ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/અવલોકન – મણિલાલ દ્વિવેદી, 1858: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 25: Line 25:
ત્યારે એમ કલ્પના થાય કે પ્રકૃત વિષયનો નવીન ગ્રંથ જ લખવો! ના, એમ કરવામાં જ આપણા આજકાલના કહેવાતા ટીકાકારો ગોથું ખાય છે. પોતાના મનમાં કોઈ વિષયનું રૂપ ગમેતેવું કલ્પેલું હોય તેને અને તે જ વિષય જે રૂપે પ્રકૃત નિરૂપકે ચીતર્યો હોય તેને કાંઈ સંબંધ કરાવવો એ મોટી ભૂલ છે. એ જ ભૂલમાં ટીકા કરવાનું ડોળ રાખનારા વારંવાર પડે છે, ને સૂર્યમાં પણ અંધારું દેખી બીજાને દેખાડવાનો વ્યર્થ પ્રયાસ કરે છે. આગળ લખી ગયો છું કે મતાંતર સહન કરવો એ ઉદાર બુદ્ધિનું લક્ષણ છે. તો વિષયને રૂપાંતરે નિરૂપનારને પણ સહન કરવો એ અવલોકન કરનારનું પ્રથમ અને મુખ્ય કાર્ય છે. પોતે તે વિષયને કેવો નિરૂપત એ બતાવવાનું કામ તેનું નથી. પણ જેવો નિરૂપિત કર્યો છે તેવો શા પ્રકારે કર્યો છે તથા શું રહસ્ય છે એ સમજાવવાનું તેનું કર્તવ્ય છે. એટલા જ માટે આપણાં શાસ્ત્રોમાં અનુબંધચતુષ્ટ્યનો વિવેક રાખેલો છે. પ્રત્યેક અવલોકનકારે એ ચાર અનુબંધપૂર્વક પ્રતિલેખને અવલોકવો, એટલે ઉક્ત દ્વેષ થવાનો સંભવ પ્રાયશ: આવશે નહિ. અનુબંધ ચાર છે. વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકાર. વિષય એટલે લેખનો વિષય; સંબંધ એટલે તે લેખ અથવા લેખક અને પ્રતિપાદ્ય વિષયનો સંબંધ; પ્રયોજન એટલે એ લેખની પ્રવૃત્તિનું કારણ; અને અધિકાર એટલે કોને માટે એ લેખ રચાયો છે તે. આ ચાર વાતનો યોગ્ય વિચાર કરી અવલોકન ચલાવ્યું હોય તો પોતાના અભિપ્રાયો અંદર ન આવી જતાં પ્રકૃત વિષયના રૂપને જ સ્પષ્ટ કરવામાં વળગી રહી શકાય, અને એમ અવલોકનકાર પોતાના કૃત્યમાં વિજયી નીવડે. અવલોકનનો હેતુ જ ઉપદેશ આપવાનો છે. અર્થાત્ જે વિષયનો લેખ હોય તે વિષયથી જે લાભ થાય તેને અધિકતર ફલપ્રદ કરવાનો છે. કેવલ ‘સારું’ કે ‘નઠારું’ એમ મત આપવાનું કામ જ તેનું નથી, કેમકે કારણ વિનાનો મત, સારો હોય તથાપિ, બુદ્ધિમાનોને સંતોષ આપી શકતો નથી, ને સકારણ નઠારો હોય તોપણ તેમને તે માન્ય થવામાં નિષ્ફળ થતો નથી. આટલું જ નથી, પણ એવો મત એ તો ગૌણ વિષય છે, ને તે જ્યારે મુખ્ય વિષય, એટલે પ્રકૃત વિષયનું સ્પષ્ટીકરણ તેના અંગે હોય ત્યારે જ આસ્વાદયુક્ત