અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/શિખરું ઊંચા વિશે: Difference between revisions
(+1) |
(+1) |
||
| Line 10: | Line 10: | ||
અહીં વિરોધ તો એ છે કે ઊંચું ચડવું હોય તો અંદર ડૂબવું જોઈએ. જે આ વિરોધને જીવી જાણે છે એ જ હસતે મુખે, સહજભાવે આ અમૃતને જીરવી જાણે છે એ જ ઈશ્વરના પંથની પ્રાપ્તિ કરી શકે છે. કોઈ બાહ્ય વ્યક્તિ કે કોઈ બાહ્ય ચમત્કાર કે બાહ્ય ઘટના કામ નથી આવતી. જેમને આત્માનો સંગાથ છે એમને જ પરમાત્મા મળે છે. જે પોતાનો હાથ ક્યાંય ગૂંચવતો નથી એનો હાથ સ્વયં હરિવર આવીને ઝાલી લે છે. ભગવાનને પણ ભક્તની ગરજ છે, પણ આપણી પોતાની ફરજ અને ગરજ કેટલી છે એના પર જ અલૌકિક તરજનો આધાર છે. હરિવર હાથ ઝાલે એનાથી ઉત્તમ હસ્તમેળાપ કયો હોઈ શકે? સ્વાર્પણ અને સમર્પણની ભાવના ઈશ્વર તરફ લઈ જાય છે. પંડને ભૂલી જઈએ તો જ પ્રીતમ મળે અને ઈશ્વરની પ્રિયતમા થવાનું સદ્ભાગ્ય તો માણસમાત્ર પાસે છે, પણ એ ભાગ્ય સૌને નથી મળતું, કારણ કે એ મેળવવા માટે આધ્યાત્મિક પુરુષાર્થ કરવો જોઈએ. સાધના કરીએ તો શિખરે પહોંચાય. | અહીં વિરોધ તો એ છે કે ઊંચું ચડવું હોય તો અંદર ડૂબવું જોઈએ. જે આ વિરોધને જીવી જાણે છે એ જ હસતે મુખે, સહજભાવે આ અમૃતને જીરવી જાણે છે એ જ ઈશ્વરના પંથની પ્રાપ્તિ કરી શકે છે. કોઈ બાહ્ય વ્યક્તિ કે કોઈ બાહ્ય ચમત્કાર કે બાહ્ય ઘટના કામ નથી આવતી. જેમને આત્માનો સંગાથ છે એમને જ પરમાત્મા મળે છે. જે પોતાનો હાથ ક્યાંય ગૂંચવતો નથી એનો હાથ સ્વયં હરિવર આવીને ઝાલી લે છે. ભગવાનને પણ ભક્તની ગરજ છે, પણ આપણી પોતાની ફરજ અને ગરજ કેટલી છે એના પર જ અલૌકિક તરજનો આધાર છે. હરિવર હાથ ઝાલે એનાથી ઉત્તમ હસ્તમેળાપ કયો હોઈ શકે? સ્વાર્પણ અને સમર્પણની ભાવના ઈશ્વર તરફ લઈ જાય છે. પંડને ભૂલી જઈએ તો જ પ્રીતમ મળે અને ઈશ્વરની પ્રિયતમા થવાનું સદ્ભાગ્ય તો માણસમાત્ર પાસે છે, પણ એ ભાગ્ય સૌને નથી મળતું, કારણ કે એ મેળવવા માટે આધ્યાત્મિક પુરુષાર્થ કરવો જોઈએ. સાધના કરીએ તો શિખરે પહોંચાય. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|( | {{right|(કાવ્યવિશેષઃ મનસુખલાલ ઝવેરી)}}<br><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ગઝલના શબ્દો, તળપદી બાની અને ગીતની મીઠાશનું રસાયણ | |previous = ગઝલના શબ્દો, તળપદી બાની અને ગીતની મીઠાશનું રસાયણ | ||
|next = માનવીના રે જીવન વિશે | |next = માનવીના રે જીવન વિશે | ||
}} | }} | ||
Latest revision as of 13:01, 20 October 2025
સુરેશ દલાલ
શિખરું ઊંચાં
મનસુખલાલ ઝવેરી
