અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલેશ દેસાઈ/પગરવોની પાનખર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 25: Line 25:
{{Right|(અવાન્તર, ૧૯૮૩, પૃ. ૩૫)}}
{{Right|(અવાન્તર, ૧૯૮૩, પૃ. ૩૫)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલેશ દેસાઈ/અહીં છે | અહીં છે]]  | અહીં કાચ ને પથ્થરો પણ અહીં છે]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લલિત ત્રિવેદી/શ્રુતિ પ્રગટો હવે — | શ્રુતિ પ્રગટો હવે —]]  | આ સમાધિની ક્ષણો, શ્વાસો, શ્રુતિ પ્રગટો હવે,]]
}}

Latest revision as of 13:11, 27 October 2021


પગરવોની પાનખર

બકુલેશ દેસાઈ

એમના આવ્યા વગર,
લો, ટકોરા દ્વાર પર!

વેદના છે ઘાવમાં,
ફૂંકની કેવી અસર!

પથ્થરોથી ચેતજો!
કાચનું આ શ્વાસઘર!

આંખ તો લાગ્યા કરે,
આંસુઓનું માનસર!

સાદ કોને પાડવો?
જે દીવાલોનું નગર!

નેજવે બળતી પળો :
પગરવોની પાનખર!

શ્વાસના આકાશમાં —
રક્તવરણી છે ટશર.
(અવાન્તર, ૧૯૮૩, પૃ. ૩૫)