મારા જ પંચાંગમાં હોય છે તેથી જ તો આફત ઊભી થાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = ચોત્રીસ
|next = છત્રીસ
}}