લાગે છે. માટે વિષયનું નવું જ રૂપ પોતે બાંધવા બેસતું કેવલ ભૂલ છે, ને તે તજવા માટે અનુબંધચતુટ્ય ઉપર લક્ષ રાખી વિવેક કરવો. અનુબંધચતુષ્ટ્ય ઉપર લક્ષ રાખી વિષયનું અધિક સ્ફોટન કરવું એ જ અવલોકન કરનારનો આશય હોવો જોઈએ. એનું પ્રાચીન પ્રમાણ તો એ જ છે કે કોઈ પણ સંસ્કૃત ગ્રંથ હું કહું છું તેથી જુદા પ્રકારની ટીકાવાળો જડતો નથી. માલવિકાગ્નિમિત્ર કે રત્નાવલી કે નાના સ્તોત્ર – તે પણ અતિ ઉત્તમ ટીકા વડે ઘણાં ગૂઢ ને રહસ્યવાળાં જણાયાં છે. મને લાગે છે કે એ જ ગ્રંથો કે છેક માલતીમાધવ, કે ઉત્તરરામચરિત શકુંતલાદિ પણ, હાલના ‘ટીકા’ કરનારાઓને સોંપ્યો હોય તો તેમને ભાગ્યે જ પ્રતિષદ દોષ જડ્યા વિના રહે. અરે! પાણિનીયનાં ટૂંકાં ટૂંકાં સૂત્રથી વ્યાકરણનો ભાષ્યાન્ત અનન્ત ભંડાર કે વ્યાસસૂત્રથી વેદાન્તભાષ્યોનો વિપુલ સમૂહ આમ હોત તો જન્મ પામ્યો હોત? ત્યારે એ જ સિદ્ધ છે કે અવલોકનારનો હેતુ વિષયના અનુબંધને અનુસારે તે વિષયને અધિક સ્પષ્ટ કરવા વિના બીજો છે નહિ હોય નહિ, હોવો ઘટે નહિ.

બીજી પણ એક શંકા ઊઠશે. શાસ્ત્રસિદ્ધ નિયમાનુસાર વિવેક કરવો એ અવલોકનારને સિદ્ધિપ્રદ છે કે નહિ? આ શંકાના સમાધાન પરત્વે ઐક્યમય હોવું અશક્યવત્ છે. તથાપિ વીસરી જવું જોઈતુ નથી કે મહાલેખકોના પ્રયોગ એ જ એ શાસ્ત્રના પણ કારણરૂપ છે; એટલા ઉપરથી જ निरंकुशा: कवय: એ સંસ્કૃત ઉક્તિ અને ‘લાઇસેન્સ’ ઇત્યાદિનો પાશ્ચાત્ય વિચાર બે ઉદ્ભવ્યાં છે. અર્થાત્ સિદ્ધ મહાશયોના પ્રયોગ આગળ શાસ્ત્ર એક સમયે, અસિદ્ધ ગણાય તોપણ બાધ નથી; તથાપિ સૂક્ષ્મ અને વિશાલ અવલોકનશક્તિના પ્રભાવે જે નિયમો અનાદિ ઇતિહાસથી સિદ્ધ માન્યા છે તેમનો અનાદર પણ બોધ્ય નથી. આરંભમાં શાસ્ત્રદૃષ્ટિએ વર્તવું જ યોગ્ય છે, આવશ્યક છે, સંપૂર્ણ થવાયું હોય તો પછી પથારુચિ જવામાં બાધ નથી. એમાં પણ બે વાત છે. વિષય માત્ર દ્વિપ્રકારે રહેલા છે. સિદ્ધ અને કલ્પિત, અથવા અનુભવવિષય અને વિચારવિષય. જે જે સિદ્ધ વિષય છે, તેમાં તો શાસ્ત્રની શૃંખલાને વળગી રહેવાથી કશો લાભ નથી, ઊલટી હાનિ છે, સિદ્ધ વિષયની શૃંખલા તોડવાથી જ કપિલ, બુદ્ધ, શંકર, ગેલીલીઓ, બેકન, કૅન્ટ, આદિ અનેક મહાપુરુષો થયા છે. કલ્પિત વિષયમાં પણ તેમ નથી થયું એમ નથી, પણ તેનાં શાસ્ત્રસંપ્રદાયને વળગી રહેવાથી વધારે લાભ છે.  

