અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/પરિપ્રશ્ન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પરિપ્રશ્ન| રાજેન્દ્ર શુક્લ}} <poem> કીડી સમી ક્ષણોની આ આવજાવ શ...")
 
No edit summary
 
Line 28: Line 28:
{{Right|(કાવ્યકોડિયાં : સંપુટ-૨, ૧૯૮૧, સંપા. સુરેશ દલાલ, પૃ. ૭૫-૭૬)}}
{{Right|(કાવ્યકોડિયાં : સંપુટ-૨, ૧૯૮૧, સંપા. સુરેશ દલાલ, પૃ. ૭૫-૭૬)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =ઉતાવળ ન કરો!
|next =હોઇયેં જ્યાં
}}

Latest revision as of 13:07, 23 October 2021


પરિપ્રશ્ન

રાજેન્દ્ર શુક્લ

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લગની, લગાવ, લહરો — આ હાવભાવ શું છે?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળી કળીમાં,
એનો ઇલાજ શું છે, આનો બચાવ શું છે?

ચિંતા નથી કશી પણ નમણા નજૂમી, કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?

ફંગોળી જોઉં શબ્દો ને મૌનને ફગાવું —
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે?

હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છ્‌વાસને મળે છે,
સ્થળ જેવુંયે નથી તો ઝળહળ પડાવ શું છે?
(કાવ્યકોડિયાં : સંપુટ-૨, ૧૯૮૧, સંપા. સુરેશ દલાલ, પૃ. ૭૫-૭૬)