અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાલજી કાનપરિયા/સાંજ ઢળે છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સાંજ ઢળે છે|લાલજી કાનપરિયા}} <poem> પાછા વળતા ધણની કોટે ઘંટીનો...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(ઝલમલ ટાણું, ૧૯૯૪, પૃ. ૨૬)}}
{{Right|(ઝલમલ ટાણું, ૧૯૯૪, પૃ. ૨૬)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોજ ખંડેરિયા/લાલઘૂમ તાપમાં… (ગુલમહોર) | લાલઘૂમ તાપમાં… (ગુલમહોર)]]  | લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો તોર તે ક્યાં ગયો]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ આચાર્ય/અંધારું અને પ્રેમ | અંધારું અને પ્રેમ]]  | હું અંધારાના પ્રેમમાં છું ]]
}}

Latest revision as of 11:32, 27 October 2021


સાંજ ઢળે છે

લાલજી કાનપરિયા

પાછા વળતા ધણની કોટે ઘંટીનો રણકાર થઈને સાંજ ઢળે છે.
દૂર ક્ષિતિજે વાદળીઓમાં કેસરિયો ઝબકાર થઈને સાંજ ઢળે છે.

ચલમ ફૂંકતા ગાડા-મારગ વહી આવતા સીમ ભણીથી ગામ દીમના
બળદોથી ઘૂઘરમાળાનો શ્રમેભર્યો ઘમકાર થઈને સાંજ ઢળે છે.

આખુંયે આકાશ ઊતરી આવી બેઠું વૃક્ષો પર પાંખો સંકેલી
કોક અગોચર મંત્રો ગાતાં પંખીનો ટહુકાર થઈને સાંજ ઢળે છે.

લ્યો, ઊડી ગૈ સાસરજોડી દૂર નદીની રેત મહીંથી છેલ્લીવેલી
ધીરે ધીરે જળમાં વહેતો ખળખળતો સૂનકાર થઈને સાંજ ઢળે છે.

બંને કર જોડીને લેજો શ્રદ્ધાપૂર્વક નામ હરિનું ઠાકરદ્વારે
ભક્તિથી તરબોળ આરતી, ઝાલરનો ઝણકાર થઈને સાંજ ઢળે છે.
(ઝલમલ ટાણું, ૧૯૯૪, પૃ. ૨૬)