અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીતિન મહેતા/એક કાવ્ય (ચાલવું થાકવું ફરી...): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એક કાવ્ય (ચાલવું થાકવું ફરી...)|નીતિન મહેતા}} <poem> ચાલવું થાકવુ...")
 
No edit summary
 
Line 55: Line 55:
{{Right|નવેમ્બર, નવનીત સમર્પણ}}
{{Right|નવેમ્બર, નવનીત સમર્પણ}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =આવ ત્યારે
|next =એક પત્ર
}}

Latest revision as of 12:06, 27 October 2021


એક કાવ્ય (ચાલવું થાકવું ફરી...)

નીતિન મહેતા

ચાલવું
થાકવું
ફરી ફરી
ચાલવું
એ જ
ક્રમ

સપનાંઓ અને વિસ્મૃતિથી
ભરેલાં વર્ષો
ખભા પર ઊંચકી
હાંફતા તો હાંફતાં
ચાલવું
એ જ રઢ

કોરી દાભે
પડછાયો
પ્લેટમાં પડેલી
સફરજનની ચીરને
તાકી રહે

સ્મૃતિમાં બાઝેલી
કડવાશને
નખથી કોતરી ન શકું
કે ફૂંકથી ઉરાડી ન શકું
કોરડાઓ ને અપમાનો
ટીકડીની સાથે ગળવાં રોજ રોજ
જિન્દગી ને મરણ
એ તો હવે
લોહીની ટેવ
પણ ખોડંગતા
તોયે ચાલવું
એ જ હઠ

શાલ નીચે
શરીર
રોજ રોજ
આથમતું જાય
છતાં
અડધાપડધા
ભૂંસાયેલા અક્ષરોને
ઉકેલવા
ચંદ્રથી દીવો પ્રગટાવું
પાનીમાંથી
દરિયો
આકાશને આંબવા
માથું
ઊંચકે
ને
ફરી
આરંભ.
નવેમ્બર, નવનીત સમર્પણ