માઘ કે ભારવિ કવિનાં કાવ્યને ભવભૂતિ કે કાલિદાસનાં કાવ્ય સાથે, કે પોપ અથવા ડ્રાયડનની રચનાને વડ્ઝવર્થ કે શૅલીના તરંગ સાથે સરખાવીએ તો તરત એમ સિદ્ધ થાય કે શાસ્ત્રશૃંખલા આવા વિષયમાં પણ લાભકારી નીવડી નથી. છતાં જ્યાં કલ્પના માત્ર જ આપણને રસ્તો બતાવવામાં સહાય છે, ત્યાં પૂર્વના અનુભવે સિદ્ધ કરેલા નિયમોનો કેવલ અનાદર ઇષ્ટ નથી. એ અનાદરથી જ ઉત્તમતા સિદ્ધ થાય છે એમ જે સમજવું છે તે સમજણનાં પરિણામ તો આપણને નિત્ય અનુભવાય છે. જે પતંગવત્ લેખલીલા આપણી દૃષ્ટિમર્યાદામાં પ્રતિસૂર્યોદયે ઉદય પામી એ અવિકૃત તેજસ્વીના નૈમિત્તિક અસ્ત સમયે નિતાન્ત નાશ પામે છે તે એનું જ શોચનીય પરિણામ છે. કાવ્ય, તત્ત્વદર્શન ઇત્યાદિ કલ્પનાપ્રભાવ શાસ્ત્રોમાં પ્રાચીન અનુભવ બહુ ઉપયુક્ત થાય છે, તોપણ તેના જ દાસ થવાની ભલામણ, હું પોતે તો, લેખક કે અવલોકનકાર કોઈને કરી શકતો નથી. એક ઉદાહરણથી વાત સ્પષ્ટ કરવા પ્રયત્ન કરું. લોક જાણે છે કે કાંઈ પણ કલ્પવું, ગોઠવવું, એ કલ્પના છે. ચાર પુરુષ, બે સ્ત્રી, અને બે ચાર ગીત, એટલે કલ્પિત કથા, જેને કાદંબરી એ હાસ્યજનક નામથી તેઓ ઓળખે છે. તે થઈ! આવી કથાઓનાં પાત્ર જુઓ, તેમની વૃત્તિ જુઓ, તો તમને હમેશાં કોઈ પણ ગામના ગમે તેવા વિભાગમાં સહજમાં સો વાર નજરે પડે. આવી રચનાથી શો લાભ છે? એનાથી હૃદયમાં કયો વિસ્તાર વ્યાપવાનો છે, બુદ્ધિમાં શી શક્તિ ઉમેરાવાની છે, કે સંસારમાં ઉત્તમાધિકારી ગૃહસ્થપણું ઉદ્ભવવાનું છે? એ વાર્તા તે કલ્પના નથી, પણ માત્ર રચના છે. તેમાંનાં પાત્ર ખરાં નથી, પણ ઊભાં કરેલાં છે, કલ્પેલાં નથી.* કલ્પનામાં કાંઈક દિવ્ય શક્તિ છે. કાંઈક આર્દ્રતા છે, કાંઈક રસાયન છે. તેની દૃષ્ટિ જ જે ઇષ્ટ ભાવ હોય તે ઉપજાવવાને, તેમાં જ બીજાને પિગળાવવાને સમર્થ છે. તેની અસર આજીવિત છૂટતી નથી. એવી કલ્પના કરવા માટે શાસ્ત્રાનુશીલનની આવશ્યકતા નથી, પણ જે ક્ષુદ્ર લોક રચનામાત્રને જ કલ્પના ઠરાવી ખ્યાતિ પામવા મથે છે તેમને શાસ્ત્રાનુશીલનથી બહુ અપ્રતિમ લાભ છે. અવલોકનારને તો પાછું અનુબંધચતુષ્ટ્ય ઉપર જઈ તપાસ કરવાનું છે, પણ તેણે કયાં શાસ્ત્રને જ વળગવું, કયાં બીજાને જ જોવું, તે આ રીતે સ્પષ્ટ થઈ શકે. તત્ત્વશાસ્ત્રમાં પણ એવું જ છે. પ્રાચીન ઇતિહાસ અતિ લાભપ્રદ છતાં, તેને જ વળગી રહેવું એ ઇષ્ટ નથી. સર્વત્ર નૂતનતાનો ઉદ્ભવ શાસ્ત્રોલ્લંઘનથી થયો