અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધ્રુવ ભટ્ટ/ઓચિંતું કોઈ મને રસ્તે મળે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઓચિંતું કોઈ મને રસ્તે મળે|ધ્રુવ ભટ્ટ}} <poem> ઓચિંતું કોઈ મને ર...")
 
No edit summary
Line 20: Line 20:
::: આપણો ખજાનો હેમખેમ છે...
::: આપણો ખજાનો હેમખેમ છે...
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જવાહર બક્ષી/આજના માણસની ગઝલ | આજના માણસની ગઝલ]]  | ટોળાંની શૂન્યતા છું જવા દો, કશું નથી]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધ્રુવ ભટ્ટ/ગીત (હવે ભાતીગળ...) | ગીત (હવે ભાતીગળ...)]]  | હવે ભાતીગળ મેળામાં મ્હાલીયે સોરઠી દુહામાં...  ]]
}}

Revision as of 13:07, 27 October 2021


ઓચિંતું કોઈ મને રસ્તે મળે

ધ્રુવ ભટ્ટ

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે,
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે...
આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી,
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી;
સૂરજ તો ઊગે ને આથમીયે જાય
મારી ઉપર આકાશ એમનેમ છે...
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે
અમે છલકાતી મલકાતી મોજ,
એકલો ઊભું ને તોય મેળામાં હોઉં
એવું લાગ્યા કરે છે મને રોજ;
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે...