પ્રતિપદા/ચાર કવિઓ વિશે એક જુદી વાત – સુમન શાહ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ચાર કવિઓ વિશે એક જુદી વાત| સુમન શાહ}}
{{Heading|ચાર કવિઓ વિશે એક જુદી વાત| સુમન શાહ}}
<poem>

ગુજરાતીના નિવૃત્ત પ્રાધ્યાપક. આધુનિક અને અનુ-આધુનિક સમયગાળામાં પ્રવૃત્ત મહત્ત્વના વિવેચક, મૂળે સુરેશ હ. જોષીના વિદ્યાર્થી. વડોદરા યુનિવર્સિટીની તેજસ્વી વિદ્યાર્થી પરંપરામાંના એક એવા અભ્યાસી જેમણે વિદ્વાન વિવેચકોની હરોળમાં પોતાનું સ્થાન જમાવ્યું. ‘સુરેશ હ. જોષી’ના સમગ્ર સાહિત્યકાર્યને કેન્દ્રમાં રાખી સંશોધનલક્ષી સ્વાધ્યાય રજૂ કરીને પીએચ.ડી.ની પદવી મેળવેલી. એમનો આ સંશોધનગ્રંથ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ ખાસ્સો ચર્ચામાં રહેલો. રૂપરચનાવાદ, સંરચનાવાદ તથા નવ્યવિવેચન અને કૃતિનિષ્ઠ વિવેચનામાં સવિશેષ રસ. જરાક નોખાં શીર્ષકોવાળા એમના ગ્રંથો સાહિત્યવિચાર તથા અભ્યાસનિષ્ઠા બાબતે વધુ ધ્યાન ખેંચે છે. ‘નવ્ય વિવેચન પછી–’, ‘ચંદ્રકાન્ત બક્ષીથી ફેરો’ તથા ‘સંરચના અને સંરચન’ ઇત્યાદિએ વિવેચનની આબોહવા બદલવામાં ખાસ્સો ભાગ ભજવેલો. અધ્યયન અને અધ્યાપનમાં સતત સક્રિય અને સજ્જતા બાબતે સભાન રહીને પોતાના સમયમાં ‘ભાષા સાહિત્યના અધ્યાપન’ ક્ષેત્રે ધ્યાનપાત્ર પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે. વિભાષી કૃતિઓના અનુવાદો પણ આપતા રહ્યા છે. વિવેચક છે એવા જ સજાગ, જવાબદાર સર્જક છે. નવલકથા, વાર્તા, નિબંધ અને કવિતા લખ્યાં છે. છેલ્લા બેઅઢી દાયકાથી ટૂંકી વાર્તામાં ધ્યાનપાત્ર સર્જન કરવા સાથે સુ. જો. સા.ફો.ની વાર્તાશિબિરો દ્વારા નવી પેઢી સાથે ‘વાર્તામંથન’ કરી રહ્યા છે. ‘શબ્દસૃષ્ટિ’ તથા ‘ખેવના’ના તંત્રી/સંપાદક હતા. યુરપ તથા અમેરિકામાં પણ સાહિત્ય વિશેનાં વ્યાખ્યાનો  આપ્યાં છે.
 
<small>(હરીશ મીનાશ્રુ, વિનોદ જોશી, મણિલાલ હ. પટેલ તથા બાબુ સુથારની કવિતા વિશે)</small>
<small>(હરીશ મીનાશ્રુ, વિનોદ જોશી, મણિલાલ હ. પટેલ તથા બાબુ સુથારની કવિતા વિશે)</small>
</poem>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 15: Line 12:
આ વાસ્તવિક વીગતોના આધાર પર મને મારે વિશે એક અતિવાસ્તવિક કલ્પના થાય છેઃ જાણે કે આયોજકોએ મને નિમન્ત્રણ આપીને ફાંસીએ ચડાવ્યો છે! જોકે પણ એટલે, ફાંસીની કુટિલ નીતિ અનુસાર મને આભાસી પ્રેમભાવથી પૂછાઈ પણ રહ્યું છે – બોલ તારી છેલ્લી ઈચ્છા શી છે...?

મને છોડી મૂકો નામની છેલ્લી ઇચ્છાને ફાંસીવાળા ક્યારેય માન્ય નથી રાખતા એ જાણું છું એટલે વ્યવહારુ ઇચ્છા છે કે મને સમયબન્ધન સિવાયનાં તમામ બન્ધનોથી મુક્ત કરો. એ હું જાળવીશ – અને જો ન જાળવું, ૩૦ મિનિટને વટી જઉં, તો પછી મારું જે કરવું હોય એ કરજો!

                                                                          ૦૦૦
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>ooo
જો તમારી હા છે, તો શરૂમાં જ જણાવી દઉં કે હું બે વસ્તુ નથી કરવાનોઃ એકઃ હું સર્જનના કૅટેગોરાઈઝેશનમાં, કોટિ-કરણમાં, નહીં ઊતરું. એટલે કે આ કવિતા અનુ-આધુનિક છે કે નથી એ હું નથી કહેવાનો. એ જ રીતે કયો કવિ મૉડર્નિસ્ટ, પોસ્ટમૉડર્નિસ્ટ, પોસ્ટ-પોસ્ટમૉડર્નિસ્ટ કે કયો એ ત્રણેયનાં લક્ષણોથી સમવેત છે એ પણ નથી કહેવાનોઃ બીજુંઃ હું સર્જનના પ્રપંચસમવાયમાં નહીં ઊતરું. એટલે કે જેને આપણે રૂપનિર્મિતિ કહીએ છીએ એ ફૉર્મની સાધકબાધક પંચાતમાં નથી ઊતરવાનો – એનો અર્થ એ કે જેને આપણે કૃતિલક્ષી કહીએ છીએ એ જાતની ચીલાચાલુ વાતો નથી કરવાનો. એટલે કે જીવનક્ષેત્રમાંથી સ્ફુરતાં કાવ્યવસ્તુઓ વિશે, ગીત ગઝલ સૉનેટ વગેરે કાવ્યના પ્રકારો વિશે, છાન્દસ અછાન્દસ વગેરે કાવ્યનાં માધ્યમો વિશે અને શિષ્ટ, અર્ધ-શિષ્ટ કે લોકતત્ત્વો ધરાવતી સર્વસામાન્ય કે કવિવિશિષ્ટ કાવ્યબાનીઓ વિશે નથી કહેવાનો. નથી કહેવાનો એટલે એ બાબતોની પરીક્ષા નથી કરવાનો – આ ખરું આ ખોટું પ્રકારે માર્ક્સ આપીને કશાં પરિણામો જાહેર નથી કરવા.