છે, પણ તેમ કરવાની શક્તિ શાસ્ત્રાભ્યાસથી આવી છે. આમ જ્યારે દ્વિધા નિયમ બતાવ્યો ત્યારે સિદ્ધ એક જ વાત શી છે, કે જેને અવલોકનકાર પકડે? બધામાં સિદ્ધ નિયમ અનુભવ એ જ છે. આ વિશ્વની જેવી રચના છે, તેના જેવા નિયમ છે, તેમાંનાં મનુષ્ય પ્રાણી પદાર્થ ઇત્યાદિની જેવી પ્રકૃતિ છે તેનાથી વિરુદ્ધ કાંઈ પણ વાત ન હોય એ જ તે વાતની યોગ્યતાની પૂર્ણ સૂચના છે. ગમે તેવા સંભવ પણ શક્ય હોય એ જ તેમને યોગ્ય ગણવાની કસોટી છે. અવલોકનકારને નાના નાના લેખનું અવલોકન કરવાનું નથી, તેને આખા વિશ્વનું, જનસ્વભાવનું, ને અનેક સંભવોનું, સૂક્ષ્મ અવલોકન કરવાનું છે કે જેથી વિવિધ કલ્પનાથી ઉદ્ભવતાં ચિત્રની શક્યાશક્યતાનો વિવેક કરી તેમાંથી તે સાર કાઢી શકે. સિદ્ધ કે કલ્પિત શાસ્ત્રમાત્રની પ્રવૃત્તિ વિશ્વના ચમત્કાર કે સંભવનો ખુલાસો આપવા માટે જ છે. એક સરસ કાવ્યથી માંડીને તે રસાયન કે ખગોલ કે ભૂસ્તરની શોધ પર્યંત કે તત્ત્વજ્ઞાનના રહસ્ય પર્યંત પણ હેતુ તેનો તે જ છે. તો એ હેતુ પાર પાડવામાં જે જે સંબંધ, જે જે સંભવ કે સિદ્ધ અનુભવ યોજ્યા હોય તેમને માત્ર શક્યતાના ધોરણથી તપાસવા; અને એમ કરતાં તે સંભવોની યોજનાથી ચાલતી વિશ્વરચનાને સમજવામાં એક અતિ અલક્ષિત અંગે પણ સહાય મળતી હોય, તો તે મુખ્ય રીતે સ્પષ્ટ કરી પ્રયત્નને સાર્થ ગણવો ત્યારે શક્યતા અને ઉપયોગ એ બે જ વાત, અનુબંધચતુષ્ટ્ય ઉપરાંત, અવલોકનારે લક્ષમાં લેવાની છે. દેશકાલાદિ જે જે વિચાર છે તે શક્યતામાં જ અંતર્ભૂત છે, ને એ શક્યતા તથા ઉપયોગ ઉભયને પ્રાચીન શાસ્ત્રકારો ઔચિત્ય એવું એક જ રમણીય નામ આપે છે.
માઘ કે ભારવિ કવિનાં કાવ્યને ભવભૂતિ કે કાલિદાસનાં કાવ્ય સાથે, કે પોપ અથવા ડ્રાયડનની રચનાને વડ્ઝવર્થ કે શૅલીના તરંગ સાથે સરખાવીએ તો તરત એમ સિદ્ધ થાય કે શાસ્ત્રશૃંખલા આવા વિષયમાં પણ લાભકારી નીવડી નથી. છતાં જ્યાં કલ્પના માત્ર જ આપણને રસ્તો બતાવવામાં સહાય છે, ત્યાં પૂર્વના અનુભવે સિદ્ધ કરેલા નિયમોનો કેવલ અનાદર ઇષ્ટ નથી. એ અનાદરથી જ ઉત્તમતા સિદ્ધ થાય છે એમ જે સમજવું છે તે સમજણનાં પરિણામ તો આપણને નિત્ય અનુભવાય છે. જે પતંગવત્ લેખલીલા આપણી દૃષ્ટિમર્યાદામાં પ્રતિસૂર્યોદયે ઉદય પામી એ અવિકૃત તેજસ્વીના નૈમિત્તિક અસ્ત સમયે નિતાન્ત નાશ પામે છે તે એનું જ શોચનીય પરિણામ છે. કાવ્ય, તત્ત્વદર્શન ઇત્યાદિ કલ્પનાપ્રભાવ શાસ્ત્રોમાં