અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોજ ખંડેરિયા/એમ પણ બને (પકડો કલમ ને): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એમ પણ બને (પકડો કલમ ને)|મનોજ ખંડેરિયા}} <poem> પકડો કલમ ને કોઈ પળ...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(હસ્તપ્રત, ૧૯૯૧, પૃ. ૧)}}
{{Right|(હસ્તપ્રત, ૧૯૯૧, પૃ. ૧)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =આયનાની જેમ —
|next =લાલઘૂમ તાપમાં… (ગુલમહોર)
}}

Latest revision as of 11:30, 27 October 2021


એમ પણ બને (પકડો કલમ ને)

મનોજ ખંડેરિયા

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને.

જ્યાં પ્હોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં —
મન પ્હોંચતાં જ પાછું વળે એમ પણ બને.

એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા?
એક્ પગ બીજા પગને છળે એમ પણ બને.

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને.

તું ઢાળ ઢોલિયો; હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.
(હસ્તપ્રત, ૧૯૯૧, પૃ. ૧)