સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“એટલી અરજ છે —”: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
સાબરકાંઠાના એક ગામડાની વાત છે. ભૂદાન નિમિત્તે હું ત્યાં ગયો હતો. સભા પૂરી થઈ, એટલામાં એક ડોશી આવ્યાં. “અમે તો ગરીબ રહ્યાં, શું આલીએ?” એવું કંઈક મનમાં બબડતાં હતાં. શરૂશરૂમાં તો મને લાગ્યું કે એ કંઈક માગવા આવ્યાં છે. પણ મારી પાસે આવીને એમણે કહ્યું, “મા’રાજ, તમને આલવા જેવું મારી પાંહે કાંઈ નથી. આ દહ બકરીઓ છે, એમાંથી એક દૂઝણી બકરી આલું તો લેશો?”

“કેમ નહિ? આ યજ્ઞમાં તો બકરીનું દાન પણ અમે સ્વીકારીએ છીએ. એ બકરી હું કંઈ સાથે તો નથી લઈ જવાનો — અહીંના જ કોઈ લાયક માણસને આપણે આપીશું. તો તમે કહો તેને આપી દઈએ.”

26,604

edits