પ્રાચીન અનુભવ બહુ ઉપયુક્ત થાય છે, તોપણ તેના જ દાસ થવાની ભલામણ, હું પોતે તો, લેખક કે અવલોકનકાર કોઈને કરી શકતો નથી. એક ઉદાહરણથી વાત સ્પષ્ટ કરવા પ્રયત્ન કરું. લોક જાણે છે કે કાંઈ પણ કલ્પવું, ગોઠવવું, એ કલ્પના છે. ચાર પુરુષ, બે સ્ત્રી, અને બે ચાર ગીત, એટલે કલ્પિત કથા, જેને કાદંબરી એ હાસ્યજનક નામથી તેઓ ઓળખે છે. તે થઈ! આવી કથાઓનાં પાત્ર જુઓ, તેમની વૃત્તિ જુઓ, તો તમને હમેશાં કોઈ પણ ગામના ગમે તેવા વિભાગમાં સહજમાં સો વાર નજરે પડે. આવી રચનાથી શો લાભ છે? એનાથી હૃદયમાં કયો વિસ્તાર વ્યાપવાનો છે, બુદ્ધિમાં શી શક્તિ ઉમેરાવાની છે, કે સંસારમાં ઉત્તમાધિકારી ગૃહસ્થપણું ઉદ્ભવવાનું છે? એ વાર્તા તે કલ્પના નથી, પણ માત્ર રચના છે. તેમાંનાં પાત્ર ખરાં નથી, પણ ઊભાં કરેલાં છે, કલ્પેલાં નથી.<ref> આ સ્થલે કોઈને સહજ શંકા થાય કે સ્વભાવ માત્ર અર્થાત્ જેવું છે તેવું જ વર્ણન હોય તે શું નિરર્થક છે? તેમાં બુદ્ધિશક્તિની જરૂર નથી? મારો મત એમ નથી કે તેમાં બુદ્ધિની જરૂર નથી કે તે વ્યર્થ છે, પણ તેમાંથી પણ એકત્ર કોઈ ઉચ્ચતર ભાવ ફેલાવ્યો ન હોય તો એ પ્રયાસ કેવલ ચર્વિતચર્વણ હોઈ નિ:સાર છે. જેને અંગ્રેજીમાં ‘રિયલિસ્ટિક’ પદ્ધતિ કહે છે, તે આ પ્રમાણે લેખનશક્તિનો સાર નથી. તેનું એક અંગ છે, ને જ્યાં જ્યાં કોઈ ઉત્તમાભિલાષા કે ઉત્કૃષ્ટ ભાવની એકત્રરૂપે પણ સૂચક નથી, જેવી તે વારંવાર હોય છે. ત્યાં તો નિ:સાર, અધમ જ છે.</ref> કલ્પનામાં કાંઈક દિવ્ય શક્તિ છે. કાંઈક આર્દ્રતા છે, કાંઈક રસાયન છે. તેની દૃષ્ટિ જ જે ઇષ્ટ ભાવ હોય તે ઉપજાવવાને, તેમાં જ બીજાને પિગળાવવાને સમર્થ છે. તેની અસર આજીવિત છૂટતી નથી. એવી કલ્પના કરવા માટે શાસ્ત્રાનુશીલનની આવશ્યકતા નથી, પણ જે ક્ષુદ્ર લોક રચનામાત્રને જ કલ્પના ઠરાવી ખ્યાતિ પામવા મથે છે તેમને શાસ્ત્રાનુશીલનથી બહુ અપ્રતિમ લાભ છે. અવલોકનારને તો પાછું અનુબંધચતુષ્ટ્ય ઉપર જઈ તપાસ કરવાનું છે, પણ તેણે કયાં શાસ્ત્રને જ વળગવું, કયાં બીજાને જ જોવું, તે આ રીતે સ્પષ્ટ થઈ શકે. તત્ત્વશાસ્ત્રમાં પણ એવું જ છે. પ્રાચીન ઇતિહાસ અતિ લાભપ્રદ છતાં, તેને જ વળગી રહેવું એ ઇષ્ટ નથી. સર્વત્ર નૂતનતાનો ઉદ્ભવ શાસ્ત્રોલ્લંઘનથી થયો છે, પણ તેમ કરવાની શક્તિ શાસ્ત્રાભ્યાસથી આવી છે. આમ જ્યારે દ્વિધા નિયમ બતાવ્યો ત્યારે સિદ્ધ એક જ વાત શી છે, કે જેને અવલોકનકાર પકડે? બધામાં સિદ્ધ નિયમ અનુભવ એ જ છે. આ વિશ્વની જેવી રચના છે, તેના જેવા નિયમ છે, તેમાંનાં મનુષ્ય પ્રાણી પદાર્થ ઇત્યાદિની જેવી પ્રકૃતિ છે તેનાથી વિરુદ્ધ કાંઈ પણ વાત ન હોય એ જ તે વાતની યોગ્યતાની પૂર્ણ સૂચના છે. ગમે તેવા સંભવ પણ શક્ય હોય એ જ તેમને યોગ્ય ગણવાની કસોટી છે. અવલોકનકારને નાના નાના લેખનું અવલોકન કરવાનું નથી, તેને આખા વિશ્વનું, જનસ્વભાવનું, ને અનેક સંભવોનું, સૂક્ષ્મ અવલોકન કરવાનું છે કે જેથી વિવિધ કલ્પનાથી ઉદ્ભવતાં ચિત્રની શક્યાશક્યતાનો વિવેક કરી તેમાંથી તે સાર કાઢી શકે. સિદ્ધ કે કલ્પિત શાસ્ત્રમાત્રની પ્રવૃત્તિ વિશ્વના ચમત્કાર કે સંભવનો ખુલાસો આપવા માટે જ છે. એક સરસ કાવ્યથી માંડીને તે રસાયન કે ખગોલ કે ભૂસ્તરની શોધ પર્યંત કે તત્ત્વજ્ઞાનના રહસ્ય પર્યંત પણ હેતુ તેનો તે જ છે. તો એ હેતુ પાર પાડવામાં જે જે સંબંધ, જે જે સંભવ કે સિદ્ધ અનુભવ યોજ્યા હોય તેમને માત્ર શક્યતાના ધોરણથી તપાસવા; અને એમ કરતાં તે સંભવોની યોજનાથી ચાલતી વિશ્વરચનાને સમજવામાં એક અતિ અલક્ષિત અંગે પણ સહાય મળતી હોય, તો તે મુખ્ય રીતે સ્પષ્ટ કરી પ્રયત્નને સાર્થ ગણવો ત્યારે શક્યતા અને ઉપયોગ એ બે જ વાત, અનુબંધચતુષ્ટ્ય ઉપરાંત, અવલોકનારે લક્ષમાં લેવાની છે. દેશકાલાદિ જે જે વિચાર છે તે શક્યતામાં જ અંતર્ભૂત છે, ને એ શક્યતા તથા ઉપયોગ ઉભયને પ્રાચીન શાસ્ત્રકારો ઔચિત્ય એવું એક જ રમણીય નામ આપે છે.
શાસ્ત્રસિદ્ધ નિયમો પણ દેશકાલગત ઔચિત્યને વશ છે; કેમકે શાસ્ત્રનો ઉદ્ભવ જે અનુભવથી થાય છે, તેના પ્રયોગ આ અઘટિતઘટનાપટીયસી માયામાં નિત્ય નવા નવા ચાલતા જ છે. એવાં ઘણાં ઉદાહરણ મળી આવે કે જ્યાં અનેક પ્રાચીન નિયમ અર્વાચીન સમયે બદલાઈ ગયા હોય છે. એક નાટ્યશાસ્ત્રમાં જ લઈએ તો પ્રસ્તાવનાનો જે આવશ્યક નિયમ “नासूचितं विशेत्पात्रम्” એ ભરતમતાનુસાર હતો, તે હવેની રંગરચના જોતાં બહુ જરૂરનો નથી. એમ જ નવીન રંગરચનાએ ‘પ્રવેશ’ પાડવાનો યોગ દાખલ કરાવ્યો છે તે આવશ્યક અને યોગ્ય જ છે. વળી, નાટકાદિ પરત્વે પણ નિર્વહણસંધિમાં કરુણા ન જોઈએ અથવા અદ્ભુત ન જોઈએ આવો જે શાસ્ત્રપ્રચાર છે તે વર્તમાન સમયને ક્વચિત જ સુશ્લિષ્ટ લાગે તેવો છે. કાવ્યાદિ પરત્વે આવું છે એમ નથી, પણ શાસ્ત્રમાત્રમાં એવું છે એટલે અવલોકનકારે કેવળ શાસ્ત્રબદ્ધ થવું અનેકવાર હાનિકારક છે.

