અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/હોઇયેં જ્યાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હોઇયેં જ્યાં|રાજેન્દ્ર શુક્લ}} <poem> એક ને એક જ સ્થળે મળિયેં અ...")
 
No edit summary
 
Line 29: Line 29:
{{Right|(કાવ્યકોડિયાં : સંપુટ-૨, પૃ. ૬૩-૬૪)}}
{{Right|(કાવ્યકોડિયાં : સંપુટ-૨, પૃ. ૬૩-૬૪)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =પરિપ્રશ્ન
|next =હજો હાથ કરતાલ
}}

Latest revision as of 13:08, 23 October 2021


હોઇયેં જ્યાં

રાજેન્દ્ર શુક્લ

એક ને એક જ સ્થળે મળિયેં અમે
હોઇયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે,
પિંડ ક્યાં પેટાવવા પળિયેં અમે?
હોઇયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે.

હોત દેખીને ભલે હળિયેં અમે
હોઇયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે,
પાંચ ભેળાં સાવ શેં ભળિયેં અમે
હોઇયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે.

ઊભરાવું હોય તો શમવું પડે,
ઊગિયેં જો તો જ આથમવું પડે,
મેરુ ચળતાંયે નહીં ચળિયેં અમે
હોઇયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે.

કૈંક સમજ્યા ત્યારથી બેઠા છીએ
હાથમાં હુક્કો લઈ આ ઢોલિયે,
ક્યાંથી મળિયેં કોકને ફળિયે અમે
પોઈએં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે.

શબ્દના દીવા બળે છે ડેલિયે
આવતલ આવી મળે છે ડેલિયે,
સ્વપ્ન જેવું શીદ સળવળિયેં અમે
હોઇયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!
(કાવ્યકોડિયાં : સંપુટ-૨, પૃ. ૬૩-૬૪)