અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હર્ષદ ચંદારાણા/સોના વેલણ ને રૂપા પાટલી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સોના વેલણ ને રૂપા પાટલી |હર્ષદ ચંદારાણા}} <poem> સોના વેલણ ને ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
વ્હાલા, રણને વળોટી વ્હેલા આવજો. | વ્હાલા, રણને વળોટી વ્હેલા આવજો. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધ્રુવ ભટ્ટ/સ્મરણોનું એવું | સ્મરણોનું એવું]] | સ્મરણોનું એવું કે ક્યાંક હોય ફૂલ, ક્યાંક ધૂળ,]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલેશ દેસાઈ/અહીં છે | અહીં છે]] | અહીં કાચ ને પથ્થરો પણ અહીં છે]] | |||
}} |
Revision as of 13:09, 27 October 2021
સોના વેલણ ને રૂપા પાટલી
હર્ષદ ચંદારાણા
સોના વેલણ ને રૂપા પાટલી રે
દનડાં વણતાં રે ગોરાંદે;
વ્હાલા, દરિયો વળોટી વ્હેલા આવજો.
સોના બાજઠ ને રૂપા વીંઝણો રે
રાત્યું વીંઝતાં રે ગોરાંદે;
વ્હાલા, વગડો વળોટી વ્હેલા આવજો.
સોના થાળી ને રૂપા વાટકી રે
ઠાલાં ઠાલાં રે ગોરાંદે;
વ્હાલા, ડુંગર વળોટી વ્હેલા આવજો.
સોના લેખણ ને રૂપા કાગળ રે
ટપકે અંધારાં રે ગોરાંદે;
વ્હાલા, રણને વળોટી વ્હેલા આવજો.