શાસ્ત્રશૃંખલાને ક્યાં સુધી સ્વીકારવી એ સમજાવતાં આપણે ઔચિત્યનો વિચાર નિયામક ઠરાવ્યો. એ ઔચિત્યને અંગે જ એક બીજો વિચાર પેદા થાય છે. લેખમાત્રમાં જે કથાકાવ્યનાટકાદિ વિષયના લેખ છે તેમાંનાં પાત્રોના વર્તનાનુકૂલ ફલ પરત્વે ઘણા ભિન્ન ભિન્ન વિચારો છે. આમાં મારો અધીન મત તો એ જ છે કે ઔચિત્યભંગ થતો હોય તો કોઈ અદ્ભુત કાલ્પનિક નિયમને વળગી વસ્તુયાથાત્મ્ય બગાડવાની જરૂર નથી. “પોયટિકલ જસ્ટિસ” (કવિકલ્પિત ન્યાય) એ સારાને સારું, નઠારાને નઠારું, એમ જ આણવામાં રહ્યો છે, ને તે યોગ્ય છે. પણ તેમાંયે વાસ્તવિક ન્યાયથી વસ્તુગત્યા જે થતું હોય તેને ઊલટાવી નાખી એક એ ન્યાયની જ ખાતર અકલ્પિત કલ્પના કરવી એ ઔચિત્ય નથી. આ ઔચિત્યને કેટલાક આધુનિકોએ એટલે સુધી તાણી મૂક્યું છે કે જે લેખમાં કાંઈ પણ અનાચારની નોંધ હોય, અનાચાર નહિ, પણ સંસારના મૂલભૂત સ્ત્રીપુરુષના સંબંધની સદાચારની નોંધ હોય, તે લેખ ઔચિત્ય વિનાનો છે! આમ સમજનારાએ જાણવું જોઈએ કે સંસાર કાંઈ દેવથી ભરેલો નથી ને જોકે આપણે તેને તેવો કરવા ઇચ્છીએ છીએ તો પણ ઇચ્છા પાર પાડવા માટે સદ્ગુણમાત્રમાં જ ચિત્રના સ્વાદ જોડે દુર્ગુણનાં દુ:ખની ભીતિ પણ બતાવવી પડે છે. ક્વચિત્ એમ થાય છે કે કેવલ દુરાચારમય વર્તન અને તેનાં પ્રત્યક્ષ નહિ, પણ સૂચિત પરિણામથી જ ગ્રંથસમાપ્તિ થતી હોય છે, પણ તેટલાથી તે લેખ અધમ ગણવો કઠિન છે. અનુબંધ પરત્વે ઔચિત્યનો એમાં ભંગ ગણાય નહિ. આવા ભેદમાં જ પાશ્ચાત્ય અને અત્રત્ય લેખની પદ્ધતિનો ભેદ છે. આપણા કવિનાં પાત્રો ઉત્તમ તે ઉત્તમ જ – અલૌકિક, પાશ્ચાત્યનાં સામાન્ય, જનસ્વભાવની જ પરાકાષ્ઠા. ઉત્તમ દૃષ્ટાન્તથી ઉત્કૃષ્ટતા માત્રનો જ બોધ કરવો એ આપણા લેખકોનું પ્રવૃત્તિનિયામક છે, અધમતાનાં દુષ્ટ પરિણામથી પણ ભીતિ પમાડી સન્માર્ગ બોધવો એ પાશ્ચાત્ય લેખકોનું છે. હું જાણું છું કે ઉભયનું મિશ્રણ લાભકારી છે, કેમકે એકથી જો કેવલ આ સંસારની પારનાં માણસ તૈયાર થાય છે તો બીજાથી કેવલ નિકૃષ્ટ પ્રવૃત્તિ જ અયોગ્ય અધિકારીઓ ગ્રહણ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે લેખનો એકત્ર હેતુ સામાન્ય પ્રવૃત્તિ કરતાં ઉચ્ચતર પ્રવૃત્તિ ને તેથી ઉચ્ચતર સુખ બોધવાનો છે તે લેખમાં અન્યોન્ય વિષમતાના પ્રદીપન માટે યદ્યપિ શુભાશુભ ચિત્રોનો યોગ હોય તથાપિ તેમાં ઔચિત્યભંગ થતો નથી. આમ વિચાર કરી અનેક રીતે અવલોકન કરનારે નિર્ણય કરવાનો છે. એકાન્તશુદ્ધ કે એકાન્તદુષ્ટ એવી કોઈ વસ્તુ નથી. વસ્તુમાત્ર અધિકાર પરત્વે શુદ્ધ અશુદ્ધ ઉભય કે અનુભવરૂપે જણાય છે, પણ અવલોકન કરનારનું તો એ જ કર્તવ્ય છે કે અશુભમાંથી શુભને ફેલાવવું. નિ:સારમાંથી સાર સમજાવવો, સંસારને સ્વર્ગ કરવો.

1,026

edits