અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઊજમશી પરમાર/વરસે ખાંડાધાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વરસે ખાંડાધાર|ઊજમશી પરમાર}} <poem> ગોળ ગોળ ચાંદરણાં કેરાં ભોં...")
 
No edit summary
 
Line 24: Line 24:
{{Right|(પરબ, એપ્રિલ)}}
{{Right|(પરબ, એપ્રિલ)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઊજમશી પરમાર/મુંને જોવે... | મુંને જોવે...]]  | ખપતું નહીં ઘરચોળું, માગ્યાં નહીં ઠોળિયાં,]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત નાયક/ચક્ર (એક માણસ) | ચક્ર (એક માણસ)]]  | એક માણસ આગિયાના ઝબકારા ગણે ]]
}}

Latest revision as of 12:17, 27 October 2021


વરસે ખાંડાધાર

ઊજમશી પરમાર

ગોળ ગોળ ચાંદરણાં કેરાં
ભોંય પતીકાં પડતાં,
છાનાંછપનાં હરફર હરફર
અહીંથી તહીં આથડતાં.

વરસે ખાંડાધાર ચાંદની
નેવ-નેવ ઢોળાતી,
ફળી ફળી રહબોળે,
માથાબોળ શેરીઓ ન્હાતી;

શીળા શીળા તેજ-ધૂધવા
ઠેર ઠેર દડદડતા.

ઘટાટોપ અંધાર સંઘરી,
વડ મલકાતો મ્હાલે,
ફરતે ફરતે ફાલ ઊજળો,
ઘમ્મર ઘેરા ઘાલે;
સીમેસીમ નગારાં એનાં
રાત બધી ગડગડતાં.
(પરબ, એપ્રિલ)