શિખરું ઊંચાં ને મારગ આકરા,
ઠાકોરની એક પંક્તિ યાદ આવે છે: ‘નિશાન ચૂક માફ, ન માફ નીચું નિશાન’. માણસે પોતાની આંખ સમક્ષ ઊંચું શિખર રાખવું જોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં હોઈએ પણ એ ક્ષેત્ર ધર્મક્ષેત્ર ક્યારે બને જ્યારે હૃદયચક્ષુ સમક્ષ શિખરની ઊંચાઈ હોય. હૃદયમાં દરિયાનું ઊંડાણ હોય. અહીં ભક્તિના માર્ગની વાત છે. મધ્યકાલીન કવિની જાણીતી પંક્તિ છે: ‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને.’ આ કાવ્યમાં હરિના મારગની વાત છે. ઈશ્વરની પ્રાપ્તિ એ એક રીતે સરળ અને સહેલી છે. જોકે એ સહેલી લાગે છે, પણ સહેલી હોતી નથી. ઈશ્વરને પામવા હોય તો સ્વત્વને જાળવીને અહમ્ને છોડવો જોઈએ. ઈશ્વરની પ્રાપ્તિનો રસ્તો એટલે અહમ્ની સોહમ્ તરફની ગતિ. ગુરુ કર્યા હોય તોપણ ગુરુ અમુક હદ સુધી જ સાથે હોય. આપણે જ આપણા ગુરુ થવાનું છે. અખો તો કહીકહીને થાક્યો કે ‘ગુરુ થા તારો તું જ’. હરિનો રસ્તો આકરો છે. આપણે જ કાપવાનો છે. કોઈ સાથ કે સંગાથ નથી હોતો. કોઈની કંડારેલી કેડી પર કે કોઈની વાટ ઉપર વટેમાર્ગુ થઈને ભટકીએ તો કશુંયે પ્રાપ્ત ન થાય અને મંજિલ દૂર ને દૂર જાય. આપણી કેડી આપણે જ કંડારવાની. ચઢાણો આપણે એકલાં જ ચઢવાનાં. આમાં કાચાપોચાનું કામ નહિ. નરમાંથી નરસિંહ થવાનું. સંસારની સુંવાળી આળપંપાળ છોડવાની, રેશમી સંબંધોમાં અટવાવાનું નહિ. જે કાચી છાતીના માણસો છે એ તો શિખરની ઊંચાઈને જોયા જ કરે છે. એક્કે પગલું માંડી શકતા નથી. ગિરનારને પહેલે પગથિયે અટકીએ એટલે ગિરનાર જોયો કહેવાય, ગિરનાર પર ચઢીને જગતને જોવું એ જુદો જ અનુભવ છે.
અહીં વિરોધ તો એ છે કે ઊંચું ચડવું હોય તો અંદર ડૂબવું જોઈએ. જે આ વિરોધને જીવી જાણે છે એ જ હસતે મુખે, સહજભાવે આ અમૃતને જીરવી જાણે છે એ જ ઈશ્વરના પંથની પ્રાપ્તિ કરી શકે છે. કોઈ બાહ્ય વ્યક્તિ કે કોઈ બાહ્ય ચમત્કાર કે બાહ્ય ઘટના કામ નથી આવતી. જેમને આત્માનો સંગાથ છે એમને જ પરમાત્મા મળે છે. જે પોતાનો હાથ ક્યાંય ગૂંચવતો નથી એનો હાથ સ્વયં હરિવર આવીને ઝાલી લે છે. ભગવાનને પણ ભક્તની ગરજ છે, પણ આપણી પોતાની ફરજ અને ગરજ કેટલી છે એના પર જ અલૌકિક તરજનો આધાર છે. હરિવર હાથ ઝાલે એનાથી ઉત્તમ હસ્તમેળાપ કયો હોઈ શકે? સ્વાર્પણ અને સમર્પણની ભાવના ઈશ્વર તરફ લઈ જાય છે. પંડને ભૂલી જઈએ તો જ પ્રીતમ મળે અને ઈશ્વરની પ્રિયતમા થવાનું સદ્ભાગ્ય તો માણસમાત્ર પાસે છે, પણ એ ભાગ્ય સૌને નથી મળતું, કારણ કે એ મેળવવા માટે આધ્યાત્મિક પુરુષાર્થ કરવો જોઈએ. સાધના કરીએ તો શિખરે પહોંચાય.
(કાવ્યવિશેષઃ મનસુખલાલ ઝવેરી)